પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂટાન પર તેમની મુલાકાત પર જતાં અગાઉ આપેલા નિવેદનનો મૂળ પાઠ નીચે મુજબ છે.
“હું 17-18 ઓગસ્ટ, 2019નાં રોજ ભૂટાનની સત્તાવાર મુલાકાતે જવાનો છું.
મારી ચાલુ મુદ્દતની શરૂઆતમાં ભૂટાનની મારી મુલાકાત ભૂટાન સાથે ભારત સરકારનાં ગાઢ સંબંધોનું મહત્ત્વ પ્રતિબિંબિત કરે છે. ભૂટાન એ ભારતનો વિશ્વસનિય મિત્ર અને પડોશી દેશ છે.
ભારત અને ભૂટાન વચ્ચે ઉત્કૃષ્ટ દ્વિપક્ષીય સંબંધો છે, જે બંને દેશો વચ્ચે વિસ્તૃત વિકાસલક્ષી ભાગીદારી, પારસ્પરિક લાભદાયક હાઇડ્રો-પાવર સહકારયુક્ત સંબંધ તથા મજબૂત વેપારી અને આર્થિક જોડાણને સૂચવે છે. આ બંને દેશો વચ્ચેનાં ગાઢ આધ્યાત્મિક વારસા અને લોકો વચ્ચેનાં સંબંધોનું પ્રતીક છે.
બંને દેશોએ સંયુક્તપણે ગયા વર્ષે ઔપચારિક દ્વિપક્ષીય સંબંધો સ્થાપિત કરવાની સુવર્ણજયંતિની ઉજવણી કરી હતી.
અત્યારે ભારત-ભૂટાન પાર્ટનરશિપ વિશિષ્ટ છે અને ભારત સરકારની ‘પડોશી પ્રથમ’ની નીતિનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે.
હું મહામહિમ રાજા, મહામહિમ ચોથા ડ્રક ગ્યાલ્પો અને ભૂટાનનાં પ્રધાનમંત્રી સાથે ફળદાયક ચર્ચા કરવા આતુર છું, જેમાં બંને દેશો વચ્ચેનાં સંપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોને આવરી લેવામાં આવશે. હું પ્રતિષ્ઠિત રૉયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનમાં ભૂટાનનાં યુવાન વિદ્યાર્થીઓને સંબોધવા આતુર છું.
મને વિશ્વાસ છે કે, મારી મુલાકાતથી ભૂટાન સાથેનાં આપણો સદીઓ જૂનાં અને અમૂલ્ય મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન મળશે તથા આપણાં બંને દેશોનાં લોકોનાં સમૃદ્ધ ભવિષ્ય અને પ્રગતિને મજબૂત કરશે.”