કૃષિ મહોત્સવ-૨૦૧૨

મુખ્યમંત્રીશ્રીની જાહેરાતઃ

એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સમગ્રતયા ફૉરવર્ડ લિન્કેજ માટે ગણમાન્ય કૃષિ તજજ્ઞોની એક રાજ્યકક્ષાની સમિતિ નિમાશે

કૃષિ મહોત્સવે કૃષિ ક્રાંતિની દિશા બતાવી

પિન્ક રિવોલ્યુશનના નામે માંસમટનની નિકાસ માટે પશુઓની કત્લેઆમ કરીને દેશના કૃષિ અર્થતંત્રને રોળી નાંખવાનું પાપ કેન્દ્ર સરકારે કર્યું છેઃ ગુજરાતે લાલ આંખ કરી છે

દક્ષિણ ગુજરાતનો કૃષિ મહોત્સવ

નાનાપોંઢામા સાત જિલ્લાઓની કિસાનશક્તિનું વિશાળ દર્શન

મુખ્ય મંત્રીશ્રીએ કૃષિ મેળા અને પશુ આરોગ્ય મેળાનું નિરીક્ષણ કર્યું

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએઆજેકૃષિમહોત્સવમાં એવીજાહેરાતકરી હતી કે ખેતીમાં વેલ્યૂ એડિશન માટે કૃષિ ઉઘોગોનેપ્રોત્સાહનઆપવા કૃષિ ક્ષેત્રના ગણમાન્ય તજજ્ઞોનોસમાવેશકરીને ગુજરાતમાં રાજ્યકક્ષાની એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનુંઆખુંમાળખુંસંગીનબનાવવા માટે હાઇલેવલ કમિટી રચવામાં આવશે. જેમાં ગણમાન્ય કૃષિ ક્ષેત્રના તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો,સરકારઅનેપ્રગતિશીલખેડૂતોનો સમાવેશ કરાશે. આ કૃષિલક્ષી માળખાકીય સુવિધામાં કૉલ્ડ સ્ટોરેજ, પ્રીઝર્વેશન, પેકેજીંગ, માર્કેટીંગ સહિતની ફૉરવર્ડ લિન્કેજનું વિઝન અપનાવશે.

કૃષિમહોત્સવઅભિયાનઅન્વયેઆજેવનવાસીક્ષેત્રનાનાપોંઢામાં દક્ષિણ ગુજરાત ઝોનના સાત જિલ્લાઓનો કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો હતો. રાજ્યના ચારેય કૃષિયુનિવર્સિટીઝોનના કૃષિ મહોત્સવમાંઉપસ્થિતરહેવાના ઉપક્રમમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ કૃષિ મહોત્સવમાં ઉપસ્થિત રહેલીવિશાળકિશાનશક્તિનુંઅભિવાદનકર્યું હતું. કૃષિ મેળા અને પશુઆરોગ્યમેળાનુંનિરીક્ષણકરીમુખ્યમંત્રીશ્રીએસરદારપટેલ કૃષિગૌરવપુરસ્કારવિજેતાકૃષિના ઋષિનુંજાહેરસન્માનકર્યું હતું. કૃષિ, બાગાયત સાધન-સહાયનું લાભાર્થીઓનેવિતરણકર્યું હતું.

કૃષિમહોત્સવે ગુજરાતમાં કૃષિક્રાંતિકઇ રીતે થાય એનીદિશાબતાવી છે એટલું જ નહીંખેડૂતઅને ગામડાંના અર્થકારણને અને સરવાળે દેશના અર્થતંત્રને પણ એવીતાકાતપૂરી પાડી છે જેની કૃષિ નિષ્ણાતોએ પણનોંધલીધી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કૃષિમહોત્સવજેવુંક્રાંતિકારીઆયોજનમાત્ર ગુજરાતસરકારે જ કર્યું છે, અને ગયા આઠ વર્ષથીલગાતારઆખી સરકાર ખેડૂતોનીપાસેજઇને કૃષિ વિકાસનું સરકારનું દાયિત્વ શું છે, તેનીસમજઆપે છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ તો બે વર્ષે એકવાર ત્રણ દિવસ યોજાય છે, પરંતુ આકૃષિમહોત્સવથી તો એક મહિનો આખીસરકારગામડે ગામડે પહોંચે છે. જે ખેડૂતોના બાવડામાંબળપૂરે છે. પરંતુ એનીનોંધનથી લેવાતી. આ સરકારખેતીપ્રધાન દેશની આ ખેતી વિશેની પ્રગતિનીઉપેક્ષાઅને માનસિકતા બદલવા માંગે છે એમ પણમુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કૃષિમહોત્સવે જ દેવાના ડુંગરનીચેદબાયેલા ડાંગનાડુંગરાળવિસ્તારમાંખેતીકરતાવનવાસીખેડૂતને કાજૂની ખેતી કરીનેકમાણીકરતો કર્યો છે, એ પુરવાર કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પરંતુ ગુજરાતમાં જૂઠૃાણાની ફેક્ટરી ચાલે છે. ઉઘોગોના વિકાસથી ખેડૂતો અનેખેતીબરબાદ થઇ ગયા છે એવા જૂઠૃાણા ચલાવનારાને સીધોપડકારકરતા તેમણે જણાવ્યું કે, તાપીથી વાપી અને અંકલેશ્વરથી ઉમરગામ સુધીની ફળદ્રૂપઉત્તમખેતીનીજમીનમાં કારખાના ઊભા કરવાનું પાપ ભૂતકાળની સરકારોએ કર્યું છે. અમે તોવેરાનભૂમિ, દરિયાકાંઠે ખારી જમીન અને રણકાંઠે ઉઘોગો વિકસાવ્યા છે. અમારીસામેજૂઠૃાણા ફેલાવનારાઓએ જ સોનાનીલગડીજેવી દક્ષિણ ગુજરાતની જમીન ઉઘોગોને સોંપી દીધી અને આ સરકારે તો જ્યાં ખેતી નથી થતી તેવી જમીનમાં ઉઘોગો લઇજવાનીનીતિઅપનાવી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે,ખેતીનીજમીનવધવાની નથી. ટૂંકી જમીનમાંવધુઉત્પાદનનીવૈજ્ઞાનિકખેતી તરફ ખેડૂતને પ્રેરિત કરીનેસમૃદ્ધબનાવવો છે.

બાજુના પડોશી મહારાષ્ટ્રસાથેગુજરાતની ફળફળાદી-બાગાયત ખેતીની તુલના કરતામુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત એક દશકમાં ૫૬લાખટનનું ફળફળાદીનુંઉત્પાદનકરતું હતું. તેમાંથી ૧૬૦ લાખ ટને પહોંચાડયું ત્યારે મહારાષ્ટ્રએ ૧૪૦ લાખ ટનમાંથી ૧૬૦ લાખ ટન ઉપર માંડ પહોંચ્યું છે.આમગુજરાતે મહારાષ્ટ્ર કરતા ૩૦૦ટકાફળફળાદીનું ઉત્પાદન વધાર્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએકેન્દ્રસરકારને ગુજરાતસાથેકૃષિવિકાસનીસ્પર્ધાકરવાનોપડકારકર્યો હતો અને એમ પણઆહ્વાનકર્યું કે ગુજરાતના અગિયાર ટકાના કૃષિ વિકાસથી અડધો કૃષિ વિકાસદર હાંસલ તો કરી બતાવો. પણ આ પડકાર કેન્દ્ર ઝીલવાતૈયારનથી. એમને તોખેડૂતબરબાદ થાય તો ભલે થાય, પણ સત્તાસુખ જભોગવવુંછે એવોસ્પષ્ટઆક્ષેપપણ તેમણે કર્યો હતો.

ગુજરાતના ખેડૂતે શ્વેતક્રાંતિનીપહેલકરીનામરોશન કર્યું. હવે બીજી શ્વેતક્રાંતિ સફેદ દૂધ જેવા કપાસના ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો વાગતો થઇ ગયો. ગુજરાતે વ્હાઇટ રિવોલ્યુશન કર્યું, ગ્રીન રિવોલ્યુશન કર્યું. તેનીચર્ચાદેશ કરે છે. પરંતુકેન્દ્રસરકારે પિન્ક રિવોલ્યુશન કરીને માંસ-મટનનોવેપારકરવાનું પાપ કર્યું છે.વિદેશમાંઆ મટનનિકાસકરવા ગૌમાંસ-પશુમાસનેપ્રોત્સાહનઆપે છે. દૂધાળા પશુઓનીકતલકરવા, પિન્ક રિવોલ્યુશન કરવા દુનિયામાં માંસમટનની નિકાસનું ધોર પાપ કરી રહી છે, અને એનાથીકૃષિપ્રધાન ભારતના અર્થતંત્રને ખતમ કરી નાંખવાનું જષડયંત્રછે. આનીસામેજાગૃતબનવાની જરૂર છે. ગુજરાત એની સામે લાલ આંખ કરે છે. મોગલ સલ્તનતે પણ જેટલા પશુઓની કતલ કરવાનું પાપ નહોતુ કર્યું તેના કરતા પણ કેન્દ્રની સરકારે પિન્ક રિવોલ્યુશનથી કૃષિ અર્થતંત્રને બરબાદ કરવાનું પાપ કર્યું છે. હિન્દુસ્તાનનીજનતાએને માફ નહીં કરે એવોઆક્રોશતેમણેવ્યક્તકર્યો હતો.

રાજ્યના દશ વર્ષમાં ચારકૃષિયુનિવર્સિટીઅને ખેતીવાડીની રર કૉલેજો શરૂ કરી. જેમાં ૧૩૩૦ બેઠકોનીક્ષમતાછે અને હજુ આ વર્ષે પાંચ નવી એગ્રીકલ્ચર એજ્યુકેશનની હાઇટૅક કૉલેજો શરૂ થવાની છે. એનીભૂમિકાતેમણે આપી હતી.

દરિયાકાંઠે જ નહીં પણ એક્વાકલ્ચર ફાર્મમાં મોતીનીખેતીનો નવોપ્રયોગઆ સરકારે પ્રોત્સાહિત કર્યો છે અને સાગરકાંઠે વસતા સમાજોની સખી મંડળની બહેનોદ્વારાસી-વિડની ખેતી માટેનીસહાયયોજનાબનાવી છે, એમ તેમણે આ વેળા જણાવ્યું હતું.ુ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દક્ષિણ ગુજરાતના ખેતીક્ષેત્રેનોંધપાત્રકામગીરીકરનાર છ ખેડૂતોનું શાલ,સન્માનપત્રઅનેપુરસ્કારઆપી,સન્માનિતકર્યા હતા.

રાજયના કૃષિ મંત્રી શ્રી દિલીપભાઇ સંધાણીએ વનવાસી ખેડૂતોની વિશાળ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતે કૃષિ ક્ષેત્રે ભરેલી હરણફાળના અભ્યાસ અર્થે દેશ-દુનિયાના તજજ્ઞો ગુજરાત આવે છે, એ કૃષિક્ષેત્રે થયેલી નવી ક્રાંતિના દર્શન કરાવે છે. ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ખેડૃતોના માર્ગદર્શન માટે રાજયમા ચાર કૃષિ યુનિવર્સિટી છે. નવા સંશોધનો, નવી પધ્ધતિ, ઓજારો ખેડૂતો સુધી પહોંચાડી સરકારે ખેતીક્ષેત્રના નવા આયામો સર કર્યા છે. ૧૮ હજાર ગામડાઓના ખેડૂતોને કૃષિક્ષેત્રના ઉત્થાન માટે જાગૃત કર્યા છે. વનવાસી ક્ષેત્રના ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળ્યા છે. કપરાડાના કાજુ દેશભરમાં પ્રખ્યાત છે, એ કૃષિક્રાંતિનું પરિણામ છે. ખેડૂતો જમીનને અનુરૂપ મૌલકિ સંશોધન અને જમીનની તાસીરના આધારે અનુラકૂળ પાકનું વાવેતર કરે તેવી વ્યવસ્થા આ સરકારે કરી છે. કૃષિ મહોત્સવ દરમિયાન પશુ સારવાર માટે યોજાતા મેળાઓની નોંધ કેન્દ્રના આયોજન પંચે લીધી છે. ગુજરાતના વિકાસમાં વનવાસીક્ષેત્રને જોડવાનું અભિયાન રાજય સરકારે કર્યું છે. ભૌતિક સુવિધા સાથે માનવીય ભાવનાને જોડીને એક નવી પહેલ કરી છે.

સહયાદ્રિની ગિરીકંદરાઓના કૃષિકારોને સંબોધતા વન-પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલે જણાવ્યું હતું કે, કૃષિક્ષેત્રને સૃનિશ્વિત આયોજન વડે કૃષિપેદાશના ઉત્પાદનમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર બન્યું છે. ખેડૂતોની આવક બમણી કરવા આધુનિક ખેતી ટેકનોલોજી અકસીર ઇલાજ સાબિત થઇ છે.  કૃષિ વૈજ્ઞાનિકો, તજજ્ઞો આજે ખેડૂતોની જમીન સુધી પહોંચ્યા છે.  ખેતપેદાશનુ મુલ્યવર્ધન અને ગ્રેડીંગના કારણે ખેડૂતોને મોટો ફાયદો થયો છે.

વલસાડ જિલ્લાના વનવાસી ક્ષેત્રના વિકાસને વર્ણવતા વનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,  વનબંધુ કલ્યાણ યોજનાએ વલસાડ જિલ્લાના વનવાસીની સધ્ધરતા બક્ષી છે. જીવિકા પ્રોજેકટ માટે રૂ.૧૯૬૧ લાખ, બોર્ડર વિલેજ યોજના ૪પ ગામોને રૂ.૩૯૪૨ લાખના ખર્ચે માળખાકીય સવલતો મળી છે.  આદિમજુથ યોજના હેઠળ રૂ.૨૨૩૯ લાખની યોજના અમલી છે. હળપતિ સમાજ માટે રૂ.૩૦૯ લાખની યોજના બનાવી છે. ગુજરાત પેર્ટન યોજના હેઠળ ૨૦૧૨ સુધીમાં ૧૧૨૩ કામો થયા છે.

દક્ષિણ ઝોનના નાનાપોંઢા ખાતે યોજાયેલા કૃષિ મહોત્સવમાં સૌને આવકારતાં વિધાનસભાના દંડક શ્રીમતી ઉષાબેન પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકારે પ્રજાહિત માટે લીધેલા અસરકારક પગલાંઓનું પરિણામ આપણી સમક્ષ છે. પુ.મહાત્મા ગાંધીજીની છેવાડાના માનવીના ઉધ્ધારની ભાવનાને ચરિતાર્થ કરવા  સરકારે સામાન્ય માનવીને સાચી સ્વતંત્રતાના હકકદાર બનાવ્યા છે.  ગુજરાતની કૃષિ પ્રગતિ મહોત્સવને આભારી છે. આધુનિક ખેતી થકી ખેડૂતો આજે આધુનિક ખેતી તરફ વળ્યા છે.

રાજય રમતગમત મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલ, રાજય કુટિર ઉઘોગ અને વાહનવ્યવહાર મંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલા, આયોજન પંચના ઉપાઅધ્યક્ષ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ શ્રી સી.આર.પાટીલ, વલસાડના ધારાસભ્ય શ્રી દોલતરાય દેસાઇ, ઉમરગામના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલ, ઓલપાડના ધારાસભ્ય શ્રી કિરીટભાઇ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રીમતી મીનાબેન ચૌધરી, ભાજપના હોદ્દેદારો, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એ.કે.જોતિ, વલસાડ કલેકટર શ્રી એલ.સી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પી.ભારથી, રેન્જ આઇ.જી. શ્રી હસમુખભાઇ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ધમેન્દ્રસિંહ વાધેલા, વનવાસી ખેડૂત ભાઇ-બહેનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

કૃષિ યુનિવર્સિટીના ઉપકુલપતિ ર્ડા. એ.આર.પાઠકે આભારદર્શન કર્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi