અમેદક્ષિણપૂર્વ એશિયાનાં દેશોનાં સમૂહ (આસિયાન)નાં સભ્ય દેશોનો વડા/સભ્ય દેશોની સરકારનાં વડા તથા પ્રજાસત્તાક ભારતની સરકારનાં પ્રધાનમંત્રી આસિયાન-ભારત સંવાદ સંબંધોની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવા નવી દિલ્હીમાં 25 જાન્યુઆરીનાં રોજ એકત્રિત થયાં હતાં. આ શિખર સંમેલનનો વિષય “સહિયારા મૂલ્યો, સમાન નિયતિ” હતો;

 

અમે દ્રઢતા વ્યક્ત કરીએ છીએ કે અમે સંયુક્ત રાષ્ટ્રનાં અધિકારપત્રને, દક્ષિણપૂર્વ એશિયામાં મિત્રતા અને સહકારની સમજૂતી (ટીએસી)માં ઉલ્લેખિત સિદ્ધાંતો, ઉદ્દેશો, સહિયારાં મૂલ્યો અને નિયમો, પારસ્પરિક લાભદાયક સંબંધો માટેનાં સિદ્ધાંતો પર ઇસ્ટ એશિયા સમિટનું જાહેરનામું તથા 20 ડિસેમ્બર, 2012નાં રોજ આસિયાન-ભારત સંવાદ સંબંધોની 20મી વર્ષગાંઠની ઉજવણી કરવા આયોજિત આસિયાન-ભારત સ્મારક શિખર સંમેલનમાં સ્વીકારેલા નિવેદન; અને આસિયાન અધિકરપત્રને દ્રઢતાપૂર્વક વળગી રહીશું;

 

અમે જાણીએ છીએ કે દક્ષિણપૂર્વ એશિયા અને ભારત વચ્ચે સદીઓનાં સહિયારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક આદાનપ્રદાનનાં સંબંધો છે, જે આસિયાન અને ભારત વચ્ચે સહકાર માટે મજબૂત પાયારૂપ છે. અત્યારે એકબીજા સાથે વધારે ગાઢ રીતે જોડાયેલી દુનિયામાં આસિયાન અને ભારત વચ્ચે અમે આ પાયાનાં આધારે સહકારને વધારીશું;

 

અમે સ્વીકારીએ છીએ કે છેલ્લાં 25 વર્ષમાં આસિયાન સમુદાયનાં ત્રણ પાયા – રાજકીય સુરક્ષા, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક સંબંધોમાં આસિયાન-ભારત સંવાદ સંબંધોમાં સારી એવી પ્રગતિ થઈ છે;

 

અમે સંતુષ્ટ છીએ કે, શાંતિ, પ્રગતિ અને સહિયારી સમૃદ્ધિ માટે આસિયાન-ભારત જોડાણનો અમલ કરવા માટેની કાર્યયોજનાનાં અમલીકરણ (2016-2020)માં તથા આસિયાન-ભારત કાર્યયોજનાનો અમલ કરવા 2016-2018 માટે પ્રાથમિકતાની યાદીમાં સારી પ્રગતિ થઈ છે.

 

અમે બિરદાવીએ છીએ કે, ભારતે આસિયાનનાં સભ્ય દેશોમાં પ્રાદેશિક સ્થાપત્યનું સંરક્ષણ કરવામાં સારો ટેકો આપ્યો છે તેમજ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિમાં સતત પ્રદાન કર્યું છે તેમજ આસિયાન સમન્વય અને આસિયાન સમુદાયનાં નિર્માણની પ્રક્રિયામાં સહકાર આપ્યો છે, જેમાં આસિયાન 2025: ભવિષ્યમાં ખભેખભો મિલાવીને આગેકૂચનાં અમલ માટે ટેકો, આસિયાન જોડાણ પર માસ્ટર પ્લાન (એમપીએસી) 2025 અને આસિયાન સમન્વય કાર્યયોજના III માટેની પહેલ સામેલ છે.

