ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આપણે સાચી ભાવના સાથે તેમાં ભાગ લઈશું. હું ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કરું છું : ટ્વિટર પર શ્રી મોદી
ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી. ૨૦ ડિસેમ્બરે મત ગણતરી.
બુધવાર, ૩ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ સાંજે શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કર્યું.
શ્રી મોદીએ ટ્વિટ કર્યું, “ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આપણે આ ઉત્સવમાં સાચી ભાવના સાથે ભાગ લઈશું. હું ચૂંટણીની તારીખોની ઘોષણાને આવકારું છું.”
બુધવારે (૩ ઓક્ટોબર), મુખ્ય ચૂંટણી પંચે ગુજરાત માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી. રાજ્યમાં ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે - ૮૭ સીટોને આવરી લેતો પ્રથમ તબક્કો ૧૩ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ યોજાશે અને ૯૫ સીટોને આવરી લેતો બીજો તબક્કો ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ યોજવામાં આવશે. મત ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ કરવામાં આવશે. મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) દ્વારા થશે.
ચૂંટણીની વધુ વિગતો :
પ્રથમ તબક્કો | બીજો તબક્કો | |
જાહેરનામું બહાર પાડવાની તારીખ | ૧૭ નવેમ્બર, ૨૦૧૨ | 23 નવેમ્બર, ૨૦૧૨ |
નામાંકન પત્ર સ્વીકારવાની અંતિમ તારીખ | ૨૪ નવેમ્બર, ૨૦૧૨ | 30 નવેમ્બર, ૨૦૧૨ |
નામાંકનની ચકાસણી | ૨૬ નવેમ્બર, ૨૦૧૨ | ૧ ડિસેમ્બર, ૨૦૧૨ |
નામાંકન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ | ૨૮ નવેમ્બર, ૨૦૧૨ | ૩ ડિસેમ્બર, ૨૦૧૨ |
મતદાનની તારીખ | ૧૩ ડિસેમ્બર, ૨૦૧૨ | ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨ |
મત ગણતરી | ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ | ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ |
ચાલુ વિધાનસભાની મુદત ૧૭ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ સમાપ્ત થાય છે. ૨૦૦૭ માં પણ રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થઈ હતી.