સમસ્ત કુંડોલપાલ ગ્રામસમાજ પ્રત્યે સહાનુભૂતિ અંત્યેષ્ઠી ક્રિયામાં મુખ્ય્ મંત્રીશ્રી દુઃખમાં સહભાગી બન્યા
મૃત્યુ પામેલી વ્યોક્તિના ચિતા ઉપર પોઢેલ પાર્થિવ દેહો ઉપર શ્રદ્ધાસુમન અર્પણ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના કુંડોલપાલ ગામમાં આદિવાસી કુટુંબોની ગોઝારી માર્ગ-અકસ્માત દુર્ઘટનાનો ભોગ બનેલા શોકસંતપ્ત પરિવારો અને સમસ્ત ગ્રામજનોને આજે રૂબરૂ ગામમાં જઇને સાંત્વના પાઠવી હતી અને અંતિમ સંસ્કાર વિધિમાં શોકાતુર હૃદયે મૃત્યુ પામેલી વ્યક્તિઓના ચિતા ઉપર પોઢેલા પાર્થિવ દેહોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મોડાસામાં અરવલ્લી ઉત્સવમાં ભાગ લેવાનું છોડીને શ્રી નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરથી સીધા કુંડોલપાલ ગામમાં માર્ગ અકસ્માતની કરૂણાંતિકાનો ભોગ બની ગયેલા આદિવાસી કુટુંબો અને ગ્રામજનોના દુઃખમાં સહભાગી થવા પહોંચ્યા હતા.
કુંડોલપાલની એકી સાથે વ્યક્તિઓની અંત્યેષ્ઠીવિધિ શરૂ થવાની હતી ત્યારે સમસ્ત શોકાતુર ગ્રામસમાજની વ્યથા અને પીડાને મુખ્યમંત્રીશ્રીએ હૈયુ હલાવી દેનારી હોનારતના સમયે શક્તિ અને ધૈર્ય રાખવા સાંત્વના આપી હતી. તેમણે બધી જ સામૂહિક અંતિમ સંસ્કાર માટે તૈયાર કરાયેલી ચિતા પાસે જઇને જીવ ગુમાવનારી વ્યક્તિ ઓના પાર્થિવ દેહો ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી આત્માનની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજાએ પણ મુખ્ય મંત્રીશ્રી સાથે સમસ્ત શોકસંતપ્ત ગ્રામસમાજના દુઃખમાં સહભાગી બની પાર્થિવદેહો ઉપર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ કુંડોલપાલના જે ડામોર આદિવાસી કુટુંબો ટ્રેકટરમાં લોકાચાર વિધિમાં ભાગ લેવા જઇ રહ્યા હતા તેને ગોઝારી માર્ગ-હોનારતમાં કાળ ભરખી ગયો તેને માત્ર ભોગ બનનારા કુટુંબો, સગાસંબંધી, પરિવારજનોની નહીં પણ સમસ્ત ગામ ઉપરની આફત ગણાવી હતી અને તેનુ દુઃખ સહન કરવાની શક્તિ, મળે તેવી સહાનુભૂતિ વ્યકત કરી હતી. તેમણે પ્રત્યેક મૃત્યુ પામનાર વ્યક્તિગના વારસને રૂા. એક લાખની માનવતારૂપે સહાય મુખ્યમંત્રીશ્રીના રાહતનિધિમાંથી આપવાની જાહેરાત કરી જણાવ્યું કે, ઇજા પામેલી વ્યક્તિ્ની સંપૂર્ણ સારવારનો ખર્ચ સરકાર ભોગવશે.
કુંડોલપાલ ગમખ્વાાર માર્ગ અકસ્માત મૃતકોના વારસદારોને રૂા. એક લાખની સહાય જાહેર કરતા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી
ઇજાગ્રસ્તોના સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર આપશે
ગમખ્વાર માર્ગ અકસ્માોતના મૃતકોને મુખ્ય મંત્રીશ્રીની શ્રદ્ધાંજલિ
મુખ્યા મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અરવલ્લી જિલ્લાના કુંડોલપાલ ગામે થયેલ ગમખ્વાાર માર્ગ અકસ્માતમાં જે આદિજાતિ પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા હતા તે અંગે દુઃખની લાગણી વ્ય્કત કરી આદિજાતિ પરિવારના સ્વેજનોને સાંત્વ્ના પાઠવી છે.
મુખ્ય મંત્રીશ્રીએ આ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકના વારસદારને રૂા. એક લાખની સહાય મુખ્ય મંત્રીશ્રીના રાહતનિધિમાંથી આપવા સાથે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલાઓને પણ સંપૂર્ણ સરકારી ખર્ચે સારવાર આપવાના આદેશો પણ કર્યા છે.