દિવસની પ્રથમ સભા બનાસકાંઠા જિલ્લામાં અને સાંજે શ્રી મોદી અમદાવાદમાં એક જાહેર સભાને સંબોધિત કરશે
શ્રી મોદી શુક્રવાર 7 ડિસેમ્બર 2012 ના રોજ આખા ગુજરાતમાં 7 જનસભાઓ સંબોધિત કરશે.મુખ્યમંત્રી નીચેનાં સ્થળોએ જાહેર ભાઓ સંબોધિત કરશે :
સમય |
સ્થળ |
સવારે 9:00 વાગે | જેડા, ડીસા (બનાસકાંઠા જિલ્લો) |
સવારે 9:30 વાગે | સમી (પાટણ જિલ્લો) |
બપોરે 12:00 વાગે | માલવણ (સુરેન્દ્રનગર જિલ્લો) |
બપોરે 2:00 વાગે | ફાલા (જામનગર જિલ્લો) |
બપોરે 3:30 વાગે | જામકંડોરણા |
સાંજે 4:30 વાગે | જામનગર શહેર (જામનગર જિલ્લો) |
રાત્રે 8:00 વાગે | અસારવા, અમદાવાદ (અમદાવાદ જિલ્લો) |
છેલ્લા કેટલાક દિવસોથી શ્રી મોદી ગુજરાતના દરેક ખૂણામાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપના સમર્થનમાં યાત્રાઓ કરી રહ્યા છે.
જ્યાં પણ તેઓ ગયા છે, તેમને અલગ-અલગ વયજૂથના સમાજના અલગ અલગ વર્ગોના લોકોનું ભરપૂર સમર્થન મળ્યું છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ઐતિહાસિક હાર મળવાની છે.
તેની પહેલા આજે, મુખ્યમંત્રીએ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત શિક્ષણ અને સહકારી ક્ષેત્રના નેતા શ્રી નરહરિ અમીનનું સ્વાગત કર્યું.