‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન શું પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા એ વ્યક્તિનું નિર્ધારણ કરતો માનાંક છે તે પ્રશ્નનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓને એ પ્રકારની માનસિકતા કે પરીક્ષામાં સફળતા અથવા નિષ્ફળતા એ જ બધી વસ્તુ નિર્ધારિત કરે છે તેમાંથી બહાર આવવાની સલાહ આપી.
“માર્ક્સ એ જીવન નથી”, પ્રધાનમંત્રીએ કહ્યું અને ઉમેર્યું, “પરીક્ષા એ આપણા સમગ્ર જીવનની દિશા નિર્ધારિત કરતું એકમાત્ર પરિબળ નથી. તે એક પડાવ છે, જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ. હું વાલીઓને વિનંતી કરું છું કે તેઓ પોતાના બાળકોને એવું ન કહે કે આ જ સર્વસ્વ છે.”
તેમણે એમ પણ જણાવ્યું કે આજના સમયમાં યુવાનોએ પસંદ કરવા માટે પુષ્કળ વિકલ્પો છે.