દિલ્હીમાં શ્રીરામ મેમોરિયલ ઓરેશનના માધ્યમથી યુવાનોને દિશાદર્શક સંબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
રાજકારણીઓ દેશના યુવાનોને ન્યૂ એઇજ વોટર’ તરીકે નહીં પરંતુ ન્યૂ એઇજ ઓફ પાવર’ તરીકે જુએ :
મુખ્યમંત્રીશ્રી બે હજારથી અધિક યુવક-યુવતીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભૂતપૂર્વ ઉત્સાહ-ઉમંગથી વધાવી લીધા
ગુજરાતે સુરાજ્યની દિશામાં ગુડ ગવર્નન્સની સફળતાથી નિરાશાજનક સ્થિતિ બદલી શકાય છે તેવો દેશને વિશ્વાસ આપ્યો છે : શ્રી નરેન્દ્રભાઇ મોદી
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની યુવા પેઢીને વિશ્વમાં હિન્દુસ્તાનના સામર્થ્યનો સાક્ષાત્કાર કરાવવાનું પ્રેરક આહવાન આજે નવી દિલ્હીમાં શ્રી રામ મેમોરિયલ ઓરેશનનાં માધ્યમથી આપ્યું હતું. ભારતની બિઝનેસ મેનેજમેન્ટના શૈક્ષણિક ક્ષેત્રે ખ્યાતનામ એવી શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ આયોજીત બિઝનેસ કોન્કલેવ ર013ના સમાપન સમારોહમાં ર000થી વધારે યુવક-યુવતિઓ જોમ-જુસ્સાથી મુખ્યમંત્રીશ્રીને વધાવ્યા હતા.
હિન્દુસ્તાનની યુવા પેઢીના શકિત અને સામર્થ્ય ઉપર તેમને પૂરેપૂરો ભરોસો છે તેવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ર1મી સદી એ જ્ઞાનયુગ છે અને ભારત ફરી એકવાર જ્ઞાનની સદીમાં વિશ્વની માનવજાતને નેતૃત્વ પુરૂ પાડી શકે એવી સક્ષમ યુવાશકિત ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તેમને પૂરેપૂરી શ્રધ્ધા છે કે સવાસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વને પોતાના બૌધ્ધિક, આધ્યાત્મીક જ્ઞાન કૌશલ્યથી ચકિત કર્યું હતુ અને તેમની 1પ0મી જન્મજ્યંતિના અવસરે ભારતની યુવાશકિત જ ભવ્ય અને દિવ્ય ભારતનું નિર્માણ કરી શકે એમ છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, તેઓ સંપૂર્ણ આશાવાદી છે અને દેશની આઝાદી પછીના છ દાયકામાં ભારતમાં જે નિરાશા અને હતાશાનું વાતાવરણ પ્રવર્તમાન છે તે સ્થિતિને બદલવા યુવાશકિત ઉપર સંપૂર્ણ ભરોસો રાખે છેતેમણે એમ પણ જણાવ્યું કે આજથી દોઢ દાયકા પહેલાં હિન્દુસ્તાનની જે છબિ હતી એ છબિ ગરીબ-પિડીત-પછાત દેશની હતી તેને બદલવામાં આ દેશના યુવકોએ પોતાની શકિતનો સાક્ષાત્કાર કરાવેલો છે. વિશ્વનો દ્રષ્ટિકોણ હિન્દુસ્તાન માટે બદલવામાં કોઇ રાજનેતા નહીં પણ યુવાનો જ સફળ રહયા છે. કોઇ પણ વ્યવસ્થા અને સ્થિતિ બદલી શકાય છે તેવો વિશ્વાસ ગુજરાતે પૂરો પાડયો છે. ગુજરાતની ધરતી ઉપરથી આઝાદીના આંદોલનનું બે અલગ-અલગ વિચારધારા દ્વારા નેતૃત્વ થયું હતું અને તેના પરિણામે જ સશષા ક્રાંતિકારીઓ તથા મહાત્મા ગાંધી અને સરદાર પટેલના અસિંહક આંદોલનથી દેશને સ્વરાજ્ય મળ્યું હતું. પરંતુ આઝાદીના 60 વર્ષ વિતી ગયા હોવા છતાં આજ સુધી આપણે સુરાજયનો અનુભવ કરી શકયા નથી.
