જાપાનના દીલમાં ગુજરાત વસી ગયું ગુજરાતના દીલમાં જાપાન
આગામી પાંચ વર્ષમાં જાપાનની ૧૦૦ જેટલી ઓટોમોબાઇલ્સ કંપનીઓ ગુજરાતમાં ભાગીદાર બને એવો સંકલ્પ દર્શાવતા મુખ્યમંત્રીશ્રી .. .. .. સુઝુકી અને ગુજરાત એક પરિવાર બની ગયા .. .. .. સુઝુકી મોટર કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રીશ્રી ગુજરાત ડેલીગેશનનો અભૂતપૂર્વ આતિથ્ય સત્કાર .. .. .. સુઝુકી ગુજરાતના પ૦૦ યુવાનોને ઓટો ટેકનીશ્યનની જાપાનમાં તાલીમ આપશે .. .. .. હામામાત્સુમાં જેટ્રો ઓટોમોબાઇલ્સ સેમિનારમાં ઓટોમોબાઇલ્સ સેકટરના ઉદ્યોગકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદઃ ૪૦૦થી વધારે ઓટોઉદ્યોગ સંચાલકોનો સફળ સેમિના. . .. ..
સુઝુકી મોટરકાર પ્રોજેકટથી ગુજરાત અને જાપાન વચ્ચે આત્મિય સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે .. .. ..
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જાપાનના હામામાત્સુમાં યોજાયેલા ઓટોમોબાઇલ્સ સેકટરના સેમિનારમાં એશિયાનું ઓટો હબ બની રહેલા ગુજરાતમાં જાપાનની ઓટો મેન્યુફેકચરીંગ કંપનીઓને પ્રોજેકટ સ્થાપવાનું ભાવભર્યું ઇંજન આપતા જણાવ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ૧૦૦ જેટલી ઓટોમોબાઇલ્સ સેકટરની કંપનીઓ ગુજરાતમાં સ્થપાય એવી પૂર્વતૈયારીઓ ગુજરાત કરી રહ્યું છે.જાપાનનો પ્રવાસ કરી રહેલા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળનું ગુજરાત બિઝનેસ ડેલિગેશન ટોકીયોના બે દિવસના સફળ પ્રવાસ પછી આજે બૂલેટ ટ્રેન દ્વારા ઓટો સેકટરથી ધબકતા હામામાત્સુમાં આવી પહોંચ્યું હતું અને સુઝૂકી મોટર કોર્પોરેશનની પાંચ કલાકની મૂલાકાત લીધા પછી જાપાન એકસ્ટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (થ્ચ્વ્ય્બ્) આયોજિત ઓટોમોબાઇલ્સ સેકટરના સેમિનારમાં મુખ્યમંત્રીશ્રી સમક્ષ જાપાન અને વિશેષ કરીને હામામાત્સુ સ્ટેટપ્રોવિન્સના ઓટોમોબાઇલ્સ મેન્યુફેકચરીંગ સેકટરના ૪૦૦ થી વધુ કંપની સંચાલકોએ ખૂબ જ ઉમળકાથી પ્રતિસાદ આપીને ગુજરાતમાં ઓટોમોબાઇલ્સ સેટકરના વિકાસની ઉજ્જવળ સંભાવનાઓ જાણવામાં ભારે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભમાં જાપાન અને ગુજરાત વચ્ચે અત્યંત ઝડપી ગતિએ વિકસી રહેલા સંબંધોના વિશાળ ફલકનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ર૦૦૭માં તેમણે જાપાનનો પહેલીવાર પ્રવાસ કરેલો પરંતુ ત્યારબાદ પાંચ જ વર્ષમાં જાપાન અને ગુજરાત વચ્ચે સહભાગીતાનો કૌટુંબિક નાતો એવો સુદ્રઢ બની ગયો છે કે જાપાનના દીલમાં ગુજરાત વસી ગયું છે અને ગુજરાતના દીલમાં જાપાન વસી ગયું છે.
