કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલના નેતૃત્વમાં આજે એક પ્રતિનિધિ મંડળે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના સભ્યો પણ સામેલ હતા.
પ્રતિનિધિ મંડળે કેન્દ્ર સરકારની યોજના ‘સેવા ભોજ યોજના’ માટે પ્રધાનમંત્રીનો આભાર પ્રગટ કર્યો હતો કે જે ગુરુદ્વારા સહિતની ચેરીટેબલ ધાર્મિક સંસ્થાઓ દ્વારા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવતા લંગર અને પ્રસાદની વસ્તુઓ પર સીજીએસટી અને આઈજીએસટીના કેન્દ્રીય ભાગને ભરપાઈ કરી દેશે.
પ્રતિનિધિ મંડળે શેરડીના ઉત્પાદક ખેડૂતો પરના બોજને હળવો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા શ્રેણીબદ્ધ પગલાઓ માટે પણ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો.