અમેરિકા-કેનેડાના ૧ર શહેરોમાં ગુજરાતી પરિવારોને સેટેલાઇટ ટેકનોલોજીથી સંબોધશે મુખ્ય મંત્રીશ્રી
ભારતીય સમય મુજબ ર૦મી મે, રવિવારે સવારે સાડા છ કલાકે મુખ્ય મંત્રીશ્રીનો ગાંધીનગરથી વાર્તાલાપ અમેરિકા અને કેનેડામાં જીવંત પ્રસારિત થશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતીઓ સહિત ભારતીય પરિવારોને ગાંધીનગરથી રવિવાર વીસમી મે, ર૦૧રના રોજ વહેલી સવારે સાડા છ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેરક સંબોધન કરશે.
ઇન્ડીઅન ગુજરાતી સમૂદાય ઓફ અમેરિકાના ઉપક્રમે અમેરિકા અને કેનેડાના બાર પ્રમુખ શહેરોમાં "ગુજરાત દિવસ' મહોત્સવ ઉજવાઇ રહ્યો છે તે અવસરે આ બંને દેશોમાં વસતા ગુજરાતી સમૂદાયો તરફથી શ્રી નરેન્દ્રભાઈ મોદીને સેટેલાઇટ ટેકનોલોજીના માધ્યમથી પ્રેરક સંબોધન કરવા અને ગુજરાતના વિકાસની ભૂમિકા તથા વિદેશ વસતા ગુજરાતીઓને માર્ગદર્શન આપવા નિમંત્રણ મળ્યું હતું જેનો સ્વીકાર મુખ્ય મંત્રીશ્રીએ કર્યો છે.
શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતીય સમય પ્રમાણે રવિવાર સવારે સાડા છ વાગે અમેરિકા અને કેનેડાના ૧ર શહેરોમાં એકી સાથે વાર્તાલાપ કરશે. અમેરિકા અને કેનેડામાં અમેરિકન સમય ૧૯મી મે, શનિવારે રાત્રે ૮-૩૦ કલાકનો હશે.
મુખ્ય મંત્રીશ્રીનું આ અમેરિકન-કેનેડા ગુજરાતી પ્રજાજોગ જીવંત પ્રસારણ નીચેની વેબસાઇટ ઉપરથી પણ થશે.