જોર્ડનની ધ રૉયલ હેશમાઇટ કોર્ટના ચીફ ડો. ફાયેઝ તારાવનેહે 10 માર્ચ, 2017ને શુક્રવારે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી હતી .
તેમણે દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવાની સહિયારી પ્રતિબદ્ધતા અને આ સંબંધમાં રહેલી ઘણી તકોની ચર્ચા કરી હતી. ડો. ફાયેઝ તારાવનેહે પશ્ચિમ એશિયામાં સ્થિતિ પર પ્રધાનમંત્રી સાથે પશ્ચિમ એશિયા અને આતંકવાદ અંગે અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું અને તેના સમાધાન માટે વિસ્તૃત આંતરરાષ્ટ્રીય પ્રતિસાદની જરૂરિયાત વ્યક્ત કરી હતી.
ડો. ફાયેઝ તારાવનેહએ પ્રધાનમંત્રી હિઝ મેજેસ્ટી કિંગ અબ્દુલ્લાહ ટૂ ઇબ્ન અલ હુસૈનને શુભકામના પાઠવી હતી.