ભાજપનાં પછાત વર્ગનાં સાંસદો અને નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યું હતું.
પ્રતિનિધિમંડળનાં સભ્યોએ પછાત વર્ગનાં પંચને બંધારણીય દરજ્જો આપવા બદલ પ્રધાનમંત્રીને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સભ્યોએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પગલું અન્ય પછાત વર્ગ (ઓબીસી)નાં સમુદાયને સક્ષમ બનાવવામાં મદદ કરશે.
પ્રધાનમંત્રીએ પ્રતિનિધિમંડળને તેમની પ્રશંસા અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ અન્ય પછાત વર્ગ સમુદાયનાં ઉત્થાન માટે ખાસ કરીને મૂળભૂત સ્તરે સતત કામ કરવા માટે પ્રતિનિધિમંડળને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે સભ્યોને તેમનાં અધિકારોનાં સંબંધોમાં સમુદાયો વચ્ચે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ કુમાર ગંગવાર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.