ગુજરાતનીશાંતિ-એકતાઅનેભાઇચારાનાદુનિયાએકર્યાસદ્ભાવનાદર્શન
રાજ્યભરમાંમુખ્યમંત્રીશ્રીના૩૬સદ્ભાવનાઉપવાસતપનાસંકલ્પમાંસમાજશક્તિનોવિરાટસાક્ષાત્કાર
પ૦લાખકરતાવધુભાઇ-બહેનોસદ્ભાવનાઉપવાસકાર્યક્રમમાંભાગીદારબન્યા
દોઢલાખમહિલાઓસહિતસાડાચારલાખનાગરિકોએકર્યુંસ્વૈચ્છિકઉપવાસતપ
સદ્દભાવનાનીસુવાસગામે-ગામઃએકતાનુંજનઆંદોલન
ઉપવાસતપનાસંકલ્પમાંભાગીદારબનીનેસદ્ભાવનાનીશક્તિનોસાક્ષાત્કારકરાવનારાછકરોડગુજરાતીઓનોઅંતઃકરણથીઆભારમાનતામુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સદભાવના મિશન અંતર્ગત કરેલા સંકલ્પરૂપે રાજ્યભરમાં ૩૬ ઉપવાસ તપ સંપન્ન કર્યા હતા.
૧૭મી સપ્ટેમ્બર-ર૦૧રના રોજ અમદાવાદમાં ત્રણ દિવસના ઉપવાસથી મુખ્યમંત્રીશ્રીએ સદભાવના મિશનનો સંકલ્પ શરૂ કરેલો અને દ્વારકાથી આઘશક્તિ પીઠ અંબાજી સુધી, રાજ્યના ર૬ જિલ્લા અને ૭ મહાનગરોમાં ઉપવાસ કર્યાં હતા.
સાત્વિક સદભાવના મિશનના ઉપવાસે એકતાનું જનઆંદોલન ઉભૂં કર્યું અને તેનો પ્રભાવ સમગ્ર સમાજશક્તિ ઉપર પડયો હતો.
- દોઢ લાખ મહિલાઓ સહિત સાડા ચાર લાખ નાગરિકો સ્વૈચ્છિક ઉપવાસ તપમાં જોડાયા.
- પ૦ લાખ કરતા વધુ ભાઇ-બહેનો સદભાવના કાર્યક્રમમાં ભાગીદાર બન્યા.
- ૧પ લાખ નાગરિક ભાઇ-બહેનોએ મુખ્યમંત્રીશ્રીને પ્રત્યક્ષ મળીને નવો રેકોર્ડ સ્થાપ્યો હતો.
- ગુજરાતના ૭પ ટકા પરિવારોના કોઇને કોઇ પ્રતિનિધિની સદભાવના કાર્યક્રમમાં હાજરી એ આ સદભાવનાને એકતાનું જન આંદોલન બનાવી દીધું હતું.
- આ અભિયાનના કારણે યુવાનો-નાગરિકોને સદભાવનાની અનોખી પ્રેરણા જાગી હતી જેના કારણે રાજ્યભરના એક લાખ કરતા વધુ યુવાનો પગપાળા ઉપસ્થિત રહીને કાર્યક્રમમાં જોડાયા હતા.
- સદ્દભાવના ફેરી (પ્રભાતફેરી) હજારો ગામડામાં યોજાઇ. જેમાં જોડાઇને ૧૬ લાખ લોકોએ સદ્દભાવનાની સુવાસ ફેલાવી.
- ૪૦ હજાર જેટલા તિથી ભોજનો સ્વેચ્છાએ ગ્રામજનોએ આપ્યા-૪ર લાખ જેટલા કુપોષણથી પીડાતા ગરીબ બાળકોને પૌષિક આહારનું પોષણ મળ્યું.
- છ લાખ કીલો અનાજ લોકોએ ગરીબો માટે આપ્યું. હજારો કીલો ફળ-ફળાદી, સૂકા મેવાની ખાઘસામગ્રી, આંગણવાડીઓના ભૂલકાઓ માટે વહેંચાઇ.
- ચાર કરોડ રૂપિયાના માતબર દાન-ભંડોળના ચેકો કન્યા કેળવણી માટે મળ્યા.
- સેંકડો સેંકડો નાગરિકોએ સમાજના ભલા માટે અનેક અવનવા સંકલ્પો કર્યા.
- સદ્દભાવના વિષયક ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાઓ, નિબંધ સ્પર્ધાઓ હજારોની સંખ્યામાં યોજાઇ. બધા મળીને દશ લાખ બાળકોમાં સદ્દભાવના વિષયક વિચારોની પ્રેરણા જાગી.
આ ઉપવાસ-તપના અભિયાનથી ગુજરાતે સદ્ભાવનાના નવા જ વિશ્વનું નિર્માણ કર્યું છે. ગુજરાતે સમાજશક્તિના વિરાટ સાક્ષાત્કારથી એકતા, શાંતિ અને ભાઇચારાની શક્તિથી સમગ્ર વિશ્વને પોતાનો આગવો પરિચય આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સદ્દભાવના ઉપવાસ તપ અભિયાનમાં ભાગીદાર બનીને સદભાવનાની શક્તિનો સાક્ષાત્કાર કરાવનારા છ કરોડ ગુજરાતીઓનો અંતઃકરણથી આભાર માન્યો હતો.