શ્રી મોદી 6 ડિસેમ્બર 2012 ના રોજ સાત જાહેર સભાઓને સંબોધિત કરશે
મુખ્યમંત્રી કેશોદથી પ્રચાર અભિયાન શરૂ કરીને વડોદરા ખાતે છેલ્લી જાહેર સભાને સંબોધશે
6 ડિસેમ્બર 2012 ના રોજ શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતના વિવિધ ભાગોમાં સાત જાહેર સભાઓને સંબોધિત કરશે.આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પક્ષમાં સમર્થન મેળવવા માટે મુખ્યમંત્રી નીચેનાં સ્થળોની મુલાકાત લેશે.
સમય |
સ્થળ |
સવારે 9:00 વાગે |
કેશોદ (જુનાગઢ જિલ્લો) |
સવારે 10:30 વાગે |
બાબરા (અમરેલી જિલ્લો) |
બપોરે 12:00 વાગે |
બુધેલ (ભાવનગર જિલ્લો) |
બપોરે 3:00 વાગે |
કડોદરા (સુરત જિલ્લો) |
સાંજે 4:00 વાગે |
કામરેજ રોડ (સુરત જિલ્લો) |
સાંજે 7:00 વાગે |
મકરપુરા (વડોદરા જિલ્લો) |
રાત્રે 8:00 વાગે |
હરિનગર (વડોદરા જિલ્લો) |
આ સભાઓમાં સમાજના તમામ વર્ગના લોકોની રેકોર્ડ હાજરી જોવા મળી છે તથા ખાસ કરીને મહિલાઓની હાજરી વિશેષ પ્રમાણમાં જોવામાં આવેલ છે.
ગુજરાતમાં 13 તથા 17 ડિસેમ્બરના રોજ, એમ બે તબક્કામાં ચૂંટણી માટેનું મતદાન થવાનું છે.