રાજ્ય સરકારની સમયસૂચકતા અને પ્રો-એકટીવ આપત્તિ વ્યવસ્થાપન તંત્રની પૂરી તાકાતથી આફતગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધ્ના ધોરણે કામગીરી
અતિવૃષ્ટિ ની નુકશાનીમાં કેન્દ્રીય સહાય મેળવવા ભારત સરકારને મેમોરેન્ડમ અપાશે
રાજ્યના મંત્રીશ્રીઓના કાર્યકારી જૂથે તાકીદના ત્વરિત નિર્ણયો લીધા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં અતિવૃષ્ટિ અને પૂરથી સર્જાયેલી કુદરતી આપત્તિની પરિસ્થિતિ અને વહીવટીતંત્રોએ લીધેલા બચાવ-રાહતના પગલાંની આજે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. વાયુમંડળમાં સર્જાયેલા અણધાર્યા દબાણના પરિણામે ગુજરાતમાં અતિવૃષ્ટિની વ્યા્પક આફતનો ભોગ દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ બન્યાજ હોવા છતાં રાજ્ય સરકારે આપત્તિ વ્યવસ્થાપનની દાખવેલી સજ્જતા અને જિલ્લા વહીવટીતંત્રોની પ્રો-એકટીવ સમયસુચકતાથી અને તત્કાલ બચાવ રાહતના સર્વવ્યાપક પગલાં લેવાના કારણે જાનહાની અને માલ-મિલ્કતની તારાજીમાંથી ગુજરાત હેમખેમ ઉગરી ગયું છે.
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થા ને ઉચ્ચાકક્ષાની આ સમીક્ષા બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ અને ઊજામંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી ડો. વરેશ સિન્હા અને સંબંધકર્તા તમામ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓએ તા.ર૧મી સપ્ટેમ્બસથી અત્યાર સુધીમાં અતિવૃષ્ટિ અને નદીઓના પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં આપત્તિગ્રસ્તો ની વહારે સમયસર પહોંચી ગયેલા જિલ્લા વહીવટીતંત્રએ આપત્તિવ્યવસ્થાપન માટે રાખેલી સજ્જતાથી જે તત્કાલ બચાવ રાહતના પગલાં લીધા છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભવિતતા વિશે જાણકારી મળતાં જ રાજ્યના મંત્રીશ્રીઓના આપત્તિવ્યવસ્થાપન અંગેના કાર્યકારી જૂથે પરિસ્થિતિને પહોંચી વળવાના જિલ્લાતંત્રોને તાકીદના યોગ્યઓ નિર્ણયો લઇને આદેશો અને માર્ગદર્શક સૂચનાઓ આપી હતી અને મુખ્ય્ સચિવશ્રીએ પ્રભારી સચિવો અને જિલ્લા કલેકટરો સહિત આપત્તિગ્રસ્તઓ વિસ્તારોમાં તત્કાલ બચાવ રાહતના પગલાં માટે તંત્રને સાબદુ કરી દીધું હતું. રાજ્યસરકારની આ સમયસૂચકતાના કારણે વ્યા્પક અને અણધારી આફત છતાં ગુજરાત તારાજીમાંથી હેમખેમ ઉગરી ગયું છે.
રાજ્ય સરકારે આપત્તિગ્રસ્તોને અપાતી સહાયના વિવિધ ધોરણોમાં પણ સુધારો કરીને સંવેદનશીલ સરકારની પ્રતીતિ કરાવી છે. જિલ્લાતંત્રોને મદદરૂપ થવા અને રાહત-બચાવમાં તાકીદના નિર્ણયો લઇને તેનો અમલ કરવા માટે પ્રભારી મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવશ્રીઓ સતત સંપર્કમાં રહયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કુદરતી આપત્તિઓ સામે રાજ્ય સરકારની તત્કાલ બચાવ રાહતની અસરકારક કામગીરી સાથે ભવિષ્યમાં લાંબાગાળાની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે એવો નિર્દેશ કર્યો હતો કે ગુજરાતમાં આપત્તિવ્યવસ્થાપન માટે લોકશકિતને સક્રિય અને પ્રશિક્ષિત, પ્રેરિત કરવા સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવો જોઇએ.
બેઠકમાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકશાન અંગે કેન્દ્રીય સહાય માટેની રજૂઆત આવેદનપત્ર દ્વારા કરવામાં આવશે તેમ નકકી થયું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વાયુમંડળના દબાણોની સંભવિતતા સામે વધુ સાવધાની રાખવાના માર્ગદર્શન સાથે સાવચેતીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી. છેલ્લા સાત જ દિવસમાં ર૪૪ મીલી મીટર વરસાદ થયો છે અને તેના પરિણામે જળાશયોની પાણી સંગ્રહશકિત વધી છે જે ભૂગર્ભ જળસપાટી-સંચયને લાંબેગાળે ફાયદારૂપ બનશે. કચ્છની જળાશય શકિતમાં ૧૩ ટકામાંથી ર૩ ટકા અને સૌરાષ્ટ્રેમાં ૪પ ટકા જળસંગ્રહમાંથી ૮૮ ટકા વધારો થયો છે. આ વિસ્તારમાં ૧૩પ ડેમમાંથી ૮૮ ડેમ છલકાઇ ગયા છે.
રાહત કમિશનરશ્રી પી. કે. પરમારે જણાવ્યું કે તત્કાલ બચાવ અને રાહતના પગલાંઓને કારણે જાનહાની રોકી શકાઇ છે અને ૧.૧૦ લાખ લોકોનું કામચલાઉ સ્થળાંતર કર્યું છે. રાહત છાવણીઓમાં જનશકિતએ પણ માનવતાનો સાદ ઝીલીને જિલ્લાતંત્રના કામોમાં પ્રેરક સમર્થન આપ્યું છે. આરોગ્યવિભાગની ૪૭૮ કરતાં વધારે મેડીકલ ટીમો કાર્યરત છે. વીજ પૂરવઠો પૂનઃપ્રસ્થાપિત થયેલો છે અને માત્ર ૧૦૬ માર્ગોમાં કામચલાઉ ટ્રાફિક રોકવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ચોમાસામાં રોગચાળાની સંભાવના રોકવા સમગ્ર ગુજરાતના ગ્રામ્ય્ અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વારાજની સંસ્થાઓ દ્વારા સર્વગ્રાહી સફાઇ અભિયાન ઉપાડવા તાકીદ કરી હતી. સફાઇ સ્વચ્છતા અભિયાનને સંપૂર્ણ ગંભીરતાથી ધ્યાને લઇને તેમા કયાંય પણ કચાશ રહે તો જવાબદારો સામે શિક્ષાત્મ્ક કાર્યવાહી કરવાના તેમણે આદેશ આપ્યા્ હતા અને નવરાત્રી પહેલાં સમગ્ર ગુજરાતમાં સફાઇ ઝૂંબેશને સફળ બનાવવા સૂચના આપી હતી.
લાંબાગાળાની આપત્તિ વ્યંવસ્થાપનની વ્યૂહરચનારૂપે મુખ્યમંત્રીશ્રીએ ડેમો અને જળસંગ્રહના સ્થળોનું એલર્ટ મોનિટરીંગ-ચેકીંગ ગોઠવવાની સુનિશ્ચિમત વ્યવસ્થા અને સુરત તથા વડોદરામાં તાપી તથા વિશ્વામિત્રી નદીઓના પાણીની સંગ્રહશકિત વધારવાના, પૂર સંરક્ષણના કાયમી ઉપાયો તરીકેના વિકલ્પોનો અભ્યાસ કરવા અને આપત્તિ વ્યવસ્થાપનના કાયદાના પરિણામલક્ષી અમલ માટે તાકીદની સૂચનાઓ આપી હતી. તરવૈયાઓ, બોટસ, ફાયરબ્રિગેડના આધુનિક સંસાધનો વગેરેની ચકાસણી અને લોકશિક્ષણ ઉપર તેમણે સૂચનાઓ આપી હતી.