જાપાન, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં આ વખતે ત્રીજીવાર પાર્ટનર કંન્ટ્રી બન્યું છે તેનું ગૌરવ લેતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ હકિકત પૂરવાર કરે છે કે ગુજરાતની શાખ અને પ્રતિષ્ઠા દુનિયામાં કેટલી ઊંચી છે! જાપાન જેવો દેશ ભલીભાંતિ સમજે છે કે ગુજરાતના વિકાસના ઇરાદા અને સંકલ્પ નેક છે, ગુજરાતમાં પારદર્શી નીતિઓ અને વિકાસ માટેના ઉત્તમ અનુકુળ વાતાવરણ માટે ગુજરાત સરકારનું પ્રોએકટીવ ગવર્નન્સ દેશ અને દુનિયા માટે અભૂતપૂર્વ આકર્ષણનું સ્થળ બની ગયું છે. એકસોથી વધારે દેશોનું બિઝનેસપ્રોજેકટ માટે ગુજરાત એક છત્ર બની ગયું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની બધી જ શ્રેષ્ઠ જરૂરિયાતો ઉપલબધ છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય જ ‘પાવરસરપ્લસ સ્ટેટ’ છે. ગુજરાતનું મોટું નર્મદા કેનાલ નેટવર્ક અને ર૦૦૦ કી.મી.ની પીવાના પાણીની વિશાળ પાઇપલાઇન ગુજરાતે નાંખેલા છે. ગુજરાતમાં સ્કીલ ડેવલપમેન્ટની હુણર કુશળતા અને ટેકનીકલ તાલીમની વ્યાપક પાયા ઉપર સવલતો ઉભી કરી છે. ગુજરાતમાં માત્ર ટેકનોલોજી વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અને ભૌતિક સુવિધાઓ જ ઉત્તમ નથી પરંતુ ગુજરાતી પ્રજાની સંસ્કાર પરંપરામાં આત્મિય ભાવના પડેલી છે. જાપાનની ગુજરાતમાં વ્યાપક ફલક ઉપર વિકાસની ભાગીદારી જોતાં જાપાની ફૂડ એન્ડ જાપાની ફિલ્મ ફેસ્ટીવલ, જાપાની ઇન્ડસ્ટ્રીયલ ઝોન, ઇકો ટાઉનશીપ અને સ્માર્ટ સિટીના પ્રોજેકટ સાથે જાપાનને જે જોઇએ છે તે બધું જ ગુજરાતમાં છે એમ તેમણે જણાવ્યું હતું.
હામામાત્સુ થ્ચ્વ્ય્બ્ના ચેરમેન અને સુઝૂકીના વડા શ્રી સુઝુકી ઓસામાએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના દૂરંદેશીભર્યા નેતૃત્વથી ગુજરાત સાથે જાપાનના સંબંધો અકલ્પનિય ગતિથી વિકસી રહ્યા છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. સુઝુકી કાર પ્રોજેકટના ગુજરાત આગમનથી હામામાત્સુ અને ગુજરાત વચ્ચે પણ નવા સંબંધોનો યુગ શરૂ થશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં દર સાહે કોઇને કોઇ જાપાની કંપની પ્રોજેકટ મૂડીરોકાણની દરખાસ્તો સાથે અચૂક આવે છે એવી ખુશી વ્યકત કરી મુખ્યમંત્રીશ્રીએ જાપાન સાથે સંબંધોનો નવો ઓપ આપવાના સંકલ્પનો નિર્દેશ આપ્યો હતો.
હામામાત્સુઃ સુઝુકી મોટર પ્રોજેકટ મુખ્યમંત્રીશ્રીનું અભૂતપૂર્વ અભિવાદનઃ
સુઝુકી અને ગુજરાત એક પરિવારઃ નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જાપાન પ્રવાસના બુધવારના દિવસે હામામાત્સુમાં સુઝૂકી મોટર કોર્પોરેશનના વિશ્વખ્યાત કાર મેન્યુફેકચરીંગ પ્લાન્ટ સંકુલની મૂલાકાત કરી હતી. સુઝૂકી ચેરમેન શ્રીયુત ઓસામુ સુઝુકીના નેતૃત્વમાં સુઝુકી સંકુલમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભૂતપૂર્વ ગરિમા અને જાપાનની સાંસ્કૃતિક આતિથ્ય પરંપરાથી ભવ્ય અભિવાદન થયું હતું.
ટોકીયોથી બૂલેટ ટ્રેનમાં દોઢ કલાકનો પ્રવાસ કરી ગુજરાત બિઝનેસ ડેલીગેશન સાથે આજે સવારે હામામાત્સુ પહોંચેલા મુખ્યમંત્રીશ્રીના સન્માન સત્કાર માટે સુઝુકી કોર્પોરેશન દ્વારા ભોજન સહ સત્કાર સમારંભ યોજાયો હતો અને સુઝુકી કાર પ્રોજેકટ માટે જાપાન વસેલા ૧૩પ જેટલા ભારતીય ઇજનેરો સાથે મુખ્યમંત્રીશ્રીનો પ્રેરણાદાયી વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો.
સુઝુકીનો કાર મેન્યુફેકચરીંગનો વધુ એક વિસ્તરણ પ્લાન્ટ ગુજરાતમાં બેચરાજી નજીક સ્થપાઇ રહ્યો છે તેને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સુઝુકી અને ગુજરાત એક પરિવારની આત્મિય ભાવનાથી જોડાઇ ગયા છે. સુઝૂકીનો વિસ્તરણ મોટરકાર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની જાહેરાત સાથે અન્ય ઓટોકાર મેન્યુફેકચરીંગ કંપનીઓ ગુજરાતમાં આવવા તત્પર બની છે. ગુજરાતની આ શાખ છે અને ગુજરાત હવે એશિયાનું ઓટો હબ બની રહ્યું છે. સુઝુકીના ચેરમેન ઓસામુ સુઝુકીએ ગુજરાત સરકાર અને જનતાએ સુઝુકી કાર પ્લાન્ટ માટે જે ઉમળકો બતાવ્યો તેને અપૂર્વ ગણાવતા જણાવ્યું હતું કે સુઝુકીના કાર મેન્યુફેકચરીંગના ગુજરાત પ્લાન્ટ માટે રાજ્યમાંથી પ૦૦ જેટલા યુવાનોને ઓટોમોબાઇલ ટેકનીકલ કૌશલ્યના પ્રશિક્ષણ માટે સુઝુકી કોર્પોરેશન જાપાન લાવશે. તેમણે માત્ર સુઝકુી જ નહીં અન્ય મોટરકાર કંપનીઓ પણ ગુજરાતમાં પ્રોજેકટ સ્થાપે તે માટે ઓટો સેકટરને અપીલ કરી હતી. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુઝુકી અને ગુજરાતના પરિવારની આત્મિય ભાવનાને બે કુટુંબો વચ્ચે સંતાનોના લગન્ગ્રંથીના રિસ્તાના સુમેળ સમાન ગણાવી હતી. ગુજરાતનો દિકરો ‘વિકાસ’ છે અને સુઝુકીની દિકરી ‘પ્રગતિ’ છે આ બંનેનો સમન્વય થતાં ગુજરાત અને સુઝુકી પરિવારના સ્નેહસમાન નાતાથી જોડાઇ જશે એવો હર્ષ તેમણે વ્યકત કર્યો હતો.
ગુજરાત ભારતની આર્થિક વિકાસયાત્રાનું ચાલકબળ બની ગયું છે અને હવે ઓટોમોબાઇલ હબ બનવા પ્રતિબધ્ધ છે એમ પણ તેમણે જણાવ્યું હતું. સુઝુકીના ભારતીય ઇજનેરો સાથેના વાર્તાલાપમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઔદ્યોગિક અને મેન્યુફેકચરીંગ સેકટરો માટે ટેકનીકલ સ્કીલ મેનપાવર ઉપરાંત વિશ્વના ર૧મી સદીના સ્પર્ધાત્મક વિકાસ યુગમાં જે કુશળ માનવશકિત સંસાધન વિકાસ (ણ્ય્ઝ઼) ની જરૂરિયાતના વિશાળ અવકાશ છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં દશ વર્ષમાં ૧૧ યુનિવર્સિટીમાંથી ૪૩ યુનિવર્સિટીઓ કાર્યરત કરી છે અને તેમાં પણ પેટ્રોલિયમ યુનિવર્સિટી, રક્ષાશકિત યુનિવર્સિટી, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી યુનિર્વસિટીઓ દ્વારા વિશ્વની માનવજાત માટે માનવસંસાધન વિકાસના ક્ષેત્રે ગુજરાતે અનોખી પહેલ કરી છે તેની વિષદ્ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ દેશના બૌધિક કૌશલ્ય અને સંશોધનમાં નવી પહેલ કરવા, આતુર હોનહાર યુવાનો માટે આઇક્રિએટશ્નત્ણૂશ્વર્ફૂીદ્દફૂઌ જેવી ઇનોવેશન ણ્ય્ઝ઼ સંસ્થાનમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
ગુજરાત હવે સ્થળજળ અને નભ ત્રણેય ક્ષેત્રોમાં પ્રવેશ કરી ચૂકયું છે એટલું જ નહીં, ભારત સરકારના રોજગાર મંત્રાલયના સર્વે અનુસાર સૌથી ઓછા બેરોજગારની સ્થિતિ ગુજરાતમાં છે અને આગામી સમયમાં ભારતના ખૂણેખૂણાથી આવનારા યુવાનો માટે ગુજરાત રોજગારના અવસરનું શકિતશાળી કેન્દ્ર બની રહેવાનું છે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
ભારતીય ઇજનેરોએ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે પ્રશ્નોતરી કરી હતી. ગુજરાત એક સમયે ‘ટ્રેડર્સ સ્ટેટ’ હતું પરંતુ છેલ્લા દશ વર્ષમાં જ ઇજનેરી મેન્યુફેકચરીંગ સેકટરનું પાયોનિયર સ્ટેટ બની ગયું છે. જાપાનની ટેકનોલોજી, શિસ્તઅનુશાસન, સમયસૂચકતા અને વિકાસ માટેની સાચી પરખના ગૂણો સાથે ગુજરાત તેની ઉદ્યમશીલતા અને યુવાશકિતના બૌધ્ધિક કૌશલ્યનો સમન્વય કરવા તત્પર છે.
હામામાત્સુ સુઝુકી સંકુલની પાંચ કલાકની નિરીક્ષણ મૂલાકાત દરમિયાન સુઝુકીના વિશ્વખ્યાત મ્યુઝીયમની મુલાકાત મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલીગેશનના સભ્યોએ લીધી હતી અને ૧૯૦૯માં મિચીઓ સુઝુકીએ શરૂ કરેલી પાવરલૂમ ફેકટરીની પ્રગતિયાત્રાના ૧૯પરમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે પદાર્પણ પછી વિશ્વની ખ્યાતનામ કારઉત્પાદક તરીકે સુઝૂકી કોર્પોરેશનના સોપાનોની સાફલ્યગાથા નિહાળી હતી.
મુખ્યમંત્રીશ્રી અને સુઝુકી ચેરમેન તથા કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓએ ગુજરાતમાં સ્થપાનારા સુઝુકી કારપ્રોજેકટ સંદર્ભમાં પરામર્શ કર્યો હતો અને ઝડપથી બેચરાજી કાર પ્લાન્ટ સુઝુકી દ્વારા સ્થાપના માટેની કંપનીની પૂર્વતૈયારીઓની મુખ્યમંત્રીશ્રીએ જાણકારી મેળવી હતી.
હામામાત્સુના ગવર્નરશ્રી અને મેયરશ્રીએ પણ મુખ્યમંત્રીશ્રીનો ભાવભર્યો સત્કાર કર્યો હતો.
હામામાત્સુગુજરાતનાં સંબંધો આકાશનાઃ હામામાત્સુ અને ગુજરાત વચ્ચે અદ્દભૂત સામ્યતાઃ પતંગોત્સવની ખાસ સ્પર્ધા યોજાશે ઃ મુખ્યમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હામામાત્સુ સ્ટેટ અને ગુજરાત વચ્ચે સામ્યતાની અજાણી વાતો કરીને હામામાત્સુના ઉદ્યોગ સાહસિકોને પ્રભાવિત કરી દીધા હતા. હામામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપક્રમે શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાત ડેલીગેશનનો ખાસ સત્કાર સમારોહ ભવ્ય અતિથિ સત્કારરૂપે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત જેમ પતંગોત્સવથી વિશ્વમાં ખ્યાતનામ બન્યું છે એમ હામામાત્સુ પણ પતંગસ્પર્ધા માટે પ્રખ્યાત છે. હામામાત્સુની જનતા પણ ઉદ્યમશીલ અને સાહસિકતાથી દુનિયાભરમાં પથરાયેલી છે. આ સંજોગોમાં ગુજરાતમાં હામામાત્સુના પતંગરસીયા વચ્ચે ખાસ પતંગોત્સવ યોજવા અને હામામાત્સુ અને ગુજરાત વચ્ચે સીસ્ટર સિટીના સંબંધો વિકસાવવાના મુખ્યમંત્રીશ્રીના સૂચનોને વધાવી લેવાયા હતા.
હામામાત્સુ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન શ્રી મિમુરો (પ્ત્પ્શ્ય્બ્) અને મેયરશ્રીએ પણ મુખ્યમંત્રીશ્રીનો ભવ્ય સત્કાર કર્યો હતો.
આવતીકાલે ગુરૂવારે મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલીગેશન નગોયા, ઓસાકા અને કોબેના બે દિવસનો પ્રવાસ કરશે.