 

અમે પ્રશંસા કરીએ છીએ કે વર્ષ 2017 અને વર્ષ 2018ની શરૂઆતમાં આસિયાનનાં સભ્ય દેશો અને ભારતમાં વિવિધ સ્મારક પ્રવૃત્તિઓ યોજાઈ હતી, જે અંતર્ગત આપણાં સમુદાયો વચ્ચે આસિયાન-ઇન્ડિયા વ્યૂહાત્મક ભાગીદારી સ્થાપિત થઈ છે, જેમાં યુવાનો સામેલ છે. આ માટે આસિયાન-ભારત યુવા સંમેલન, આસિયાન-ભારત યુવા પુરસ્કારો અને યુવાન નેતૃત્વ કાર્યક્રમ તથા આસિયાન-ભારત સંગીત મહોત્સવ સામેલ છે; 

 

અહીં અમે નીચેની બાબતો પર સંમત થઈએ છીએ:

 

  1. પારસ્પરિક લાભ માટે રાજકીય-સુરક્ષા, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક તથા વિકાસલક્ષી સહકાર એમ તમામ ક્ષેત્રોમાં આસિયાન-ભારત વ્યૂહાત્મક જોડાણને વધારે મજબૂત અને ગાઢ કરીશું, જે માટે પ્રસ્તુત સંસ્થાકીય વ્યવસ્થાને મજબૂત કરીશું અને સરકારી સંસ્થાઓ, સાંસદો, વ્યાવસાયિક વર્તુળો, વિજ્ઞાનીઓ, શિક્ષાવિદો, થિંક-ટેન્ક, મીડિયા, યુવાનો અને અન્ય હિતધારકો વચ્ચે નેટવર્કનો વ્યાપ વધારીશું, જેથી આપણાં વિસ્તારમાં શાંતિ, સંવાદિતા, સમૃદ્ધિ અને સંયુક્ત સમુદાયનું નિર્માણ થાય.

 

  1. શાંતિ, પ્રગતિ અને સહિયારી સમૃદ્ધિ માટે આસિયન-ઇન્ડિયા પાર્ટનરશિપનો અમલ કરવા કાર્યયોજનાનાં સંપૂર્ણ, અસરકારક અને સમસયસર અમલીકરણ માટે સક્રિય પ્રયાસો અને સહકાર જાળવી રાખીશું.

 

  1. આસિયન-ઇન્ડિયા ડાયલોગ પાર્ટનરશિપ અને આસિયાન-સંચાલિત વ્યવસ્થા, જેમ કે આસિયન-ઇન્ડિયા સમિટ, ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ), પોસ્ટ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ વિથ ઇન્ડિયા (પીએમસી+1), આસિયન રિજનલ ફોરમ (એઆરએફ), આસિયન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ (એડીએમએમ) પ્લસ અને અન્ય આસિયન-ઇન્ડિયા મંત્રીમંડળીય/ક્ષેત્રીય વ્યવસ્થાનાં માળખાની અંદર ઉચ્ચ-સ્તરીય જોડાણ અને સહકારને સંવર્ધિત કરવો.
  2. આસિનય સમુદાય વિઝન 2025ને સાકાર કરવા આસિયાન સમન્વય અને આસિયન સમુદાય નિર્માણ પ્રક્રિયાને ટેકો આપવાનું અને તેમાં પ્રદાન કરવાનું જાળવી રાખીશું.

રાજકીય અને સુરક્ષા ક્ષેત્રમાં સહકાર

 

  1. સામાન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દાઓ પર કામ કરવા અમે પ્રતિબદ્ધતાઓ પુનઃવ્યક્ત કરીએ છીએ તથા વર્તમાન આસિયાન સંચાલિત માળખા અને પીએમસી+1 વિથ ઇન્ડિયા, એઆરએફ, ઇએએસ, એડીએમએમ-પ્લસ અને આસિયાન સીનિયર ઓફિશિયલ્સ મીટિંગ ઓન ટ્રાન્સનેશનલ ક્રાઇમ્સ (એસઓએમટીસી)+ ભારતીય કન્સલ્ટેશન્સ મારફતે ખુલ્લાં, પારદર્શક, સર્વસમાવેશક અને નિયમ-આધારિત પ્રાદેશિક માળખાને સુનિશ્ચિત કરીશું.

 

  1. શાંતિ, સ્થિરતા, દરિયાઈ ક્ષેત્રમાં સલામતી અને સુરક્ષા જાળવવા અને તેને સંવર્ધિત કરવાનાં મહત્ત્વ પર ભાર મૂકીશું, વિસ્તારમાં જહાજોની સ્વતંત્રતાપૂર્વક અવરજવર અને ઓવરફ્લાઇટ તથા દરિયાનાં અન્ય કાયદેસર ઉપયોગ માટે સહકાર સ્થાપિત કરીશું તથા દરિયાઈ માર્ગે થતાં વેપાર-વાણિજ્યનાં અવરોધો દૂર કરીશું તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાનાં સિદ્ધાંતો મુજબ વિવાદોનાં શાંતિપૂર્ણ નિરાકરણને પ્રોત્સાહન આપીશું. આ આંતરરાષ્ટ્રીય કાયદાઓમાં દરિયાનાં કાયદા પર સંયુક્ત રાષ્ટ્રનું વર્ષ 1982માં યોજાયેલું સંમેલન (યુએનસીએલઓએસ) તથા આંતરરાષ્ટ્રીય નાગિરક ઉડ્ડયન સંસ્થા (આઇસીએઓ) તથા આંતરરાષ્ટ્રીય દરિયાઈ સંસ્થા (આઇએમઓ) દ્વારા પ્રસ્તુત ધારાધોરણો અને સૂચિત પ્રક્રિયાઓ સામેલ છે. આ સંબંધમાં અમે દક્ષિણ ચીન સમુદ્રમાં પક્ષોની વર્તણૂંક પર જાહેરનામા (ડીઓસી)નાં સંપૂર્ણ અને અસરકારક અમલને ટેકો આપીએ છીએ તથા દક્ષિણ ચીન મહાસાગરમાં વર્તણૂંકની આચારસંહિતાને વહેલાસર સંપન્ન કરવા આતુર છીએ.

 

  1. દરિયાઈ ક્ષેત્ર સાથએ સંબંધિત સામાન્ય પડકારોનો સામનો કરવા વિસ્તૃત આસિયાન દરિયાઈ મંચ (ઇએએમએફ) સહિત વર્તમાન પ્રસ્તુત વ્યવસ્થાઓ મારફતે દરિયાઈ ક્ષેત્રમાં સહકારને મજબૂત કરીશું.

 

  1. દરિયામાં અકસ્માતો અને દુર્ઘટનાઓ અટકાવવા અને તેનું વ્યવસ્થાપન કરવા સંયુક્તપણે કામ કરીશું તથા વર્તમાન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓ મુજબ દરિયાઈ સંશોધન અને રાહતમાં આસિયાન અને ભારત વચ્ચે અસરકારક સંકલનને પ્રોત્સાહન આપવામાં આવશે. વર્તમાન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓમાં આઇસીએઓ અને આઇએમઓ સામેલ છે, તેમજ દરિયાઈ મુદ્દાઓ પર સંશોધન સંસ્થાઓ વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત શૈક્ષણિક, સંશોધન, વિકાસ અને નવીનતા પર જોડાણ વધારવામાં આવશે.

 

  1. આતંકવાદનાં તમામ સ્વરૂપો અને તેની તમામ પ્રકારની અભિવ્યક્તિઓ, હિંસક રૂઢિવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા સહકારને વધારીશું. આ માટે અમે માહિતીનું આદાનપ્રદાન કરીશું, કાયદાનાં અમલીકરણ પર સહકાર સ્થાપિત કરીશું અને આસિયાન સંચાલિત વ્યવસ્થાઓ હેઠળ ક્ષમતાઓ ઊભી કરશું. આ આસિયાન સંચાલિત વ્યવસ્થાઓમાં આસિયાન એસઓએમટીસી+ઇન્ડિયા કન્સલ્ટેશન અને એડીએમએમ-પ્લસ એક્ષ્પર્ટ્સ વર્કિંગ ગ્રૂપ ઓન કાઉન્ટર-ટેરરિઝમ (ઇડબલ્યુજી સીટી) અને આંતરરાષ્ટ્રીય આંતકવાદનો સામનો કરવા સહકાર માટે વર્ષ 2003નું આસિયાન-ભારત સંયુક્ત જાહેરનામું, હિંસક રૂઢિવાદનો સામનો કરવા વર્ષ 2015નું ઇએએસ સ્ટેટમેન્ટ તથા આતંકવાદ અને આતંકવાદી વર્ણનો અને પ્રચારનાં સૈદ્ધાંતિક પડકારોનો સામનો કરવા ઇએએસ સ્ટેટમેન્ટ તથા એન્ટિ-મની લોન્ડરિંગ અને આતંકવાદીઓને ધિરાણ અટકાવવા વર્ષ 2017માં જાહેર થયેલ ઇએએસ સ્ટેટમેન્ટ તથા આતંકવાદ અને બહુરાષ્ટ્રીય અપરાધનો સામનો કરવા એઆરએફ કાર્યયોજના જેવા માળખા સામેલ છે. ઉપરાંત અન્ય આંતરરાષ્ટ્રીય અપરાધોનો સામનો કરવા સહકાર અને જોડાણને મજબૂત કરવામાં આવશે, જેમાં લોકોની તસ્કરી, ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યોની દાણચોરી, સાયબર અપરાધ અને ચાંચિયાગીરી તથા જહાજોની શસ્ત્ર લૂંટ જેવા અપરાધો સામેલ છે.

 

  1. શાંતિ, સુરક્ષા, કાયદાનાં શાસનને જાળવવા, સ્થાયી અને સર્વસમાવેશક વિકાસ, સમાન વૃદ્ધિ અને સામાજિક સંવાદિતા જાળવવા ગ્લોબલ મૂવમેન્ટ ઓફ મોડરેટ્સ પર લાંગકાવી જાહેરનામાનાં અમલને ટેકો આપવો.
  2. આતંકવાદનો સામનો કરવા પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીશું અને વિસ્તૃત પહેલને પ્રોત્સાહન આપીશું, જે માટે આતંકવાદીઓ, આતંકવાદી જૂથો અને તેમનાં નેટવર્કને તોડી નાંખવા અને તેનો સામનો કરવા ગાઢ સહકાર સ્થાપિત કરવામાં આવશે, જેમાં આતંકવાદીઓ અને વિદેશી આતંકવાદીઓની સરહદ પરની અવરજવરને અટકાવવામાં આવશે અને આતંકવાદીઓ દ્વારા સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટનાં દુરુપયોગને પણ અટકાવવામાં આવશે;આતંકવાદીઓને ધિરાણ આપવાનાં પ્રયાસોને અટકાવવા સહકાર વધારવામાં આવશે અને આતંકવાદી જૂથોનાં સભ્યોની ભરતી અટકાવવામાં આવશે; આતંકવાદી જૂથો અને છાવણીઓને નિશાન બનાવવાનાં પ્રયાસોને ટેકો આપવામાં આવશે; અને આતંકવાદનો સામનો કરવા અને અટકાવવા તાત્કાલિક પગલાં લેવા, ત્યારે કોઈ પણ આધારે આતંકવાદી કૃત્યોને વાજબી ઠેરવી ન શકાય એ વાત પર ભાર મૂકવામાં આવશે.

 

  1. આતંકવાદ-વિરોધનાં સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનાં પ્રસ્તુત ઠરાવોનું પાલન સુનિશ્ચિત કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે સંયુક્તપણે કામ કરવું તથા સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વિસ્તૃત સંમેલન (સીસીઆઇટી)ની વાટાઘાટો પર પ્રયાસોની નોંધ લઈશું.
  2. સાયબર-સુરક્ષા ક્ષમતાનાં નિર્માણ અને નીતિગત સંકલન પર આસિયાનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે સહકારને સંવર્ધિત કરવામાં આવશે, જેમાં આસિયાન સાયબરસીક્યોરિટી સહકાર વ્યૂહરચનાનાં અમલીકરણને ટેકો આપવામાં આવશે, સુરક્ષા પર એઆરએફ કાર્યયોજનાનો અમલ કરવામાં આવશે તથા ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજીસ (આઇસીટી)નો ઉપયોગ કરીશું અને આઇસીટીનાં ઉપયોગમાં એઆરએફ ઇન્ટર-સેશનલ મીટિંગ્સ ઓન સીક્યોરિટી પર કામ કરવાવામાં આવશે તથા અન્ય આસિયાન પ્રાદેશિક સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલી સાયબર ક્ષમતા નિર્માણ પહેલોનો વધારે મજબૂત કરવામાં આવશે તથા 2015 આસિયાન-ઇન્ડિયા સાયબરસીક્યોરિટી કોન્ફરન્સમાં સૂચિત પ્રથમ આસિયાન-ઇન્ડિયા સાયબર ડાયલોગનું વર્ષ 2018માં આયોજન કરવામાં આવશે.

 

આર્થિક સહકાર

  1. આસિયાન અને ભારત વચ્ચે આર્થિક સંબંધોને વધારે મજબૂત કરવામાં આવશે, જે માટે આસિયાન અને ભારત વચ્ચે મુક્ત વેપાર ક્ષેત્રોનો સંપૂર્ણ ઉપયોગ અને અમલ કરવામાં આવશે તથા વર્ષ 2018માં આધુનિક, વિસ્તૃત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને પારસ્પરિક લાભદાયક પ્રાદેશિક વિસ્તૃત આર્થિક ભાગીદારી (આરસીઇપી)ને ઝડપથી પૂર્ણ કરવા માટેનાં પ્રયાસોને સઘન કરવામાં આવશે.

 

  1. સંયુક્ત રાષ્ટ્રનાં દરિયા સાથે સંબંધિત કાયદા પર સંમેલન (યુએનસીએલઓએસ) તરીકે પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ભારત અને પેસિફિક મહાસાગરોમાં દરિયાઈ સંસાધનોની જાળવણી અને સ્થાયી ઉપયોગ માટે સહકાર સ્થાપિત કરવામાં આવશે તથા આ સંસાધનોનાં જોખમોનું નિવારણ કરવામાં આવશે, જેમાં ગેરકાયદેસર, રિપોર્ટ ન કરેલ અને નિયમનનું પાલન કર્યા વિના માછીમારી, દરિયાઈ ઇકોસિસ્ટમનો નાશ અને પ્રદૂષણની નુકસાનકારક અસરો, દરિયામાં એસિડિક પદાર્થોનાં પ્રમાણમાં વધારો થવો, દરિયામાં કાટમાળમાં વધારો તવો તથા દરિયાઈ વાતાવરણમાં પ્રજાતિઓનું આક્રમણ સામેલ છે. આ સંબંધમાં દરિયાઈ અર્થતંત્રનાં ક્ષેત્રમાં સહકારની તકો ચકાસવામાં આવશે અને આ અંગે સહકારનું સંભવિત માળખું સ્થાપિત કરવા ભારતનાં દરખાસ્તની નોંધ લેવામાં આવશે.

 

  1. 6 નવેમ્બર, 2008નાં રોજ મનિલામાં 14મી આસિયાન ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની બેઠખનું આયોજન થયું હતું, જેમાં આસિયન-ઇન્ડિયા ઉડ્ડયન સહકાર માળખાનો સ્વીકાર થયો હતો, જે અંતર્ગત ઉડ્ડયનનાં ક્ષેત્રમાં સહકારને વધુ ગાઢ બનાવવામાં આવશે, જેમાં પ્રાદેશિક હવાઈ સેવાઓની વ્યવસ્થાઓ પર આસિયાન-ભારત કાર્યકારી જૂથ દ્વારા હવાઈ સેવાઓની મંત્રણા યોજવાની અને આસિયાનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે ટેકનિકલ, આર્થિક અને નિયમનકારી બાબતો પર હવાઈ પરિવહન સહકાર સ્થાપિત કરવાની બાબતો સામેલ છે. આસિયનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે પ્રવાસન, વેપારને પ્રોત્સાહન આપવા અને જોડાણને વધારવા આસિયાન-ઇન્ડિયા વચ્ચે ગાઢ હવાઈ જોડાણ સ્થાપિત કરવામાં આવશે.

 

  1. આસિયાનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે દરિયાઈ પરિવહન ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ શ્રેષ્ઠ જોડાણ સુવિધાઓ ઊભી કરવા બંદર, દરિયાઈ લોજિસ્ટિક્સ નેટવર્ક અને દરિયાઈ સેવાઓનાં વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની સંભવિતતાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ચર્ચાવિચારણા કરવા આસિયાન અને ભારતને પ્રોત્સાહન આપવામાં આવશે.

 

  1. ઉડ્ડયન અને દરિયાઈ પરિવહનનાં ક્ષેત્રમાં સહકાર વધારવામાં આવશે તથા આસિયાન-ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ (એઆઇ-એટીએ) અને આસિયાન-ઇન્ડિયા મેરિટાઇમ ટ્રાન્સપોર્ટ એગ્રીમેન્ટ (એઆઇ-એમટીએ)ને ઝડપથી પૂર્ણ કરવા બંને પક્ષો આતુર છે.

 

  1. આઇસીટીમાં સહકારને વધારવા આઇસીટી નીતિઓને સંવર્ધિત કરવામાં આવશે, ક્ષમતાનું નિર્માણ કરવામાં આવશે, ડિજિટલ જોડાણ વધારવામાં આવશે, માળખાગત સુવિધાઓ અને સેવાઓ વધારવામાં આવશે, આસિયાનનાં કેટલાંક સભ્યો દેશોમાં સેન્ટર ઑફ એક્સલન્સ ઇન સોફ્ટવેર ડેવલપમેન્ટ એન્ડ ટ્રેનિંગ (સીઇએસડીટી)ની સ્થાપના માટે આઇસીટી માનવ સંસાધન વિકસાવવામાં આવશે, આઇસીટી સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ અનુકૂળતા માટે વિકસતી ટેકનોલોજી ચકાસવામાં આવશે;જે માટે આસિયાન કનેક્ટિવિટી 2025 અને આસિયાન આઇસીટી માસ્ટર પ્લાન 2020 પર માસ્ટર પ્લાન સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવશે.
  2. ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો (એમએસએમઇ) માટે સ્થિર અને સ્થાયી વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં આવશે, જે ટેકનોલોજીનાં હસ્તાંતરણ, તેનાં પ્રસાર, સ્વીકાર અને અનુકૂળતા તેમજ ક્ષમતા નિર્માણ, ટેકનિકલ સહાય, વિતરણ ચેનલ, નાણાકીય સુવિધાઓ, નવીનતાની સુલભતા તથા વૈશ્વિક અને પ્રાદેશિક મુલ્ય સાંકળમાં સંકલિત કરવાની તકો તથા પ્રસ્તુત હોય ત્યાં પ્રોજેક્ટ ડેવલપમેન્ટ ફંડ અને ક્વિક ઇમ્પેક્ટ ફંડનાં ઉપયોગ મારફતે કરવામાં આવશે.

 

  1. કૃષિ અને ઊર્જાનાં ક્ષેત્રોમાં સહકારને મજબૂત કરીને આપણાં વિસ્તારમાં લાંબા ગાળાની ખાદ્ય અને ઊર્જા સુરક્ષા માટે સહકાર વધારવાનું જાળવી રાખવામાં આવશે;આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) સહિત આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મારફતે પુનઃપ્રાપ્ય ઊર્જા ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા સંયુક્તપણે કામ કરશે, જ્યાં આ લાગુ પડે છે.

 

  1. આસિયાન-ઇન્ડિયા ઇન્નોવેશન પ્લેટફોર્મ, આસિયાન-ઇન્ડિયા રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ફેલોશિપ સ્કીમ અને આસિયાન-ઇન્ડિયા કોલાબોરેટિવ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા પર આસિયાન કાર્યયોજના (એપીએએસટીઆઇ) 2016-2025 સાથે સુસંગત ક્ષેત્રો પર સહકાર સ્થાપિત કરીને વિજ્ઞાન અને ટેકનોલોજી (એસએન્ડટી)માં ક્ષેત્રીય સંબંધોને ગાઢ કરવાનું જાળવી રાખશે. તેમાં નેનો ટેકનોલોજી, મટિરિયલ્સ સાયન્સ અને બાયોટેકનોલોજી સામેલ છે. તેનાં પરિણામે આસિયાન અને ભારત બંને પક્ષની વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ક્ષમતા વધશે.

 

  1. આસિયાન-ઇન્ડિયા અંતરિક્ષ સહકાર કાર્યક્રમનો અમલ કરીને અંતરિક્ષમાં શાંતિપૂર્ણ ઉદ્દેશો માટે સહયોગને વધારવામાં આવશે, જેમાં ઉપગ્રહો છોડવાની કામગીરી, ટેલીમેટ્રી ટ્રેકિંગ અને કમાન્ડ સ્ટેશનો મારફતે તેમનું નિરીક્ષણ તથા જમીન, સમુદ્ર, વાતાવરણનાં સ્થાયી સંશોધન માટે ઉપગ્રહની તસવીરોનો ઉપયોગ તેમજ પ્રદેશનાં સમાન વિકાસ માટે ડિજિટલ સંસાધનોનો ઉપયોગ સામેલ છે. સાથે સાથે નાનાં ઉપગ્રહો, આંતર-ઉપગ્રહ સંચાર, ઉપગ્રહ પ્રક્ષેપણ અને અંતરિક્ષની માહિતીનું અવલોકન જેવી વિકસતી અંતરિક્ષ ટેકનોલોજીનાં સંશોધન અને વિકાસમાં સહકાર ચકાસવામાં આવશે.

 

  1. આસિયાન-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ મારફતે ખાનગી ક્ષેત્રનાં જોડાણને પ્રોત્સાહન આપવાનું અને બિઝનેસ-ટૂ-બિઝનેસ સંબંધોને મજબૂત કરવાનું જાળવી રાખવામાં આવશે તેમજ આસિયાન અને ભારતનાં ઉત્પાદનો અને સેવાઓની બ્રાન્ડ જાગૃતિને પ્રોત્સાહન આપવા વેપારી કાર્યક્રમોને ઉત્તેજન આપવામાં આવશે, જેથી બંને પક્ષો વચ્ચે આર્થિક જોડાણમાં વધારો થશે. અમે આસિયાન-ઇન્ડિયા ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરની સ્થાપના કરવા આતુર છીએ.

 

સામાજિક-સાંસ્કૃતિક સહકાર

 

  1. આસિયાનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણને પ્રોત્સાહન આપવા સહકાર સ્થાપિત કરવામાં આવશે. આ માટે નીતિનિર્માતાઓ, સંચાલકો અને સંબંધિત શિક્ષાવિદો વચ્ચે મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસા સાથે માહિતીનું આદાનપ્રદાન કરવા મંચ પ્રદાન કરવામાં આવશે;આસિયાન-ભારત સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણમાં પારસ્પરિક લાભદાયક સાંસ્કૃતિક અને ઐતિહાસિક પ્રતીકો અને માળખાઓની જાળવણી કરવાનાં, તેનું સંરક્ષણ કરવાનાં અને પુનઃસ્થાપિત કરવાનાં પ્રયાસોને સઘન કરવામાં આવશે, જેમાં મેકોંગ નદીને સમાંતર શિલાલેખો સ્થાપિત કરવા ભારતની દરખાસ્ત તથા આસિયાન-ભારત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો પર પરિષદો અને કાર્યક્રમોનું આયોજન સામેલ છે.

 

  1. આસિયાન પોસ્ટ-2015 હેલ્થ ડેવલપમેન્ટ એજન્ડા સાથે પ્રસ્તુત ક્ષેત્રોમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સહકારને પ્રોત્સાહન આપવામાં આવશે, ખાસ કરીને આરોગ્ય વ્યવસ્થા અને સારસંભાળની સુલભતાને મજબૂત કરવામાં આવશે તેમજ સુરક્ષિત અને સારી ગુણવત્તાયુક્ત મેડિકલ ઉત્પાદનો તથા વાજબી ગુણવત્તાયુક્ત દવાઓનું આદાનપ્રદાન કરવામાં આવશે, જેમાં પરંપરાગત અને પૂરક દવાઓ અને તબીબી પદ્ધતિઓ સામેલ છે.

 

  1. સાંસ્કૃતિક પ્રવાસનને પ્રોત્સાહન આપીને સાંસ્કૃતિક જોડાણને મજબૂત કરવામાં આવશે અને લોકો વચ્ચે સંપર્ધ વધારવામાં આવશે, જે માટે દિલ્હી ડાયલોગ, આસિયાન-ઇન્ડિયા નેટવર્ક ઑફ થિંક ટેન્ક (એઆઇએનટીટી), આસિયાન-ઇન્ડિયા એમિનેન્ટ પર્સન્સ લેક્ચર સીરિઝ (એઆઇઇપીએલએસ) જેવા કાર્યક્રમો, રાજદ્વારીઓ માટે તાલીમ અભ્યાસક્રમો તેમજ વિદ્યાર્થીઓ, સાંસદો, ખેડૂતો, મીડિયા માટે આદાનપ્રદાનનાં કાર્યક્રમો અને અન્ય યુવાલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.

 

  1. અંગ્રેજી ભાષાની તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને રોજગારલક્ષી તાલીમ કેન્દ્રોની સ્થાપના અને વાર્ષિક શિષ્યાવૃત્તિની સહાય સ્વરૂપે શૈક્ષણિક અને યુવાલક્ષી ક્ષેત્રોમાં સહકારને વધુ મજબૂત કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં ભારતીય ટેકનિકલ અને આર્થિક સહકાર (આઇટીઇસી) શિષ્યાવૃત્તિઓ, આસિયાન-ઇન્ડિયા ગૂડવિલ સ્કોલરશિપ, નાલંદા સ્કોલરશિપ સામેલ છે તથા આસિયાન-ભારત યુનિવર્સિટીઓનું નેટવર્ક સ્થાપિત કરવાની સંભાવના ચકાસવામાં આવશે તેમજ આસિયાન યુનિવર્સિટી નેટવર્ક સહિત એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવશે.

 

  1. આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય ધોરણે સહાયમાં આસિયાન-ભારત વચ્ચેનાં સહકારને વધારે મજબૂત કરવામાં આવશે, જેમાં એક આસિયાન, એકીકૃત કામગીરીઃ વિસ્તારની અંદર અને બહાર આપત્તિનો સામનો આસિયાન દેશોએ એક થઈને કરવાનાં આસિયાન જાહેરનામાને સાકાર કરવા આસિયાન કોઓર્ડેનેટિંગ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એએચએ સેન્ટર – આપત્તિ વ્યવસ્થાપન પર માનવીય ધોરણે સહાય માટે આસિયાન સંકલન કેન્દ્ર)નાં કાર્યને ટેકો આપવા તથા પ્રાદેશિક આપત્તિ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠ સંકલન માટે એએચએ સેન્ટર અને તેની ભારતીય સમકક્ષ સંસ્થાઓ વચ્ચે ભાગીદારી સ્થાપિત કરવામાં આવશે.

 

  1. મહિલાઓનાં સશક્તિકરણ, મહિલાઓ અને બાળકોનાં અધિકારોનાં પ્રોત્સાહન અને સંરક્ષણ, તેમની સામે તમામ પ્રકારનાં હિંસાને નાબૂદ કરવા તથા આસિયાન-ઇન્ડિયા પ્લાન ઑફ એક્શન (પીઓએ) 2016-2020 તેમજ પ્રસ્તુત આસિયાન માળખું અને આ બાબતો પર વ્યવસ્થાને ટેકો આપવા આસિયાન અને ભારતનાં સરકારી અધિકારીઓ વચ્ચે તથા પ્રસ્તુત હિતધારકો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં આવશે.

 

  1. પર્યાવરણનાં વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તનમાં સહકારને પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં એએસસીસી બ્લૂપ્રિન્ટ 2025માં જણાવેલ પ્રસ્તુત વ્યૂહાત્મક પગલાઓનાં અમલીકરને ટેકો આપવા, પર્યાવરણ પર આસિયાન વરિષ્ઠ અધિકારીઓનાં જૂથ (એએસઓઇએન)ની પ્રાથમિકતાઓને અને આબોહવામાં ફેરફાર પર આસિયાન કાર્યકારી જૂથ (એડબલ્યુજીસીસી) કાર્યયોજના 2016-2025ને ટેકો આપવા સંભવિત સહકારનાં ક્ષેત્રોની ચકાસણી સામેલ છે.

 

  1. જૈવ વિવિધતાનાં સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સહકારને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે માહિતી અને અનુભવનું આદાનપ્રદાન કરવામાં આવશે, સંયુક્ત સંશોધન પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે તથા જૈવ વિવિધતાનાં નાશ અને ઇકોસિસ્ટમનાં ધોવાણની સમસ્યાનું સમાધાન કરવા ક્ષમતા નિર્માણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં આસિયાન સેન્ટર ફોર બાયોડાઇવર્સિટી (એસીબી)નાં કામને ટેકો આપવાની બાબત સામેલ છે.

 

  1. નાગરિક સેવાની બાબતોમાં આસિયાનનાં સભ્ય દેશો અને ભારત વચ્ચે ગઠબંધનની રચના, નેટવર્કિંગ અને ભાગીદારીમાં સહકારની શક્યતા ચકાસવામાં આવશે, જેમાં આસિયાન સમુદાયનાં વધુ સંકલનને ટેકો આપવાનાં ઉદ્દેશ માટે આસિયાન દેશોનાં સરકારી અધિકારીઓને તાલીમ આપવી તથા આસિયાન સામુદાયિક વિઝન 2025નું અમલીકરણ સામેલ છે.

 

જોડાણ

  1. એમપીએસી 2025 અને એઆઇએમ 2020ને સુસંગત ભૌતિક અને ડિજિટલ જોડાણ વધારવા અમારી કટિબદ્ધતાને પ્રતિપાદિત કરવા ભૌતિક માળખાગત સુવિધા અને ડિજિટલ જોડાણને પ્રોત્સાહન આપવા ભારત દ્વારા જાહેર થયેલી 1 અબજ અમેરિકન ડોલરની લાઇન ઑફ ક્રેડિટનો લાભ પ્રાપ્ત કરવામાં આવશે.

 

  1. ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટ વહેલાસર પૂર્ણ કરવા અને ત્રિપક્ષીય હાઇવેને કમ્બોડિયા, લાઓ પીડીઆર અને વિયેતનામ સુધી લંબાવવા પ્રોત્સાહન આપવામાં આવશે.

 

વિકાસમાં રહેલાં અંતરને ઓછો કરવા સહકાર સ્થાપિત કરવો

 

  1. આસિયાનનાં સભ્ય દેશોની અંદર અને દેશો વચ્ચે રહેલાં વિકાસનાં અંતરને ઘટાડવા આઇએઆઇ કાર્યયોજનાIII આસિયાનનાં પ્રયાસોને ભારતનાં સતત સાથસહકારને અમે આવકારીએ છીએ અને બિરદાવીએ છીએ.

 

ભારતની રાજધાની નવી દિલ્હીમાં 25 જાન્યુઆરી, 2018નાં રોજ સ્વીકાર કરવામાં આવ્યું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 ડિસેમ્બર 2024
December 22, 2024

PM Modi in Kuwait: First Indian PM to Visit in Decades

Citizens Appreciation for PM Modi’s Holistic Transformation of India