ગુજરાતની યશસ્વી રાઇફલ શૂટર કુ. લજજા ગોસ્વામીને ગુજરાત સરકારની સહાયથી શૂટીંગ રાઇફલ મળી
મુખ્યમંત્રીશ્રીને મળીને લજ્જાના પરિવારે આભારની લાગણી પ્રગટ કરી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને કોમનવેલ્થ ગેઇમ્સની રાઇફલ શૂટીંગ વિજેતા, ગુજરાતની યશસ્વી મહિલા શૂટર કુ. લજ્જા ગોસ્વામી અને તેના પરિવારે આજે મળીને ગુજરાત સરકારની સહાયથી સ્વીત્ઝરલેન્ડથી ખરીદેલી રૂા. ૬ લાખની કિંમતની શૂટીંગ રાઇફલ પ્રસ્તુત કરી હતી. આ રાઇફલથી કુ. લજજા ગોસ્વામીએ અન્ય મેડલ્સ તાજેતરમાં પ્રાપ્ત કરેલા છે.
મુખ્યમંત્રીશ્રીના શુભેચ્છા હસ્તાક્ષર પણ આ રાઇફલ ઉપર તેણે મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કુ. લજજાને ઉજજવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી હતી.