વાઇબ્રન્ટ ગુજરાત વિશ્વ કૃષિ સંમેલનનું ફળદાયી ગરિમાપૂર્ણ સમાપન
ર૯ રાજ્યોના અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ૪૩ જિલ્લામાંથી ૪૫૦૦ ખેડૂત પ્રતિનિધિઓએ ભાગ લીધોઃ ગુજરાતના ૩૦૦૦ કિસાનોએ ભાગ લીધો
૧૦૦ પ્રગતિશીલ સફળ કિસાનોએ પ્રદર્શનમાં પ્રસ્તુત કરી
૩૦ વિદેશી ડેલીગેશનો ૧ર દેશો સહભાગી બન્યા
વૈશ્વિક કૃષિ સંમેલન યોજીને ગુજરાત સરકારે સમગ્ર ભારતના કૃષિ ક્ષેત્રને જોડવાની પહેલ કરી છે
આ કૃષિ સંમેલનની સફળતાનું શ્રેય ભારતની કિસાન શક્તિને ફાળે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત વિશ્વ કૃષિ સંમેલનનું આજે મહાત્માહ મંદિર ગાંધીનગરમાં સમાપન કરતા ગૌરવપૂર્વક જાહેર કર્યું હતું કે, આ વૈશ્વિક કૃષિ સંમેલનની સફળતાથી ગુજરાતે સમગ્ર ભારતના કૃષિ ક્ષેત્રને જોડવાનો ઐતિહાસિક પહેલ કરી છે.
તેમણે કૃષિ વિકાસ માટે ચાર લીન્કેજની પ્રેરક હિમાયત કરી હતી. જેમાં (૧) ઇન્ટર લિન્કીંયગ ઓફ રિવર વોટર ગ્રીડ (ર) એગ્રો માર્કેટીંગ લિન્કે જ (૩) એગ્રોટેક એગ્રો-રિસર્ચના (૩) લેબ ટુ લેન્ડય લિન્કેરજ અને (૪) એગ્રો ક્રેડીટ લિન્કે્જની ફોર્મ્યુમલાની પ્રેરક રૂપરેખા આપી હતી. ગુજરાત સરકારે પહેલીવાર આ પ્રકારની વિશ્વ કૃષિ પરિષદનું ગાંધીનગરમાં બે દિવસ માટે આયોજન કર્યું હતું. જે આજે અભૂતપૂર્વ ફળદાયી સ્વરૂપે સંપન્ને થઇ હતી.
હિન્દુસ્તાનના ર૯ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૪૩ જિલ્લાઓમાંથી ૪પ૦૦ કિસાન પ્રતિનિધિઓ અને ૧ર દેશોમાંથી આવેલા ૩૦ વિદેશી ડેલીગેશનોએ આ સંમેલનમાં સક્રિય ભાગ લઇને અભૂતપૂર્વ સફળતા બક્ષી હતી. દેશના ૪૪પ પ્રગતિશીલ કિસાનોને ગુજરાત સરકાર તરફથી સન્માન પુરસ્કાર એનાયત થયા હતા.
આ પ્રસંગે મહાત્મામંદિર પરિસરમાં એગ્રીટેક એશિયા મેગા એકઝીબીશનમાં આંતરરાષ્ટ્રીકય કૃષિ સંશોધનો અને કૃષિ ટેકનોલોજીની અદ્દભૂત પ્રદર્શની પ્રસ્તુત કરવામાં આવી હતી જેનો લાખો ખેડૂતોએ લાભ લીધો હતો.
દેશના ખૂણેખૂણેથી આવેલા કૃષિ ક્ષેત્રના વિવિધ કાર્યસંસ્કૃતિના કિસાનોએ જે અભૂતપૂર્વ મનોયોગથી ચર્ચા સેમિનારોમાં ભાગ લઇને ફળદાયી મંથન કર્યું તેની પ્રસંશા કરતા શ્રી નરેન્દ્રવભાઈ મોદીએ ગુજરાતે આ ઐતિહાસિક સફળતાથી જે કૃષિક્ષેત્રને પ્રદાન કર્યું તે પૂરવાર કરે છે કે આ દેશના કિસાનોનો કૃષિ વિકાસ માટે કેટલો લગાવ છે! આજે મને એવું સમજાય છે કે આવી વૈશ્વિક કૃષિ પ્રદર્શન પરિષદ વહેલા યોજી હોત તો કેટલું ઉચિત ગણાત.
ગુજરાત સરકારે આ વૈશ્વિક કૃષિ સંમેલન યોજીને ભારતને જોડવાનો સ્તુયત્વ પ્રયાસ કર્યો છે અને દેશના પ્રત્યેક જિલ્લાના એકએક કિસાનને રૂ. ૫૧,૦૦૦નો કિસાન પુરસ્કાર આપીને કૃષિમાં પ્રેરક યોગદાન આપનારાનો ઋણ સ્વીકાર કર્યો છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ભારત જેવા વિશાળ દેશમાં પાણીનો મહિમા કરવાનો અને સર્વગ્રાહી જળવ્યવસ્થાપન કરવાની ભારપૂર્વક હિમાયત કરતાં જણાવ્યું કે, પાણી સમુદ્રમાં વેડફાઇ જાય તેના બદલે સર્વાધિક ઉપયોગ થાય તે માટે અટલબિહારી વાજપાઇ સરકારે પહેલીવાર નદીઓના જોડાણનો ખ્યાલ સાકાર કરવાની શરૂઆત કરી હતી અને ગુજરાતે જળસંચય અભિયાન કરીને ર૦ નદીઓનું જોડાણ કરીને તેની સફળતા પૂરવાર કરી હતી. આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કૃષિ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચના મહત્વતના ઇન્પુશટ તરીકે ‘‘પાણી’’નું મહત્વં સ્વીષકારવા અને ઇન્ટર-લિન્કીંગ ઓફ રિવર વોટરગ્રીડ પ્રોજેકટ અપનાવવા પ્રેરક સૂચન કર્યું હતું. શહેરો અને ગ્રામીણ ક્ષેત્રમાં સિંચાઇ અને પીવાના પાણીના જળવ્યંવસ્થાપન માટે તેમણે પ્રેરક સૂચનો કર્યા હતા.
આપણા દેશમાં યુવા કૃષિકારોની નવી પેઢી આધુનિક ખેતી માટે ખૂબ ઉત્સુક છે તેને પ્રોત્સાહિત કરવાની જરૂર ઉપર તેમણે ભાર મુકયો હતો. કૃષિ આધારિત અર્થતંત્રમાં આર્થિક સંતુલન માટે (૧) નિયમિત ખેતી, (ર) ડેરી ઉદ્યોગ-પશુપાલન – મત્યોંત્ દ્યોગ પોલ્ટ્રી ફાર્મ અને (૩) વૃક્ષની ખેતી – એગ્રોફોરેસ્ટ્રીગનો સમાન હિસ્સામાં પ્રોત્સારહિત કરવાનું પણ મુખ્ય મંત્રીશ્રીએ પ્રેરક સૂચન કર્યું હતું. દેશમાં ખેતીની જમીનનો એકએક ઇંચ ઉપયોગ કરવા ખેતરની સીમાઓ ઉપર વૃક્ષની હરિયાળી ઉભી કરી શકાય છે તેની રૂપરેખા તેમણે આપી હતી. બે ખેતરો વચ્ચેઉની જગામાં એગ્રો ફોરેસ્ટ્રીથી ખૂબ મોટું બળ મળશે અને કિસાનોને આત્મઉહત્યારની જરૂર નહીં રહે. આ ત્રણ સમાન સ્થંએભો ઉપર કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓ તરફ ખેડૂતો પ્રેરિત થાય એવો અનુરોધ તેમણે કર્યો હતો.
સમુદ્રતટ ઉપર ‘સી-વીડ’ દરિયાઇ શેવાળની પોષણક્ષમ ખેતપદ્ધતિ અપનાવવા તેમણે આહવાન કર્યું હતું. મુખ્ય મંત્રીશ્રીએ સર્વાંગીણ એગ્રો માર્કેટ લિન્કેજ માટેનું સૂચન કરતાં જણાવ્યું કે, કિસાન એવો છે જેને પોતાની ખેતપેદાશોના ભાવો નક્કી કરવાનો અધિકાર નથી એને માટે એગ્રો માર્કેટ લિન્કેજ ખૂબ ઉપકારક રહેશે. મુખ્યમંત્રીશ્રીએ એગ્રો ટેકનોલોજી અને કૃષિ વૈજ્ઞાનિકો અને તજજ્ઞોના લેબ ટુ લેન્ડા લિન્કેઉજની જરૂર ઉપર પણ વિશેષ ભાર મુકયો હતો. કૃષિ વિજ્ઞાનીઓ અને કૃષિ સંશોધકોને તેની બૌદ્ધિક ક્ષમતાનો કૃષિ ક્ષેત્ર સુધી કિસાનના ખેતર સુધી પહોંચાડવામાં જ સંતોષની અનુભૂતિ થશે. કૃષિ મહોત્સતવથી લેબ ટુ લેન્ડે દ્વારા કૃષિ ક્રાંતિ ગુજરાતે સફળ બનાવી છે, એમ તેમણે જણાવ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ વિષયક ધિરાણના એગ્રો ક્રેડિટ લીન્કેજની વ્યાણપક ફલકના નેટવર્કની આવશ્યનકતા ઉપર ભાર મુકતા જણાવ્યુંધ કે, આજે બેન્કોજના કુલ ધિરાણના માત્ર પાંચ ટકા કૃષિ ધિરાણ મળે છે. પરંતુ કિસાનને દેવાના બોજમાંથી મુકત કરીને વ્યાજજ-કર્જમાં થતા શોષણથી મુકત કરીને કિસાનને પોતાની તાકાત ઉપર નવા પ્રયોગોથી કૃષિને સમૃદ્ધ બનાવે એવું સૂચન મુખ્ય મંત્રીશ્રીએ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દેશના પ્રત્યેષક જિલ્લાના ઉત્તમ કિસાનોની સિદ્ધિઓ અને સાફલ્યગાથાને ગુજરાત સરકારની વેબસાઇટ ઉપર પ્રસ્તુપત કરાશે એવી ઘોષણા કરી હતી. અધિકતમ કિસાનોના ઉત્તમ કૃષિ પ્રયોગોને દેશભરમાં વેબસાઇટ દ્વારા પહોંચાડાશે.
મુખ્યમંત્રીશ્રીએ ભારત સરકાર કૃષિ વિકાસ માટેના સંશોધનોને પ્રોત્સાહન આપે તેવી અપેક્ષા તેમણે વ્યિકત કરી હતી.જો આપણે આજનું ખેત ઉત્પા દન બે ગણું કરવાનો લક્ષ્યાં ક પરિપૂર્ણ કરીશું- જે શકય છે. તો આખા દેશની જનસંખ્યાનું પેટ ભરી શકીશું અને જો ત્રણ ગણું અન્નર ઉત્પાંદન કરીશું તો દુનિયા આખીને આપણું અન્નય પુરૂં પાડી શકીશું. ભારતના કિસાનોમાં આ સામર્થ્ય છે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, મહાત્મા ગાંધીજી કહેતા કે સાચું સ્વરાજ ગામડાં સમૃદ્ધ બનવાથી આવશે અને ગામડાં સમૃદ્ધ બનાવવા કૃષિને સમૃદ્ધ બનાવવી પડશે. આ દિશામાં આપણી કૃષિનીતિ હોવી જોઇએ એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે ડેન્માર્કના ફુડ એન્ડ એગ્રીકલ્ચરના મીનીસ્ટંર કાઉન્સીવલર શ્રીયુત એન્ડમર્સ કે એડમ્સસન, મડાગાસ્કર એમ્બે્સીના શ્રીયુત રઝાન્ડ્રા સોઆ લીએન્ટાશઇન, બોલીવીયાના એમ્બેમસર શ્રીયુત જોર્ગે કાર્ડેનાસ રોબેલ્સ્, ગામ્બીસયા હાઇકમિશનના કાઉન્સેલર શ્રીયુત એલીઆ બાહ, માલાવાના એમ્બેસર શ્રીયુત પર્કસ લીગોયા, નાગાલેન્ડા એગ્રીકલ્ચર બોર્ડના પાર્લામેન્ટબરી સેક્રેટરી શ્રી બેન્જોગ્લીરબા એઇર, શ્રી આશિષ બહુગુણા, શ્રી અયપ્પાડ, રાજ્ય મંત્રીમંડળના સભ્યોસ, મુખ્યસચિવ શ્રી વરેશ સિંહા, અન્ય, ઉચ્ચશ અધિકારીઓ વગેરે ઉપસ્થિપત રહ્યા હતા.