૬૧ લાખ રૂપિયાનો રાહત ફાળો મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આપ્યો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે પારડીના ધારાસભ્યશ્રી કનુભાઇ દેસાઇ અને જિલ્લા વહિવટીતંત્રએ ઉત્તરાખંડની કુદરતી આપદા અને મેઘતાંડવનો ભોગ બનેલા આપત્તિગ્રસ્તોની સહાયતા માટે વલસાડ જિલ્લાના સ્વૈચ્છિક દાતાઓ, સંગઠનો, ઊદ્યોગગૃહો દ્વારા એકત્ર કરાયેલા રૂા. ૬૧ લાખ ૯૬ હજારના ચેક મુખ્યમંત્રીશ્રી રાહતનિધિ માટે અર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વલસાડ જિલ્લાના સખાવતીઓ અને નાગરિકો દુઃખી પીડિતોની વહારે જવાની ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા કલેકટરશ્રી વિક્રાંત પાંડે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉદીત અગ્રવાલ પણ ઉપસ્થિત રહયા હતા