શ્રી મોદીનું ખાંભા અને વેરાવળમાં વિશાળ જનમેદનીને સંબોધન   

કોંગ્રેસ દેશ માટે નહીં, પરંતુ ફક્ત વોટબેન્કની રાજનીતિ માટે ચિંતિત છે : શ્રી મોદી

આખા ગુજરાતની સાથે સાથે કોંગ્રેસના કચ્છ-કાઠિયાવાડમાંથી પણ સૂપડા સાફ થઈ જશે : શ્રી મોદી  

જ્યારે દગાની વાત આવે છે ત્યારે કોંગ્રેસનો કોઈ સામનો નથી કરી શકતું : મુખ્યમંત્રી

અમે ફક્ત વર્તમાન માટે જ કામ નથી કર્યું , પરંતુ ભવિષ્ય માટે પણ કામ કર્યું છે..! શ્રી મોદીએ કહ્યું

છ કરોડ ગુજરાતી અન્યાયની વિરુદ્ધમાં અને વિકાસ માટે એકમત છે : શ્રી મોદી

 

શનિવાર 1 ડિસેમ્બર, 2012 ના રોજ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના બાદ શ્રી નરેન્દ્ર મોદીએ ખાંભા અને વેરાવળમાં વિશાળ જનમેદનીને સંબોધી. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશ અને યુવાનો અથવા તો ખેડૂતો માટે ચિંતિત નથી, પરંતુ તેને ફક્ત વોટ બેન્કની રાજનીતિમાં અને પોતાનો ખજાનો ભરવામાં જ રસ છે. તેમણે કહ્યું કે ભાજપનો એજન્ડા છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે  આખા ગુજરાતની સાથે સાથે કોંગ્રેસના કચ્છ-કાઠિયાવાડમાંથી પણ સફાયો થશે.  

શ્રી મોદીએ પૂછ્યું, મોટી સંખ્યામાં દિલ્હીમાં થયેલા કૌભાંડો જોઈને શું આપણે ગુજરાતને કોંગ્રેસના હાથમાં સોંપી શકીએ? તેમણે તે દિવસોને યાદ કર્યા જ્યારે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વોટબેન્કની રાજનીતિ રમાતી હતી. તેમણે જાતિવાદ અને રાજનીતિના જોખમોની વાત કરી અને કહ્યું કેટલાક રાજ્યો જાતિવાદની રાજનીતિની કારણે ઘણા વર્ષોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

તેમણે ભાર દઈને કહ્યું કે જ્યારે લોકોને દગો આપવાની વાત આવે છે ત્યારે કોંગ્રેસની તોલે કોઈ આવી ન શકે. તેમણે યાદ કર્યું કે 2009 માં કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઉપર અંકુશ મૂકવાનું વચન આપ્યું હતું, પરંતુ ન તો ફક્ત એમનું વચન પૂરું ન થયુ, પરંતુ તેમણે ગેસ સિલેન્ડર પણ પડાવી લીધા છે.     

મુખ્યમંત્રીએ કહ્યું કે 2007 માં યૂ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી છોટા ઉદેપુર આવ્યા હતા અને મીડિયાને કહ્યું હતું કે ‘મોદી સાફ થઈ જશે’, પરંતુ છોટા ઉદેપુરથી કોંગ્રેસ સાફ થઈ ગઈ.  તેવી જ રીતે, આ વખતે શ્રીમતી ગાંધી રાજકોટ આવ્યા હતા, પરંતુ હવે જ્યારે એમને એમની દિશા બદલી છે, ગુજરાતમાં કોંગ્રેસની દુર્દશા નહીં બદલાય એવું નથી., શ્રી મોદીએ જણાવ્યું.

Watch : Shri Modi to campaign in Saurashtra and South Gujarat on 1sr December 2012 Khambha

શ્રી મોદીએ કોંગ્રેસ ઉપર માછીમારોના સમાજ માટે કંઈ જ ન કરવાનો આક્ષેપ કર્યો અને ગુજરાત સરકારની સાગરખેડૂ યોજના વિશે વાત કરી જેનાથી માછીમારોના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. તેમણે અગરિયાઓ પ્રત્યે કોંગ્રેસ દ્વારા કરેલા અન્યાયની વાત કરી તેમ જ ગોચર જમીન ઉપર બોલવામાં આવેલ જૂઠાણાની પોલ પણ ખોલી.

તેમણે કહ્યું કે તેનો આધાર પ્રજા ઉપર રહેલો છે કે તેમને કેવા પ્રકારની સરકાર જોઈએ છીએ અને કહ્યું કે ભાજપ સરકારે અગાઉના 11 વર્ષોમાં ફક્ત વર્તમાન પેઢી માટે જ નહીં પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પણ કામ કર્યું છે.    

શ્રી મોદીએ મક્કમતાથી કહ્યું કે છ કરોડ ગુજરાતી અન્યાયની વિરુદ્ધમાં અને વિકાસ માટે એકમત છે. 

જનસભામાં સમાજના દરેક વર્ગના લોકોની ઊપસ્થિતિ હતી. જનસભામાં મોટી સંખ્યામાં મહિલા મતદાતાઓ પણ ઉપસ્થિત હતી.

Watch : Shri Modi to campaign in Saurashtra and South Gujarat on 1sr December 2012 Veraval

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
2024: A Landmark Year for India’s Defence Sector

Media Coverage

2024: A Landmark Year for India’s Defence Sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ડિસેમ્બર 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance