શ્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમ્યાન મીડિયા સાથે વાતચીત કરી
શ્રી નરેન્દ્ર મોદીનો એક અગ્રણી ન્યૂઝ એજન્સી સાથેનો ઇન્ટરવ્યૂ
4 ઓક્ટોબર 2012 ના રોજ એક ન્યૂઝ એજન્સી સાથેના ઇન્ટરવ્યૂ દરમ્યાન શ્રી નરેન્દ્ર મોદી વિકાસથી લઈને શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસોના ખર્ચા તથા મંત્રી કપિલ સિબ્બલની ચાલાકીઓ સહિત વિવિધ વિષયો પર બોલ્યા. શ્રી મોદીએ કહ્યું કે આ ચૂંટણી, 2002 અને 2007 ની ચૂંટણીઓની જેમ ફક્ત વિકાસના મુદ્દા પર જ લડવામાં આવશે. શ્રીમતી સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસોના ખર્ચાના મુદ્દે તેમણે કહ્યું કે તેમણે જે પણ કીધું છે તે પી.ટી.આઈ. ની પ્રેસ રિલીઝમાં ટાંકવામાં આવેલ છે અને આર.ટી.આઈ. કાર્યકરે પોતે કહેલ છે કે તેઓ ઘણા લાંબા સમયથી માહિતી આપવાનું નકારી રહેલ છે. મુખ્યમંત્રીશ્રીએ મંત્રી કપિલ સિબ્બલના તિકડમ વિશે વાત કરી અને પૂછ્યું કે યુવાનોને આપવાના હેતુ માટેનું ટેબ્લેટ એક મુખ્યમંત્રીને શા માટે મોકલવું જોઈએ? તેમણે વડાપ્રધાન દ્વારા દેશના સંઘીય માળખાંને સન્માન ન આપવા પર પણ વાત કરી.