સુરાજ્ય સુશાસન સિવાય આવતું નથી અને સુશાસન (ગુડગર્વનન્સ)ની દિશામાં ગુજરાતે દેશ અને દુનિયાને પ્રતીતિ કરાવી છે. ગુજરાતનું ગુડ ગવર્નન્સ મોડેલ પ્રો-પિપલ પ્રોએકટીવ ગુડ ગવર્નન્સ (P2G2) ની ફોર્મ્યુલા આધારિત છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આજે હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે અને દેશમાં 3પ વર્ષની વય સુધીની જનસંખ્યાની 6પ ટકા યુવાશકિત છે.આજે હિન્દુસ્તાન સામે સૌથી મોટો પડકાર એ છે કે, દેશ પાસે જે વિપૂલ તકો અને અવસરો છે એનો મહત્તમ ઉપયોગ દેશના યુવાનોને અવસર પૂરો પાડીને કરવો જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આ દેશને બરબાદી વોટબેન્કની રાજનીતિના કારણે જ થઇ છે અને હવે દેશને વિકાસની રાજનીતિના માર્ગ પર લઇ જવો એ સમયની માંગ છે. મુખ્યમંત્રીશ્રી સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રવર્તમાન રાજકારણમાં યુવાનોને શ્નન્યુ એઇજ વોટરઙ્ખ તરીકે સમજવામાં આવે છે પરંતુ આ જ યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમને હું શ્નન્યુ એઇજ ઓફ પાવરઙ્ખ તરીકે ગણું છું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર1મી સદી જ્ઞાનની સદી છે અને આ જ્ઞાનની સદીનું ભારત જ વિશ્વમાં નેતૃત્વ કરશે પરંતુ તે માટે સ્કિલ, સ્પીડ અને સ્કેલની જરૂર છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ગુડ ગવર્નન્સ માટેના નવા આયામો, નવી માનસિકતા, જનસહયોગ અને પરિસ્થિતિમાં બદલાવની સાફલ્યગાથાઓના અનેક વિધ દ્રષ્ટાંતો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વની પ્રગતિયાત્રામાં ભારતે પોતાની સર્વોપરિતા સ્થાપવી હશે તો સુરાજ્યની અનુભૂતિ કરાવવી જ પડશે. દેશનું આજનું નિરાશાનું વાતાવરણ જોતાં સૌને એમ લાગે છે કે સ્થિતિ બદલી શકાતી નથી પરંતુ હું સંપૂર્ણ આશાવાદી છું. કોઇપણ ગ્લાસ પાણીથી અડધો ભરેલો હોય કે અડધો ખાલી હોય તે જોવાની બે દ્રષ્ટિ હોય છે પરંતુ મારી સોચ જુદી છે. હું માનું છું કે આ ગ્લાસ અડધો પાણી અને અડધો હવાથી ભરેલો છે.
ગુજરાતમાં એ જ વ્યવસ્થા એ જ બંધારણ, એ જ સરકારીતંત્ર, માનવશકિત, સંશાધનો છતાં સુરાજ્યની દિશામાં સ્થિતીને બદલવામાં અમે સફળતા મેળવી છે. આ સંદર્ભમાં તેમણે મિનિમમ ગર્વમેન્ટ અને મેકસીમમ ગવર્નન્સની ભૂમિકા સમજાવી હતી અને જણાવ્યું હતું કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ કરીને ગુજરાતે વિકાસની રાજનીતિનો માર્ગ દેશને બતાવ્યો છે.
આપણે ગરીબ કે પછાત નથી આપણી પાસે વિશ્વની સૌથી બૌધ્ધિક સામર્થ્ય ધરાવતી યુવાશકિત અને વિપૂલ કુદરતી સંપદા છે. આપણી સામે સીધો પડકાર એ છે કે આ યુવા સંપૂર્ણ સંશાધન અને કુદરતી સંશાધનનો વિકાસ માટે વિનીયોગ કરવો જોઇએ. મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે વિકાસના અર્થતંત્રનો આધાર કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ સેકટરના સમાન હિસ્સા ઉપર હોવો જોઇએ જે ગુજરાતે સફળતાથી પૂરવાર કર્યું છે.
પાણીની અછત ધરાવતું ગુજરાત આજે કૃષિક્ષેત્રે 10 જ વર્ષમાં 10 ટકાનો સાતત્યપૂર્ણ વિકાસ દર ધરાવતું થયું છે.ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દર બે વર્ષે બે દિવસ માટે યોજાય છે, જ્યારે મારી સરકારના એક લાખ જેટલા કર્મયોગીઓ ભર ઉનાળામાં ગામેગામ અને ખેતરે-ખેતરે જઇને ખેડૂતોને લેબ ટૂ લેન્ડની વૈજ્ઞાનિક ખેતી માટે પ્રેરિત કરે છે.
દર વર્ષે રપ00 જેટલા વધુ આરોગ્ય મેળાઓ યોજાય છે. ખેડૂતોને જમીનની સુધારણ માટેના સોઇલ હેલ્થ કાર્ડ આપેલા છે. આ બધાના પરિણામે ખેડૂતો-પશુપાલકો સમૃધ્ધિ તરફ વળ્યા છે. 1ર0 જેટલા પશુરોગ સદંતર નાબૂદ થયા છે અને દૂધના ઉત્પાદનમાં 80 ટકા વધારો થયો છે. દસ વર્ષ પહેલાં ગુજરાતમાં ર3 લાખ ગાંસડી કપાસ ઉત્પાદન આજે એક કરોડ ર3 લાખ ગાંસડી ઉપર પહોચ્યું છે પરંતુ ગુજરાતના ખેડૂતોને વેલ્યુ એડીશનની નવી દિશામાં લઇ જવા અને વિશ્વના બજારોમાં છવાઇ જવા ફાઇવ ‘F’ ફોર્મ્યુલા અપનાવી છે, જેમાં ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન, ફેશન ટુ ફોરેન જેવી ગ્રામીણ અર્થતંત્રની કાયાપલટની દિશા અપનાવી છે. આના પરિણામે ગામડાની ખરીદશકિત વધી છે અને તેનાથી રાજ્યના અર્થતંત્રને પણ લાભ થયો છે.
સર્વિસ સેકટરમાં પ્રવાસન વિકાસથી ગુજરાત વિશ્વના પ્રવાસનના નકશામાં નામાંકિત થયું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે આગવી પહેલ કરી છે. 10 વર્ષ પહેલાં રાજ્યમાં 11 યુનિર્વસિટી હતી તેમાંથી આજે 41 યુનિર્વસિટી કાર્યરત છે અને તેમાં પણ વિશ્વની સર્વપ્રથમ ફોરેન્સીક સાયન્સ યુનિર્વસિટી અને દેશની પ્રથમ એવી રક્ષાશકિત યુનિર્વસિટી તથા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટિચર્સ એજ્યુકેશન (આઇઆઇટીઇ) જેવી ઉત્તમ શિક્ષકોનું નિર્માણ કરનારી શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતમાં યુવાનોને અનેક અવસરો આપી રહી છે એ જ પ્રમાણે સ્કિલ ડેવલપમેન્ટના અનેકવિધ નવા કોર્સનું વિશાળ ફલક યુવાનોના હુન્નર કૌશલ્ય માટે ઊભું કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હિન્દુસ્તાન પાસે જે શકિત અને સામર્થ્યથી મહાન વિરાસત, અખૂટ યુવાશકિતનું માનવ બળ છે ત્યારે ભારતની બ્રાન્ડ ઇમેજ ઉભી કરીને મેઇડ ઇન ઇન્ડીયા દ્વારા ભારત વિશ્વના બજારોમાં પોતાની સર્વોપરિતાથી છવાઇ શકે તેમ છે. મુખ્યમંત્રીશ્રીએ વિશ્વના બજારોમાં છવાઇ જવા માટે ઉત્પાદનોમાં શ્નઝિરો ડિફેકટઙ્ખ પ્રોડકટ અને પેકેજિંગ સ્ટ્રેટેજી અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું કે આજે દુનિયા હિન્દુસ્તાનને એક મોટા બજાર તરીકે સ્વીકારે છે પરંતુ આપણો સંકલ્પ એ હોવો જોઇએ કે આપણા સામર્થ્યથી આપણે વિશ્વના બજારો સર કરવા જોઇએ. આના માટે ટેકનોલોજીની, નવા આયામોની અને નવી પહેલની આપણને જરૂર છે. મુખ્યમંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદના સપના અને સંકલ્પ મૂર્તિમંત કરવા માટે યુવાશકિતને અનુરોધ કરતાં જણાવ્યું કે દેશના યુવાનોમાં એવો મિજાજ હોવો જોઇએ કે, ભારતના દિવ્ય ભવ્ય નિર્માણ માટે વિશ્વ આખું હિન્દુસ્તાનના યુવાનો સામે આશાની મિટ માંડે, આ આપણું દાયિત્વ છે.
હિન્દુસ્તાનના નૌજવાનોને વિશ્વ સમક્ષ આંખોમાં આંખો મિલાવીને પોતાના જ્ઞાન-કૌશલ્યની અનુભૂતિ કરાવવાનો તેમણે અનુરોધ કર્યો હતો. પ્રારંભમાં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સના ચેરમેન અજય એસ. શ્રીરામે મુખ્યમંત્રીશ્રીનું ઉષ્માસભર સ્વાગત અને અભિવાદન કર્યું હતું જ્યારે પ્રિન્સિપાલશ્રી જૈને આભાર દર્શન કર્યું હતું.