કૃષિ મહોત્સવ
મુખ્યમંત્રીશ્રીની ખેડૂતો સાથે સાન્ધ્ય વાર્તાલાપની વિડિયો કોન્ફરન્સ
ગુજરાતે શ્વેતક્રાંતિની હેટ્રીક કરી !! પહેલી શ્વેતક્રાંતિ - દૂધ ઉઘોગ બીજી શ્વેતક્રાંતિ - સફેદ મીઠાનું મહત્તમ ઉત્પાદન
ત્રીજી શ્વેતક્રાંતિ - દુધ જેવા સફેદ કપાસની ખેત ક્રાંતિ
નવી આક્રમક ટેક્ષટાઇલ પોલીસી કપાસના ખેડૂતોના વ્યાપક હિત જાળવશે
કૃષિ મહોત્સવે ખેતીની તાસીર બદલી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ મહોત્સવ અભિયાન દરમિયાન ખેડૂતો સાથે સાન્ધ્ય વાર્તાલાપ કરતા ગૌરવભેર જાહેર કર્યું હતું કે શ્વેતક્રાંતિમાં ગુજરાતે હેટ્રીક કરી છે. પહેલા દૂધ ઉત્પાદનની શ્વેતક્રાંતિ કરી પછી ધોળુ મીઠું પકવીને બીજી શ્વેતક્રાંતિ કરી બતાવી અને હવે ત્રીજી શ્વેતક્રાંતિ દૂધ જેવા સફેદ કપાસના વિક્રમજનક ઉત્પાદનથી કરી છે. કપાસનું ઉત્પાદન ત્રણ ગણું થયું, ઉત્પાદકતા વધી છે.ગઇ શતાબ્દીમાં કૃષિ ક્ષેત્રે જે પરિણામો નથી મેળવી શકયા એ આ છેલ્લા દશકમાં ગુજરાતે મેળવ્યા છે અને તેનો લાભ આખા દેશના અર્થતંત્રને મળી રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ખેતી વિષેની સ્થગિતતા અને નકારાત્મક વાતાવરણ બદલવાનું ભગીરથ કામ ગુજરાતના કૃષિ મહોત્સવે પાર પાડયું છે એક મહિનાનો કૃષિ મહોત્સવનો પરિશ્રમ રંગ લાવી રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.
દુનિયાના અર્થશાસ્ત્રીઓએ ગુજરાતની કૃષિ ક્રાંતિની તાસીર અને કપાસની ખેતીની પ્રગતિની હરણફાળનો અભ્યાસ કરવા મુખ્યમંત્રીશ્રીએ આહ્વાન કર્યું હતું.દશ વર્ષ પહેલા ૨૦-૨૨ લાખ ગાંસડી કપાસ પકવતા ખેડૂતો આજે ૧.૨૩ કરોડ ગાંસડી કપાસ પેદા કરે છે. ૧૬ લાખ હેકટરમાંથી વાવેતર વિસ્તાર વધી ૩૦ લાખ ઉપર પહોંચ્યો છે. એક સમયે બી.ટી. કોટન ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકયો ત્યારે ગુજરાત સરકારે ખેડૂતોનો હાથ પકડયો અને તેનું પરિણામ એ આવ્યું કે ગુજરાતમાં બી.ટી. કપાસ જ કુલ કપાસના ૮૫ ટકા પાકે છે. ભારતના કપાસ ઉત્પાદનમાં ૩૫ ટકા એકલું ગુજરાત અને નિકાસમાં ૫૦ ટકા હિસ્સો ગુજરાતનો છે એમ તેમણે જણાવ્યું હતું.
કપાસના વિમા માટેની ખેડૂતોની મૂસીબતનો ઉપાય લાવીને ગુજરાત સરકારે નકકી કર્યું કે કપાસનો વીમો પણ મગફળીના ધોરણે જ લેવાશે અને ખેડૂતને ખોટુ કરવું પડતું નથી એમ પણ તેમણે જણાવ્યું હતું.
દુનિયાના બજારમાં ગુજરાતનો કપાસ વેચાય તો હિન્દુસ્તાનને વિદેશી હુંડિયામણ મળે પણ કેન્દ્ર સરકાર દર વર્ષે કપાસની નિકાસ ઉપર અણધાર્યો પ્રતિબંધ મૂકે છે તેનાથી સૌથી વધુ ગુજરાતના ખેડૂતો બેહાલ થઇ જાય છે. હવે ખેડૂતો જાણી ગયાછે કે કોઇના લાભાર્થે કેન્દ્ર આવા નિર્ણયો કરેલા છે જેનાથી ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને રૂા.૧૪૦૦૦ કરોડનું નુકશાન થયું છે અને ગુજરાતના ખેડૂતોના હિતની સાચી વાત ડંકાની ચોટ ઉપર કેન્દ્ર સામે સત્તરવાર કહેવામાં રાજ્ય સરકાર કયારેય પાછી નહીં રહે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતના ખેડૂતો માટે ખેતી વિરોધી નીતિ અને ગુજરાત વિરોધી નીતિ છોડીને કેન્દ્ર સરકાર ગુજરાતના કપાસના સુધારણા માટે સેન્ટર ફોર એકસેલંસ કેમ આપતી નથી તેવો સવાલ મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે બીટી કોટનના બિયારણમાં મહારાષ્ટ્રને ૨૦૦ લાખ પેકેટ કપાસ બિયારણના આપ્યા પણ ૬૦-૭૦ લાખ ગાંસડી થઇ જ્યારે ગુજરાતના ૧/૩ ખેડૂતો કપાસ પકવે છે છતાં ગુજરાત માત્ર ૭૦ લાખ પેકેટ કપાસ બિયારણ મળ્યા તોય ગુજરાતે ૧.૨૩ કરોડ ગાંસડી કપાસ પેદા કર્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ કપાસની ખેતીને બચાવીને ખેડૂતોને રક્ષણ આપવા કપાસ માટે ફાઇવ એક ફોર્મ્યુલા રજૂ કરતી નવી ટેક્ષટાઇલ નીતિ જાહેર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેમાં ફાર્મ-ટુ-ફાઇબર-ફેબ્રીક-ટુ-ફેશન-ટુ-ફોરમની તેમણે ભૂમિકા આપી હતી. આ આક્રમક ટેક્ષટાઇલ પોલીસી ઉઘોગના વિકાસ માટે નહીં, ખેડૂતોના લાભાર્થ લાવવાની જાહેરાત તેમણે આપી હતી