વ્હાલા મિત્રો,
શિક્ષક દિવસે હું ગુજરાતના 1.5 કરોડ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ચર્ચા કરી હતી. આ રસપ્રદ ચર્ચા દરમિયાન અમદાવાદની એક વિદ્યાર્થીનીએ મને પ્રશ્ન કર્યો કે તેના પરિવારના એક સભ્યને ધુમ્રપાનની આદત છોડાવવા માટે તેણે કયાં પગલાં ભરવા જોઇએ.
આ પ્રશ્ને દરેક પુત્રીઓની ચિંતા વ્યક્ત કરી હતી અને પ્રશ્ન અંતઃકરણ પુર્વક પુછાયેલો હતો! દિકરી નાની ઉંમરથી જ તેના પરિવાર માટે કઇ સારી બાબત છે તેના પર ધ્યાન રાખતી હોય છે, પરંતુ આ પ્રશ્ન માત્ર દિકરીઓ પુરતો સિમિત નથી. બીજા લાખો લોકો અને ખાસ કરીને માતઓ અને દિકરીઓ ગુટખા અને સિગારેટની આદત અને તેના જોખમની અસરથી પોતાના પરિવારને દૂર રાખવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. કારણકે ગુટખા અને સિગારેટ પીવાની આદતને કારણે તેમના પરિવારોમાં ભંગાણ સર્જાયું હોય છે.
મને આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારે આ દિશામાં મહત્વપુર્ણ પગલું ભર્યું છે. આપને જાણકારી હશે કે 11મી સપ્ટેમ્બર, 2012થી રાજ્યભરમાં ગુટખાના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમે એક એવા સમાજની રચના કરવા પ્રતિબદ્ધ છીએ, જ્યાં સ્વાસ્થ્યને હાનિકારક એવાં ગુટખાના સેવનને કારણે કોઇપણ મહિલાને વિધવા થવાનો વારો ન આવે. અમે એવો દિવસ જોવા માગીએ છીએ, જ્યારે ગુટખાના વપરાશને કારણે કોઇપણ બાળકને તેના પિતા અથવા કોઇપણ માતાને તેનો પુત્ર ગુમાવવો ન પડે.
11મી સપ્ટેમ્બર, 1893માં શિકાગો ખાતે યોજાયેલી વૈશ્વિક ધર્મ સંસદમાં સ્વામી વિવેકાનંદે આત્માને ઝંઝોળતું પ્રવચન આપ્યું હતું. 119 વર્ષ પહેલાં જે રીતે સ્વામી વિવેકાનંદે તેમના પ્રવચન દ્વારા સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ લાવ્યાં, આપણે પણ આશા રાખીએ કે આ ખાસ દિવસથી આપણે ગુટખાના અનિષ્ટને દૂર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરીએ.
ગુટખાની હાનિકારકતા તમે જે માનો છો તેનાથી ઘણી વધારે છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે બદામ કરતાં ગુટખા વધુ મોંઘી હોય છે. જોકે, જેમને ગુટખાની લત હોય છે તેઓ આ બાબત ક્યારેય સમજશે નહીં અને પોતાના પતન તરફ આગળ વધશે, જ્યાંથી ક્યારેય પાછું ફરી શકાતું નથી. આપણે પોતાની જાતને પ્રશ્ન કરવો જોઇએ કે ગુટખા પાછળ ખર્ચાતા નાણા શું માનવ જીવનના મૂલ્ય માટે યોગ્ય છે? માનવીને જ નહીં, પરંતું ગાયો પણ ગુટખાની શિકાર બને છે. ઘણીવાર જોવા મળે છે કે ગાયો પણ ગુટખાના પેકેટ આરોગતી હોય છે, જે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આથી, ગુટખાને ના કહેવાથી તમે માનવ જીવન સાથે ગાય માતાને પણ બચાવી શકશો.
મિત્રો, ગુજરાતને ગુટખાના રાક્ષસથી બચાવવા સરકારના પ્રયત્નોથી પણ વધારે તમારો સહકાર વધુ મહત્વપુર્ણ છે. આપણા જીવનમાંથી ગુટખાને દૂર કરીને યુવાનોને કેન્સરના રોગથી બચાવવા માટે આપણે સાથે મળીને કામ કરવું પડશે. મને વિશ્વાસ છે કે યોગ્ય સહાકર અને માર્ગદર્શનથી આ શક્ય બનશે. પણ જો તમે માનતા હોવ કે ચેતવણીથી જ ગુટખા ખાવાની આદતને બંધ કરી શકાય તો તમે ભુલ કરો છો. ગુટખાની આદત છોડાવવા માટે તમારે અન્ય માર્ગો પણ અપનાવવા પડશે. ઉદાહરણરુપે, જો તમારા પરિવારનો કોઇ સભ્યને ગુટખા ખાવાની તીવ્ર ઇચ્છા થાય તો તમે તેમની સાથે ચાલવા જવું કે પછી સારું સંગીત સાંભળવું અથવા સાથે બેસીને ચા અથવા કોફી પીવાની ઓફર કરીને તેમનું ધ્યાન અન્યત્ર ખેંચી શકો છો. ધીમે ધીમે તમે નોંધશો કે તેમનું ગુટખાનું સેવન ઘટી રહ્યું છે. ગુટખા ખાવાથી જેમને કેન્સર થયું હોય તેવા દર્દીઓના ફોટા બતાવો અને મને ખાતરી છે કે એકવાર તેઓ આ ફોટાને જોશે તો તેઓ ગુટખાના સેવન અંગે પુનઃવિચાર કરશે. તમારો પ્રેમ, લાગણી અને સંભાળ તેમને આદતમાંથી બહાર લાવવામાં મદદરૂપ નિવડશે.
આથી જ મેં આપને આ ઝુંબશેમાં હિસ્સો લેવા આમંત્રણ આપ્યું છે. હું આપને અરજ કરું છું કે તમારો ફોન ઉપાડો અને 8000980009 પર મીસ કોલ કરો. વધુમાં જો તમારી પાસે ગુટખાની હાનિકારકતા અંગેના ફોટોગ્રાફ કે મુવી હોય તો અન્ય લોકોને તે બતાવો. તમે નિબંધ લખીને કે આ વિષય પર શોર્ટ ફિલ્મ કે પોસ્ટર તૈયાર કરીને તેને વેબસાઇટ પર મૂકી શકો છો, જેથી તમામ લોકો તેને જોઇ શકે. સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ -નો ટુ ગુટખા- ના ટેગ સાથે ગુટખાની હાનિકારકતા અને આદત છોડવા અંગેનો સંદેશો વહેતો કરી શકે છે. આ સૂચવે છે કે આપણે સાથે મળીને ભરેલું નાનું પગલું મોટો બદલાવ લાવી શકે છે.
જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે મેં ગુટખા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી ત્યારે મોટાપ્રમાણમાં સહકાર પ્રાપ્ત થવાનું ક્યારેય વિચાર્યું ન હતું. જૂનાગઢમાં જાહેરાત કર્યાંના તુરંત જ સમારોહમાં ઉપસ્થિત એક સ્વાતંત્ર્ય સેનાનીએ મને ગુટખાનું પેકેટ આપીને કહ્યું "આજથી ગુટખા બંધ." ઘણી બહેનોએ તેમના સહકાર વ્યક્ત કરતાં પત્રો લખ્યાં છે. મારા માટે આ અનુભવ હ્રદયસ્પર્શી હતો.
મને વિશ્વાસ છે કે આપણે સાથી મળીને સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીશું, જ્યાં ગુટખાના કેસ જેવી બાબત માત્ર ઇતિહાસ બનીને રહી જશે.
આપનો,
નરેન્દ્ર મોદી
Gutka Mukti Abhiyan- A historic step! | |
Seers from different faiths extend support to Gutka Mukti Abhiyan | |
Extend solidarity with Gutka Mukti Abhiyan | |
If you don't stop Gutka , you can't stop Cancer |