ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ ઓસોસિયેશન આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીની

મેનેજમેન્ટ નિષ્ણાંતો સાથે રસપ્રદ પ્રશ્નોત્તરી .. .. .. ગુડ ગવર્નન્સ, ગ્લોબલ ઇકોનોમી નેશનલ ઇકોનોમી અને મેનેજમેન્ટ વિષયક

વિશાળ ફલક ઉપર મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યું પ્રેરક ચિન્તન ........

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિયેશન આયોજિત કાર્યક્રમમાં ગુડ ગવર્નન્સ, મેનેજમેન્ટ અને ઇકોનોમી ગ્રોથ સહિતના વ્યાપક ફલક ઉપરના મેનેજમેન્ટ નિષ્ણાંતોના પ્રશ્નોના પ્રેરક ઉત્તરો આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ મેનેજમેન્ટ નિષ્ણાંતોને જે પ્રતિભાવો આપ્યા તે આ પ્રમાણે છેઃ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ હવે દાઓસ ઇન એકશન બની ગઇ છે.ગુજરાતની ઓળખની આર્થિક વિકાસના ક્ષેત્રે ઊંચી શાખ ઉભી થઇ છે. હવે આપણું ફોકસ ગુજરાતના ઇન્વેસ્ટમેન્ટનું નથી પરંતુ વિશ્વના દેશો માટે બિઝનેસ પ્લેટફોર્મનું હબ ગુજરાત બન્યું છે. ગુજરાતે ઇન્ડસ્ટ્રીઅલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટીવની રાજ્યોની સ્પર્ધા અને વિદેશની ધરતી ઉપર ડેલીગેશનો મોકલીને પ્રોજેકટ પ્બ્શ્ કરવાની જૂની પ્રણાલીનો ચીલો ચાતરીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કરીને અન્ય રાજ્યોને પણ ગ્લોબલ ઇકોનોમીના ભાગીદાર બનવાનું પ્લેટફોર્મ પુરૂં પાડયું છે.

  • સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતે ‘ગેઇમ ચેન્જર’ ભૂમિકા સફળતાથી પૂરવાર કરી દેશમાં પહેલીવાર સોલાર પાવર પોલીસી આ સરકારે બનાવી ત્યારે રૂા. ૧૩ ના યુનિટ ભાવે સૂર્યઊર્જા ઉત્પાદિત વીજળી ખરીદવાની જાહેરાત કરેલી ત્યારે કોલસા અને ગેસ આધારિત વીજળીનો દર માત્ર રૂા. ત્રણ હતો. છતાં, ઇમાનદારીથી આ સરકારે સોલાર પાવર પોલીસી બનાવી તે પછી આ જ પોલીસીના આધારે ભારત સરકારે તેની પોલીસી બનાવી તેમાં વીજ ખરીદીનો દર રૂા. ૧૯ જાહેર કરેલો. સ્વાભાવિક છે કે, કેન્દ્રની મોંઘાભાવે ખરીદી સામે ગુજરાત ટકી શકે નહીં, પરંતુ ગુજરાતની શાખ એટલી ઉંચી બની છે કે ભારત સરકાર હજુ માંડ ૧ર૦ મે.વો. સોલાર પાવર મેળવી શકયું છે જ્યારે ગુજરાતે ૭પ૦ મે.વો. સોલાર પાવર પ્રોડકશન દેશના ચરણે ધરી દીધું છે. હવે સ્થિતિ એવી આવી ગઇ છે કે સૂર્ય ઊર્જાથી પેદા થતી વીજળીની કિંમત ઘટતી રહી છે અને કોલસાગેસની વીજળીની કિંમત વધતી રહી છે જોતજોતામાં બંને રૂા. પ/ના યુનિટના સમાન્તર દરે પહોંચી જશે. આમ ગુજરાતે હિંમત કરીને સોલાર પાવરમાં ગેઇમ ચેન્જરની સફળ ભૂમિકા નિભાવી છે.
  • નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલથી વીજળી પેદા કરવામાં ગુજરાતે વિશ્વને નવો રાહ બતાવ્યો, હવે કેનાલના પાણીમાં હાઇડ્રો ટર્બાઇન માઇક્રો મશીન મૂકીને કેનાલ હેડ ઉપર સોલાર અને કેનાલ વોટરમાં હાઇડ્રો સોલાર પાવરનું કમ્બાઇન ઉત્પાદન કરવાનું રિસર્ચ શરૂ કર્યું છે.
  • ટીમ ગુજરાતની સફળતાનું રહસ્ય તેની કાર્યક્ષમતા છે.
  • મેનેજમેન્ટની બેસ્ટ કવોલિટીમાં ગવર્નમેન્ટમાં રાજનૈતિક પ્રતિનિધિઓ જનતા ચૂંટે છે અને પ્રશાસનિક બ્યૂરોક્રસીનો માઇન્ડ સેટ પણ બદલવો મૂશ્કેલ છે ત્યારે, ટીમવર્ક જ બેસ્ટ રહે તેવું નેતૃત્વ મળવું જોઇએ. કામની પૂરી સ્વતંત્રતાદરેકની શકિતને અવસર આપ્યો.
  • રાજ્યમાં પોલીસી ડ્રિવન ગવર્નન્સ હોવું જોઇએપોલીસી ટ્રાન્સપરન્ટ બનાવવા પિપલ્સ પાર્ટીસીપેશન લઇને મીનીમમ ગ્રે એરિયા હોય તો ભ્રષ્ટાચાર કે ભેદભાવને કોઇ અવકાશ રહેવાનો સંભવ નહીંવત છે.

  • ટેકનોલોજીએ ગવર્નન્સમાં ટ્રાન્સપરન્સી લાવી દીધી છે. ગુજરાતની ભિલાડ ય્વ્બ્ ચેકપોસ્ટની આવક મહારાષ્ટ્રની અછાડ ચેકપોસ્ટ કરતાં ૭૬ર કરોડ વધારે છે એક જ નેશનલ હાઇવે ઉપર સામ સામે ઉભેલી આ ચેક પોસ્ટની આવકનો તફાવત ગુજરાતની ટેકનોલોજી ઇગવર્નન્સને આભારી છે.
  • કેન્દ્ર સરકારે ઞ્લ્વ્ (સેલ્સ ટેક્ષ) નો અમલ કરવો હોય તો સમગ્ર ભારતના રાજ્યોમાં તેના અમલની પૂર્વશરત છે, ઇન્ફરમેશન ટેકનોલોજીનું સક્ષમ નેટવર્ક. વીજળીના અભાવે આ શકય બનતું નથી તેને અગ્રીમતા આપવી જ જોઇએ. તત્કાલિન નાણાપ્રધાન પ્રણવ મુખરજીને આ હકિકત ગળે ઉતરી ગયેલી.
  • દહેજનો ભારતમાં એકમાત્ર, દુનિયાના ટોપરપ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં સમાવેશ થયો છે.
  • કોઇપણ ખૂણામાં કોઇ ગરીબ સમાજમાંથી કચરો ઉપાડવાનું કામ કરતો હોય તો તે પણ રાષ્ટ્રસેવાનું જ કામ છે. મારી જવાબદારી છ કરોડ ગુજરાતીઓની સેવા સુખાકારીની છે એનો ભૂભાગ ગુજરાત છે પણ હું રાષ્ટ્રની સેવામાં જ છું.
  • ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સેકટરે વૈશ્વિક અર્થતંત્રની સ્પર્ધામાં ઉભા રહેવા ઝિરો ડિફેકટ મેન્યુફેકચરીંગ અને બેસ્ટ પકેજિંગ ટેકનીકમાં શાખ બનાવવી જ પડે...આજે દુનિયાના કોઇપણ વાહનમાં કયાંક પણ ગુજરાતનો ઓટો પાર્ટ વપરાય છે.
  • ગુજરાત સરકારે અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, અર્બન મેનેજમેન્ટ અને અર્બન ડેવલપમેન્ટ વિશેના માનવ સંસાધન વિકાસ માટે મણીનગરમાં યુનિવર્સિટી સ્થાપવા ભવન બાંધી દીધું છે પરંતુ યુનિવર્સિટીના વિધેયકને રાજ્યપાલશ્રીની મંજૂરી મળતી નથી.
  • ગુજરાત પાસે ૧૬૦૦ કી.મી.નો દરિયાકાંઠો છે. મરીન એન્જીનિયરીંગ અને કોસ્ટલ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ સ્થાપવાની સૌથી વધુ અનુકુળતા છે, પણ ભારત સરકાર રાજકીય ભેદભાવ રાખીને ગુજરાતની દરખાસ્ત મંજૂર કરતી નથી.
  • ગુજરાતે દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાની નેમ સાથે આજે મેડિકલ એજ્યુકેશનની પ૦૦૦ બેઠકો ઉમેરી છે.
  • દર્દીઓ માટે હોસ્પિટલ બેડ ઇન્સ્યોરન્સ બેનિફિટ પોલીસી ભારત સરકારે બનાવવી જોઇએ.
  • યુવા પેઢી માટે ફોર્મલ ડિગ્રી એજ્યુકેશન સાથે સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ જ બેરોજગારી નિવારણનું સક્ષમ માધ્યમ છે. ગુજરાતે ૯૮૬ જેટલા હુણર કૌશલ્યના અભ્યાસક્રમો શરૂ કરી દીધા છે.
  • ગ્લોબલ રિસેશન (વૈશ્વિક મંદી)ને અવસરમાં બદલાવવા માટે લોકોસ્ટ મેન્યુફેકચરીંગ ઇફેકટીવ ગવર્નન્સ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્ટ્રેટજી જ અમલમાં મૂકવી પડેગુજરાત એ દિશામાં આગળ વધી રહ્યું છે.
  • હું પણ ઇન્સાન છું. પણ, ર૦૦૧માં મેં વચન આપેલું કે કામ કરતાં મારાથી ભૂલો થશે તો પણ તેમાં બદઇરાદો નહીં જ હોયઆ વચન મેં પાળ્યું છે...મહેનત કરવામાં મેં કોઇ કચાશ નથી રાખી...કોઇ વ્યકિતગત લાભનો મારા ઉપર ડાઘ નથીરાજકીય આક્ષેપોના જૂઠ્ઠાણા તો ચાલ્યા જ કરશે...આથી જ મને છ કરોડ જનતાનો વિશ્વાસ અને આશીર્વાદ મળ્યા છે...મારૂં સંપૂર્ણ સેવાધ્યાન ગુજરાત જ છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi