કોંગ્રેસ વિકાસના મૂદે ચૂંટણીના મેદાનમાં આવી શકતી જ નથી
માત્ર કોમવાદના કાવાદાવા અને વોટબેન્કના રાજકારણની જ ફાવટ છે કોંગ્રેસને
ઐતિહાસિક વિક્રમસર્જક મતદાન દર્શાવે છે કે ભાજપાનો વિજય પણ વિક્રમ સર્જશેકારણ આ ચૂંટણી છ કરોડ ગુજરાતીઓ લડે છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે થ્રીડી ટેકનોલોજીના લાઇવ ટેલીકાસ્ટ દ્વારા રાજ્યના પ૩ સ્થળો ઉપર યોજાયેલી જંગી ચૂંટણીસભાઓમાં છવાઇ ગયા હતા.વિકાસના મૂદે ચૂંટણી લડવાનું કોંગ્રેસનું ગજું જ નથી એણે તો ૬૦ વર્ષથી વોટબેન્કના રાજકારણ અને કોમવાદના કાવાદાવાથી ચૂંટણી જીતી છે. ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થવાનો છે કારણ, ગુજરાતમાં કોંગ્રેસ વિકાસના મૂદે મેદાનમાં આવી શકતી જ નથી.
સમગ્ર વિશ્વમાં જાહેર ચૂંટણી અભિયાનમાં થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇતિહાસ સર્જનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી ૧૭મી ડિસેમ્બરે જ્યાં મતદાન થવાનું છે તેવી ૯પ બેઠકોને આવરી લેતા આ લાઇવ ટેલિકાસ્ટમાં જણાવ્યું કે આ ચૂંટણીમાં પ૦ વર્ષમાં પહેલીવાર વિક્રમ સર્જતું મતદાન જનતાએ પ્રથમ તબકકામાં કર્યું છે. હું એવું સ્પષ્ટ પણે જણાવું છું કે મતદાનના ઇતિહાસની સાથે ભાજપાનો પણ વિજયનો નવો વિક્રમ સર્જાશે કારણ કે આ ચૂંટણી છ કરોડ ગુજરાતીઓ લડે છે.
હું હજારો ગામોમાં ગયો છું. ભાજપાની આંધિ છે. કોંગ્રેસ પાર્ટીના નરાતાળ જૂઠ્ઠાણા, બેબૂનિયાદ આરોપો, નકારાત્મકતા, મોદીની વિરૂધ્ધમાં ષડયંત્રોએવી ઓળખ જનતાના મનમાં બેસી ગઇ છે. પણ કોંગ્રેસના ડો. મનમોહનસિંહ, સોનિયાજી, રાહુલજી પણ બાર મહિનાના ગુજરાત કોંગ્રેસના જૂઠ્ઠાણા જ બોલ્યા. એક પણ વિકાસની વાત કરી નથી. તેમ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ પાર્ટી કોમવાદના કાવાદાવા, વોટબેન્કની રાજનીતિથી ૬૦ વર્ષથી ચૂંટણી લડે છે પણ વિકાસના મૂદે ગુજરાતમાં ચૂંટણી લડવાની આવી ત્યારે કોંગ્રેસ નિષ્ફળ રહી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળની કોંગ્રેસી સરકારોએ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, પાણી, વીજળી બધામાં જનતાની અપેક્ષા સંતોષી નથી પણ જનતાના નાણાનો ભ્રષ્ટાચાર જ કર્યો છે. અમે દશ વર્ષમાં આ બધા ક્ષેત્રોમાં વિકાસ કોને કહેવાય એ દુનિયાને બતાવી દીધું છે.
સોનિયા, ડો. મનમોહનસિંહ, રાહુલના ભાષણો ટાંકીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસના આ રાષ્ટ્રીય નેતાઓને વિકાસની કોઇ દ્રષ્ટિ કે સૂઝ નથી. અમિતાભ બચ્ચન કહે છે. કુછ દીન તો ગુજારો ગુજરાત મેં આવું ગુજરાત અમે બનાવ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
તમે વિકાસ માટે ગુજરાત પાસેથી શીખ્યા હોત તો દેશની દિશા વિકાસની હોત પણ તમે તો ગુજરાતના વિકાસની બદનામી કરી છે.
સિરક્રીકનો મૂદો રાજનીતિ નહી, રાષ્ટ્રનીતિનો છે અને ચૂંટણી ચાલે છે એટલે નરેન્દ્ર મોદી એમાં વ્યસ્ત હશે તેથી પાકિસ્તાનને ૧પમી એ બોલાવીને સિરક્રીકનો સોદો પાર પાડવા વડાપ્રધાને કારસો રચેલો, પણ નરેન્દ્ર મોદીને મન ચૂંટણી કે સત્તા નહી, હારજીત નહી પરંતુ દેશની એકતા અખંડિતતાનું મહત્વ છે. આ સિરક્રીકનો સોદો અમે થવા નહીં જ દઇએ. તમે સીધો કેમ નથી જવાબ આપતા કે સિરક્રીક મૂદે પાકિસ્તાની સાથે કોઇ ચર્ચા નહીં થાયપાકિસ્તાનના ડેલીગેશનમાં આવતીકાલે સિન્ધ પ્રાન્તના આગેવાનો આ ચર્ચા માટે જ આવેલા છે. ડો. મનમોહનસિંહ તમે મૌન નહી રહી શકો! તમે જવાબ આપોદેશની જનતા સમક્ષ આવીને કહો સિરક્રીકની એક ઈંચ જમીન પણ પાકિસ્તાનને નહીં આપીએ. કાલે સરદાર પટેલની પુણ્યતિથિએ એકતા અને અખંડિતતાના શિલ્પીને શું કોંગ્રેસ સિરક્રીકના સોદાથી શ્રધ્ધાંજલિ આપવા માંગે છે? એવો આક્રોશ તેમણે વ્યકત કર્યો હતો.