ચૂંટણી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આપણે સાચી ભાવના સાથે તેમાં ભાગ લઈશું. હું ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કરું છું : ટ્વિટર પર શ્રી મોદી

ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી. ૨૦ ડિસેમ્બરે મત ગણતરી.

 

બુધવાર, ૩ ઓક્ટોબર, ૨૦૧૨ ના રોજ સાંજે શ્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાતનું સ્વાગત કર્યું.

શ્રી મોદીએ ટ્વિટ કર્યું, “ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ હોય છે. આપણે આ ઉત્સવમાં સાચી ભાવના સાથે ભાગ લઈશું. હું ચૂંટણીની તારીખોની ઘોષણાને આવકારું છું.”

બુધવારે (૩ ઓક્ટોબર), મુખ્ય ચૂંટણી પંચે ગુજરાત માટેના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી. રાજ્યમાં ચૂંટણી બે તબક્કામાં યોજવામાં આવશે - ૮૭ સીટોને આવરી લેતો પ્રથમ તબક્કો ૧૩ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ યોજાશે અને ૯૫ સીટોને આવરી લેતો બીજો તબક્કો ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ યોજવામાં આવશે. મત ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ ના રોજ કરવામાં આવશે. મતદાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈ.વી.એમ.) દ્વારા થશે.

ચૂંટણીની વધુ વિગતો :

પ્રથમ તબક્કો બીજો તબક્કો
જાહેરનામું બહાર પાડવાની તારીખ ૧૭ નવેમ્બર, ૨૦૧૨ 23 નવેમ્બર, ૨૦૧૨
નામાંકન પત્ર સ્વીકારવાની અંતિમ તારીખ ૨૪ નવેમ્બર, ૨૦૧૨ 30 નવેમ્બર, ૨૦૧૨
નામાંકનની ચકાસણી ૨૬ નવેમ્બર, ૨૦૧૨ ૧ ડિસેમ્બર, ૨૦૧૨
નામાંકન પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ ૨૮ નવેમ્બર, ૨૦૧૨ ૩ ડિસેમ્બર, ૨૦૧૨
મતદાનની તારીખ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૨ ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨
મત ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨
પ્રથમ તબક્કામાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને અમદાવાદ જિલ્લાના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે, જ્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને મોટા ભાગના અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે.

ચાલુ વિધાનસભાની મુદત ૧૭ જાન્યુઆરી, ૨૦૧૩ ના રોજ સમાપ્ત થાય છે. ૨૦૦૭ માં પણ રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી થઈ હતી.

અહીં તમે ચૂંટણી કાર્યક્રમ સંબંધિત વધુ વિગતો જોઈ શકો છો.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study

Media Coverage

Indian Toy Sector Sees 239% Rise In Exports In FY23 Over FY15: Study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises