શિક્ષણ વિભાગ પ્રકાશિત કારકિર્દીની ઉજ્જવળ તકોઃ ધો-૧૦ પછીના વિકલ્પો
મુખ્યમંત્રીશ્રીએ કર્યું વિમોચન
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ માધ્યમિક શાળાંત ધો-૧૦ પછી કારકિર્દીની ઉજવળ તકો વિષયક પુસ્તિકાનુંઆજેવિમોચન કર્યું હતું. આ પ્રસંગેશિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા, શિક્ષણરાજ્ય મંત્રીશ્રીઓ સર્વશ્રી જયસિંહજી ચૌહાણ અનેશ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ અગ્ર સચિવશ્રી ડો. હસમુખભાઇ અઢિયા અને વિભાગનાઉચ્ચ અધિકારીઓઉપસ્થિત હતા.""કારકિર્દીની ઉજ્જવળ તકોઃ ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પછી કારકિર્દીના વિકલ્પો'' પુસ્તિકામાં ધોરણ-૧૦ પછીના અભ્યાસક્રમો તથા ધોરણ-૧૦ પછી પ્રાપ્ત નોકરીની તકોની સર્વગ્રાહી વિગતો આપવામાં આવી છે.
ધોરણ-૧૦ ના વિઘાર્થીઓ તથા તેમના વાલીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેમજ વિઘાર્થી પોતાના રસ, રૂચિ અને અભિયોગ્યતા મુજબ પોતાની કારકિર્દી માટે યોગ્ય નિર્ણય લઇ શકે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ""કારકિર્દીની ઉજ્જવળ તકો ઃ ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પછી કારકિર્દીના વિકલ્પો'' નામની આ પુસ્તિકા બહાર પાડવામાં આવી છે. આ પુસ્તિકા જુન-ર૦૧ર ના ધોરણ-૧૦ના પરિણામની સાથે વિઘાર્થીઓને મળી રહેશે.
આ ઉપરાંત જે વિઘાર્થીઓ આગળ ભણી શકે તેમ નથી અને નોકરીની શોધમાં છે તેવા વિઘાર્થીઓ માટે ધોરણ-૧૦ પછી નોકરીની તકોની વિગતોનો સમાવેશ પણ આ પુસ્તિકામાં આપવામાં આવેલ છે. ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી, કમિશનરશ્રી, આદિજાતિ વિભાગ, નિયામકશ્રી, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતાની કચેરી દ્વારા આર્થિક રીતે નબળા વિઘાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃત્ત્િાઓ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિઘાર્થીઓને અપાતી આર્થિક સહાય યોજનાની વિગતોનો સમાવેશ પણ આ પુસ્તિકામાં કરેલ છે.
આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ આપતી સંસથાઓની વેબસાઇટની વિગતો અને વિઘાર્થી તેમજ વાલીઓ માટેની જરૂરી સૂચનાઓ તથા એમ્પ્લોયમેન્ટ ન્યૂઝની વિગતો વિઘાર્થી તથા વાલીઓ માટે ખૂબ જ ઉપયોગી પૂરવાર થાય તેમ છે.