કોંગ્રેસે દેશને બરબાદ કરી દીધો છે અને હવે એમને એમની નજર ગુજરાત પર ટીકાવી છે. : શ્રી મોદી:

હું ગુજરાતના લોકોની દૂરંદેશીતાને અભિનંદન આપું છું; જો તેમણે ગુજરાતને એ લોકોના હાથમાં સોંપ્યું હોત જેઓ દિલ્હીમાં છે, તો શું થયું હોત? શ્રી મોદીએ પૂછ્યું

ગુજરાત અને વિકાસ એકબીજાના પર્યાય છે : શ્રી મોદી

તમે મને સારી રીતે ઓળખો છો, તમે મારા કામને જોયું છે; એટલા માટે હું તમારી પાસે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું : શ્રી મોદી

શું તે પાર્ટી માટે ગુજરાતમાં કોઈ સ્થાન છે, જે દિલ્હીમાં આપણી સાથે કોઈ દુશ્મન રાજ્ય જેવું વર્તન કરે? શ્રી મોદીનો સવાલ

કોંગ્રેસે દેશના યુવાનો સાથે દગો કર્યો છે : મુખ્યમંત્રી

કોંગ્રેસ ગુજરાતમાં ભૂતકાળની વાત થઈ ગઈ છે : શ્રી મોદી

“કોંગ્રેસે દેશને બરબાદ કરી દીધો છે અને હવે તેની નજર ગુજરાત પર ટિકેલી છે” ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 માં ભાજપ માટે મજબૂત પાયો તૈયાર કરવા મતોની અપીલ સાથે શ્રી મોદીએ કોંગ્રેસનો અસ્વીકાર કરવાની વાત કરી. શ્રી મોદીએ 6 ડિસેમ્બર 2012 ના રોજ સાંજના સમયે વડોદરાના મકરપુરા અને હરિનગરમાં આયોજિત વિશાળ જાહેર સભાઓને સંબોધિત કરી.

શ્રી મોદીએ ગુજરાતમાં થયેલા વિકાસની વિસ્તૃત વાત કરી અને તેને 6 કરોડ ગુજરાતી લોકોની દૂરંદેશીતાનું પરિણામ બતાવ્યું. “હું ગુજરાતના લોકોની દૂરંદેશીતા માટે તેમને અભિનંદન આપું છું. જો દિલ્હીમાં બેઠેલા લોકોને ગુજરાત સોંપવામાં આવ્યું હોત તો શું થયું હોત?” તેમણે પૂછ્યું. અને આગળ કહ્યું કે “ગુજરાત લોકોએ કોંગ્રેસને પોતાનો પગ પણ નથી મૂકવા દીધો, આ કારણથી જ આ રાજ્ય બચી ગયું છે.”

તેમણે યાદ અપાવ્યું કે પહેલા બે-ત્રણ વર્ષમાં મુખ્યમંત્રી બદલાઈ જતા હતા અને ધારાસભ્યોની ખરીદી-વેપાર ખૂબ મોટા પ્રમાણમાં થતું હતું. “કોઈને પણ લોકોની ખુશીની ચિંતા ન હતી.” તેમણે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે આજે ચીજો બદલાઈ ગઈ છે અને આ રાજ્યે સ્થિરતાને પસંદ કર્યાના 11 વર્ષ થઈ ગયા છે. તેમણે આવનારી ચૂંટણીમાં આ સ્થિરતાને કાયમ રાખવા અને ભાજપની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત વિકાસનો પર્યાય બની ગયું છે. “પહેલા જ્યારે કોઈ પૂછતું હતું કે ગુજરાત ક્યાં છે તો કહેવામાં આવતું હતું કે મુંબઈની ઉત્તરમાં છે. પરંતુ, જ્યારે આજે કોઈ પૂછે કે મુંબઈ ક્યાં છે તો કહે કે ગુજરાતની દક્ષિણમાં છે.“ શ્રી મોદીએ ઘોષિત કર્યું, અને આગળ કહ્યું કે આ રાજ્યે વિકાસ માટે આખી દુનિયામાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.

શ્રી મોદીએ કહ્યું કે આ ચૂંટણી એ પસંદ કરવા માટે છે કે આપણે ગુજરાતનું ભવિષ્ય કોના હાથમાં સોંપવા માગીએ છીએ. તેમણે અપીલ કરી કે તેમણે પસંદ કરો કે જેને તમે ઓળખો છો અને વિશ્વાસ કરો છો. “તમે મને ઓળખો છો, અને મારું કામ જોઈ ચૂક્યા છો, અને એટલા માટે હું તમારા આશિર્વાદ લેવા આવ્યો છું”, તેમણે કહ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના જીવનની પ્રત્યેક ક્ષણ ગુજરાતના લોકોને સમર્પિત છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ ચૂંટણી ભાજપના કાર્યકર્તાઓની મહેનત અને પરસેવો તેમ જ કોંગ્રેસના પૈસાની તાકાત વચ્ચે છે. કોંગ્રેસના પૈસાણું ઉદાહરણ ટાંકતા શ્રી મોદીએ પૂછ્યું કે કોંગ્રેસ પાછળના છ મહિના સુધી અવિરત આવી જાહેરાતો કેવી રીતે આપી શકે છે?

મુખ્યમંત્રી કોંગ્રેસ પર સકારાત્મક રીતે વિપક્ષની ભૂમિકા નહીં ભજવી શકવા બદલ તૂટી પડ્યા અને કોંગ્રેસની સાથે દુશ્મન રાજ્ય જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો. તેમણે પૂછ્યું કે “શું ગુજરાતમાં આવી કોઈ પાર્ટી માટે જગ્યા છે જે દિલ્હીમાં ગુજરાતની સાથે દુશ્મન રાજ્ય જેવું વર્તન કરતી હોય?” હવે, સમયની જરૂરિયાત છે કે તેમને તેમની ગુજરાત વિરોધી માનસિકતા માટે સજા આપવામાં આવે”.

તેમણે ભાષણ દરમિયાન કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનાં અનેક ઉદાહરણો આપ્યા. લોકોની સાથે વાત કરવા માટે 3-ડી ટેકનીકના પ્રયોગ પર બોલતા શ્રી મોદીએ કહ્યું કે દુનિયામાં આવું પહેલી જ વાર થઈ રહ્યુ છે. દુનિયાભરની મીડિયાએ તેનો અહેવાલ આપ્યો પણ કોંગ્રેસે ઈલેકશન કમિશનને લખ્યું કે તેને અટકાવી દો. આ પ્રકારે કોંગ્રેસે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન રોકાણ કરવાવાળી બધી કંપનીઓને આઈ.ટી.ની નોટિસો ફટકારી.

શ્રી મોદીએ કહ્યું કે પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહ અને શ્રીમતી સોનિયા ગાંધીની આવનારા દિવસોમાં ગુજરાતમાં ચૂંટણી સભાઓ હોવાની અપેક્ષા છે અને તેઓ ગુજરાત આવ્યાના ઠીક પહેલા પોતાનું હોમવર્ક કરી લે. “તેઓ ગુજરાતના લોકોની આંખમાં આંખ નાખીને જોઈ નથી શકતા. ગુજરાતમાં કોંગ્રેસ ભૂતકાળની વાત બની ગઈ છે.” તેમણે ઘોષણા કરી. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે તેઓ આવે છે તો પ્રધાનમંત્રી અને શ્રીમતી સોનિયા ગાંધી કેન્દ્રથી આવેલા પૈસાની વાત કરે છે, પણ તેમને પૂછ્યું કે ગુજરાતમાંથી દર વર્ષે દિલ્હી પહોંચેલા પૈસાનું શું? તેમણે જણાવ્યું કે ગુજરાતનું દિલ્હીને 60,000 કરોડ રૂપિયાનું યોગદાન હોય છે, અને ગુજરાતને કોઈ ભિખારી રાજ્યના રૂપમાં બતાવવા માટે ચેતવણી આપી.

મુખ્યમંત્રીએ કોંગ્રેસને યુવાનો સાથે દગો કરવાવાળી પાર્ટીના રૂપમાં બતાવી. તેમણે યાદ કરાવ્યું કે 2009 માં કોંગ્રેસે વચન આપ્યું હતું કે 1 કરોડ રોજગાર ઊભા કરશે અને પૂછ્યું કે શું કોઈ યુવાનને દિલ્હીથી નોકરી મળી છે. બીજી બાજુ, ભારત સરકારનો અહેવાલ કહે છે કે ગુજરાત દેશમાં 72% રોજગારી ઊભી કરે છે. આ પ્રકારે, શ્રી મોદીએ જણાવ્યું કે પાછળના 20 વર્ષોમાં કોંગ્રેસના શાસનમાં સરકારી નોકરીઓમાં ભરતી કરવામાં આવી નથી, અને જ્યારે મોદીના કાર્યકાળમાં 3 લાખ નોકરીઓ ઊભી કરવામાં આવી અને તેમાં પણ ભ્રષ્ટાચારનો એકપણ આરોપ નથી લાગ્યો, તેમણે કહ્યું. તેમણે આગળ કહ્યું કે આજે ગુજરાત પોલિસ દેશમાં સૌથી યુવાન છે. શ્રી મોદીએ ઘોષણા કરી કે જો કોઈપણ યુવાનને સરકારી લોનની જરૂરત હશે તો સરકાર તેને ગેરંટર બનશે. “હું આ કરું છું કારણ કે મને ગુજરાતના નવજુવાનો ઉપર વિશ્વાસ છે”, તેમણે ઘોષણા કરી.

તેમણે પોતાના ભાષણ દરમિયાન આઈ.ઓ.સી.માં ભારતની પડતીને શરમજનક બતાવ્યું. “દુનિયાનો સૌથી યુવાન દેશ આઈ.ઓ.સી.માંથી હાંકી કઢાયો, ડૂબી મરો કોંગ્રેસના મિત્રો...!” તેમણે ઘોષણા કરતાં કહ્યું કે તેઓ પોતાના દેશને આ રીતે બદનામ થતો નથી જોઈ શકતા. શ્રી મોદીએ ગુજરાતમાં યુવાનોમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલ પ્રયત્નો વિશે વાત કરી.

શ્રી મોદીએ કહ્યું કે પાછળના કેટલાક વર્ષોમાં એક નવો મધ્યમ વર્ગ ઊભર્યો છે અને તે પહેલીવાર છે કે કોઈ પાર્ટી તેના વિકાસ અને પ્રગતિ માટે યોજનાઓ લઈને આવી છે. તેમણે ભાજપના સંકલ્પ પત્રનો ઉલ્લેખ કર્યો જેમાં અસ્તિત્વમાં આવેલા એક નવા વર્ગના લોકો માટે કરેલ ઘણા પ્રયાસોની વાત કરવામાં આવી છે.

તેમણે વિશેષમાં કહ્યું છે કે તેમના માટે ગુજરાતની 6 કરોડ જનતા તેમનો પરિવાર છે અને તેમની ખુશી માટે તેઓ કામ કરવાનું ચાલું રાખશે. બંને જાહેર સભાઓમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi calls upon everyone to make meditation a part of their daily lives
December 21, 2024

Prime Minister Shri Narendra Modi has called upon everyone to make meditation a part of their daily lives on World Meditation Day, today. Prime Minister Shri Modi remarked that Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet.

In a post on X, he wrote:

"Today, on World Meditation Day, I call upon everyone to make meditation a part of their daily lives and experience its transformative potential. Meditation is a powerful way to bring peace and harmony to one’s life, as well as to our society and planet. In the age of technology, Apps and guided videos can be valuable tools to help incorporate meditation into our routines.”