સરદાર જ્યંતીએ લોહપુરૂષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ વિધિ સંપન્ન થશે
સરદાર સરોવર ડેમની નજીક ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે ભૂમિપૂજન
ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન શ્રી એલ. કે. અડવાણી મુખ્યમહેમાન તરીકે ઉપસ્થિત રહેશે
૩૧મી ઓકટોબર ગુરૂવારે નર્મદા નદીના તીરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભવ્યે અને વિરાટ સ્મારકનો શિલાન્યાસ
એક ભારત શ્રેષ્ઠ ભારતનું સપનું સાકાર કરવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રીનું ભગીરથ અભિયાન
ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની સમગ્ર વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા સ્ટેૂચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ વિધિ આવતીકાલ, ૩૧મી ઓકટોબર-ર૦૧૩ના રોજ નર્મદા નદી ઉપરના સરદાર સરોવર યોજનાના મુખ્ય ડેમ નજીક ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે અને ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન તથા વરિષ્ઠ સંસદસભ્યશ્રી એલ. કે. અડવાણીના મુખ્ય અતિથિપદે યોજવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના પ્રવકતા, નાણાંમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે આવતીકાલે ગુરૂવારે, સરદાર જ્યંતીના અવસરે કેવડીયા કોલોનીના સાધુબેટ નજીક યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ વિધિ સમારોહની રૂપરેખા આપી હતી.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે લોહપુરૂષ સરદાર પટેલ પ્રત્યેક ભારતવાસીના મનમાં આઝાદ ભારતની એકતાના નિર્માતા તરીકે હંમેશા આદર ધરાવે છે. લોખંડી મનોબળ અને કુનેહથી તેમણે આઝાદ ભારતને એક અને અખંડિત રાખવા અનેક દેશી રાજ્યોને જોડવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. ભારતના કિસાનોની શકિતને ઉજાગર કરીને આઝાદીના આંદોલનમાં જોડવાનું કામ પણ તેમણે કરેલું. દેશના કિસાનોએ વલ્લભભાઇ પટેલને લોકલાડીલા સરદારનું ચિરંજીવ બિરૂદ આપ્યું હતું.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભારતની એકતાનું ભવ્ય સ્મારક બનાવીને આપણા લોહપુરૂષના વિરાટ વ્યકિતત્વનો સાક્ષાત્કાર કરાવવા અને પ્રત્યેક દેશવાસી તેનું સ્વાભિમાન લઇ શકે તેવી સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮ર મીટરની પ્રતિમાનું નિર્માણ કરવાનું ભગીરથ મહાઅભિયાન શ્રી નરેન્દ્રીભાઇ મોદીના નેતૃત્વ્માં રચાયેલા સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટના ઉપક્રમે હાથ ધરાશે તેમ પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે સ્ટેંચ્યુ ઓફ યુનિટીના ગુરૂવારે સવારે સરદાર સરોવર ડેમ નજીક યોજનારા શિલાન્યાસ વિધિ સમારોહમાં મુખ્યીમહેમાન શ્રી એલ. કે. અડવાણીના હસ્તેર 'હિન્દિ કે સરદાર'નું પુસ્તાક વિમોચન અને 'હિન્દે કે સરદાર' મોબાઇલ રીંગટોનનો પ્રારંભ થશે. મુખ્ય મંત્રીશ્રીના હસ્તે્ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ભૂમિપૂજનમાં શ્રી અડવાણી ઉપસ્થિેત રહેશે. ગુજરાતના વિધાનસભાના અધ્ય્ક્ષ શ્રી વજુભાઇ વાળા અને વરિષ્ઠ્ રાષ્ટ્રીય અગ્રણીઓ પણ આ શિલાન્યાય વિધિમાં ઉપસ્થિત રહેવાના છે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે ભારતની એકતાના આ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ભારતની કિસાનશકિત અને ગ્રામશકિત સહિત જનભાગીદારીને જોડવાનું અભિયાન મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી હાથ ધરાવાનું છે. દેશના બધા જ ગામડામાંથી ખેડૂતોએ ખેતી માટે વપરાશમાં લીધેલું જૂનું કૃષિઓજાર પ્રતિકરૂપ એકત્ર કરાશે અને તેનો આ પ્રતિમાના નિર્માણમાં ઉપયોગ કરાશે.
સરદાર પટેલની વિશ્વની આ સૌથી ઊંચી ૧૮ર મીટરની પ્રતિમા અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વિશ્વખ્યાત પ્રતિમાથી બે ગણી ઊંચી બનશે, જ્યારે હાલમાં વિશ્વની જે સૌથી ઊંચી પ્રતિમા ચીનની સ્પ્રીંગ ટેમ્પલ પ્રતિમા છે તેની ઊંચાઇથી પણ વધારે ઊંચાઇ સ્ટેચ્યુ્ ઓફ યુનિટીની બનશે. સરદાર સરોવર નર્મદા બંધના પ્રાકૃતિક સૌંદર્યને નવો ઓપ આપનારા આ સરદાર પટેલના 'એકતા સ્મારક'માં ૪પ૦ ફૂટની ઉંચાઇ ઉપર દર્શક ગેલેરી, સરદાર પટેલના જીવન-દર્શનની ઝલક આધુનિક ટેકનોલોજીથી પ્રસ્તુત કરાશે. સરદાર સરોવર યોજનાના તમામ વિશિષ્ઠી પાસાંઓની ભૂમિકા આપતી-વર્ચ્યુઅલ ટુર, કૃષિવિકાસ, જળવ્યવસ્થાપન, આદિજાતિ ઉત્કર્ષ અને સુચારૂ વહીવટ માટેનું સંશોધન કેત મ્યુઝિયમ સહિતના વિશ્વમાં અનોખા સ્મારક તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર વિશ્વની સૌથી વિરાટ ઉંચાઇ જ નહીં પણ લોહપુરૂષના વિરાટ વ્યકિતત્વનો સાક્ષાત્કાર કરાવવામાં ભારતના સામર્થ્યકનો પરિચાયક બની રહેશે જે યુગપર્યંત આપણા સૌનો મોટો પ્રેરણાષાત બનશે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા સ્મારક દેશ અને દુનિયાના નાગરિકો માટે પ્રવાસન સહિત આઝાદીના કાળખંડ અને ભવ્ય ઇતિહાસની માહિતી આપતું પ્રવાસન દર્શનીય ધામ બનશે અને કેવડીયા તથા સરદાર સરોવર બંધની આસપાસના ગામોના યુવાનોને રોજગારીના અવસર પુરા પાડશે.
પ્રવકતા મંત્રીશ્રીઓએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ વિધિનો આ સમારોહ સરદાર જ્યંતીએ રાષ્ટ્રીય ગૌરવનો ઐતિહાસિક પ્રસંગ બની રહેશે 'એક ભારત-શ્રેષ્ઠ્ ભારત'નું સરદાર પટેલનું સપનું સાકાર કરવા, 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ભૂમિપૂજન સમારોહથી આ સમગ્ર પ્રદેશમાં અભૂતપૂર્વ જનઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે.