રશિયાનાં નાયબ પ્રધાનમંત્રી શ્રી દિમિત્રી રોગોઝિન આજે બપોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યાં હતાં.
પ્રધાનમંત્રીએ નાયબ પ્રધાનમંત્રી રોગોઝિનને ચાલુ વર્ષે ત્રીજી મુલાકાત પર આવકાર આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ચાલુ વર્ષે ઉચ્ચ-સ્તરીય આદાનપ્રદાનમાં વધારા પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ચાલુ વર્ષે જૂનમાં સેન્ટ પીટર્સબર્ગમાં વાર્ષિક દ્વિપક્ષીય સમિટની પોતાની મુલાકાતને યાદ કરી હતી.
પ્રધાનમંત્રી મોદી અને નાયબ પ્રધાનમંત્રી રોગોઝિને દ્વિપક્ષીય સંબંધોમાં સાતત્યપૂર્ણ વધારા અને વિવિધતા પર ચર્ચા કરી હતી, ખાસ કરીને ઉર્જા ક્ષેત્ર અને ઉચ્ચ-ટેકનોલોજીમાં સહકારનાં સામાન્ય પ્રયાસોની નોંધ લીધી હતી.
શ્રી દિમિત્રી રોગોઝિને રાષ્ટ્રપતિ પુટિનની શુભેચ્છા પ્રધાનમંત્રી મોદીને પાઠવી હતી, જેની સામે પ્રધાનમંત્રીએ પણ હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી હતી.