પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા પરથી 77મા સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે સહકારી સંસ્થાઓ દેશના સામાજિક અર્થતંત્રનો મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે કહ્યું કે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા, આધુનિકીકરણ કરવા અને દેશના દરેક ખૂણે લોકશાહીના સૌથી મોટા એકમને મજબૂત કરવા માટે એક અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સહકાર મંત્રાલય દેશમાં સહકારી સંસ્થાઓનું નેટવર્ક ફેલાવી રહ્યું છે, તે સુનિશ્ચિત કરે છે કે સૌથી ગરીબ વ્યક્તિઓનો પણ અવાજ સંભળાય, તેમની જરૂરિયાતો પૂરી થાય અને તેઓ દેશના વિકાસમાં યોગદાન આપી શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે "સહકાર સે સમૃદ્ધિ"નો માર્ગ પસંદ કર્યો છે.