NCTC પાછો ખેંચો ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની ભારત સરકાર સમક્ષ સ્પષ્ટ રજૂઆત

નવી દિલ્હીઃ વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાને ફ્ઘ્વ્ઘ્ની મુખ્યમંત્રીશ્રીઓની પરિષદમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની અત્યંત પ્રભાવક અને ચિંતન પ્રેરક રજુઆત

આતંકવાદને પરાસ્ત કરવાના સખત કાનૂનને બદલે વર્તમાન યુ.પી.એ. સરકાર રાજ્યોના સત્તાઅધિકારો છિનવી લેવાનો ગુપ્ત એજન્ડા ધરાવે છેઃ મુખ્યમંત્રીશ્રીનો આક્રોશ ઙ્કકહીપે નિગાહે કહીંપે નિશાનાઙ્ખ સમવાય માળખાની ભારતની બંધારણીય ભાવનાનો દ્રોહ કરીને ફ્ઘ્વ્ઘ્ના ઓથા હેઠળ ગુચર સંસ્થાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિન્હો ખડાં કર્યા છે દેશમાં આતંકવાદના સીમાપારથી પ્રવેશના મુખ્ય પાંચ ક્ષેત્રો અંગે કેન્દ્ર સરકારે કેવી રણનીતિ અપનાવી છે તે અંગે શ્વેત પત્ર બહાર પાડો . મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં વડાપ્રધાનશ્રી ડો. મનમોહનસિંઘના અધ્યક્ષસ્થાને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (ફ્ઘ્વ્ઘ્) અંગે રાજ્યોના મુખયમંત્રીશ્રીઓની મળેલી પરિષદમાં ફ્ઘ્વ્ઘ્ને પાછો ખેંચવા સ્પષ્ટ માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે આતંકવાદને પરાસ્ત કરવા માટે ભારતમાં સખતમાં સખત કાયદાની જરૂર છે અને ગુજરાત પણ તેનું સમર્થન કરે છે પરંતુ, ફ્ઘ્વ્ઘ્ કોઇ કાનૂન નથી એ એક એવી વ્યવસ્થા છે કે જેણે સમવાય માળખા ઉપર પ્રહાર કર્યો છે અને કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સંબંધમાં વિશ્વાસની કટોકટી અને તનાવ પેદા કર્યા છે.
આ બેઠકમાં ફ્ઘ્વ્ઘ્ની વિરૂધ્ધમાં ગુજરાતના સચોટ મૂદાઓનું વિશ્લેષણ કરતાં પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીને સ્પષ્ટપણે અનુરોધ કર્યો હતો કે, આ પરિષદ કોર્ટ રૂમની દલીલોના સ્વરૂપે લેવામાં આવશે તો આતંકવાદ સામે લડવાની આપણી પ્રતિબધ્ધતાને ન્યાય આપી શકાશે નહીં. સંઘ સરકારે ફ્ઘ્વ્ઘ્ બાબત ખૂલ્લું મન રાખીને રાજ્ય સરકારોની રજૂઆતોને પૂરેપૂરી ગંભીરતાથી લેવી જોઇએ એમ પણ તેમણે જણાવ્યું હતું. આ પરિષદમાં દેશના પ્રુમખ અને મોટાં રાજ્યોએ પણ ફ્ઘ્વ્ઘ્નો વિરોધ કર્યો છે તેની ગંભીરતાને લક્ષમાં લેવાનો અનુરોધ કરતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આતંકવાદ સામે લડવા સંઘ સરકાર અને રાજ્ય સકારો વચ્ચે કોઇ પણ તનાવ વિશ્વના આતંકવાદી સંગઠનોને ભારતની આતંકવાદને પરાસ્ત કરવાની પ્રતિબધ્ધતા સામે દૂવિધા અને નબળાઇના વિપરીત સંકેતો જ આપશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે એમ પણ જણાવ્યું કે આતંકવાદનો પ્રવેશ, દેશની અંદર તેના ષડયંત્રોને મળતું સમર્થન અને દેશને બરબાદ કરવાની આતંકવાદીઓની તૈયારીઓનો આખો વિષય પાંચ મુખ્ય આધાર સ્થંભો ઉપર રહેલો છે જેમાં સીમાપારથી આતંકવાદીઓની (૧) ઘૂસણખોરી (ર) શસ્ત્ર સરંજામના પુરવઠાની ઘૂસણખોરી (૩) હવાલા દ્વારા ગેરકાયદે આર્થિક વ્યવહાર (૪) સંદેશા વ્યવહાર (પ) ગૂનેગારોનું વિદેશમાંથી પ્રત્યારોપણ. આ પાંચેય વિષયો સંઘ સરકારના કાર્યક્ષેત્રની જ બાબતો છે અને તેમાં રાજ્ય સરકારની ભૂમિકા નથી કારણ કે સીમા સુરક્ષાનો વિષય સંપૂર્ણપણે કેન્દ્ર હસ્તક છે. આ સંદર્ભમાં તેમણે ભારત સરકાર સમક્ષ શ્વેતપત્ર બહાર પાડવાની માંગણી કરતાં જણાવ્યું કે આતંકવાદને પરાસ્ત કરવામાં આ પાંચેય ક્ષેત્રો અંગે કેન્દ્ર સરકારે કેવી રણનીતિ અપનાવી છે અને કેટલી સફળતા મેળવી છે તે અંગે દેશની જનતાને વિશ્વાસમાં લેવી જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ ફ્ઘ્વ્ઘ્માં કેન્દ્રની ગુચર એજન્સી ને આતંકવાદઓની ધરપકડ, તપાસ અને જપ્તીના સત્તાધિકારો રાજ્યની પોલીસ પાસેથી લઇને આપી દેવાના એક હથ્થુ નિર્ણય સામે પણ આક્રોશપૂર્વક માર્મિકતાથી પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે ઙ્કવર્તમાન સંઘ સરકારનો આ એક ગુપ્ત એજન્ડા છે અને કહિંપે નિગાહંે કહીંપે નિશાનાઙ્ખની જેમ આતંકવાદને ડામવાના ઓથા હેઠળ ગુચર સંસ્થાની સદીઓ જૂની ગુપ્ત પરંપરાની વિશ્વસનીયતા ખતમ થઇ જશે એટલું જ નહીં, આ વ્યવસ્થા દ્વારા તો કેન્દ્રીય શાસક પક્ષની વિરૂધ્ધની રાજકીય વિચારસરણી ધરાવતા રાજકીય હરિફો સામે જ કાર્યવાહી કરાશે તેવી સંપૂર્ણ દહેશત પણ તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં દિલ્હીના બટલા હાઉસ ટેરરીસ્ટ એન્કાઉન્ટરનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે દિલ્હીમાં હાલના શાસનની સ્પેશ્યલ આઇ.બી. હોવા છતાં, આજ સુધી આ એન્કાઉન્ટરની ઘટના વિશે કોઇ સાચી હકિકત પ્રા થઇ નથી અને કેન્દ્રીય આઇ.બી.ની નિષ્ફળતા ખૂલ્લી પડી ગઇ છે તેની સામે રાજ્યોની ગુચરતંત્રની સેવાઓએ અનેક પ્રકારના આતંકવાદી ષડયંત્રોને પકડીને રાજ્યની પોલીસ અને ગુચર એજન્સીઓએ પોતાના કૌશલ્ય અને સામર્થ્ય પૂરવાર કર્યા છે ત્યારે, રાજ્યો ઉપર શંકા ઉઠાવવાનું કોઇ જ કારણ નથી. ઉલ્ટું રાજ્યોની સરકારો આતંકવાદને ડામવામાં નેક ઇરાદા અને નિયત સાથે કાર્યવાહી કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, ફ્ઘ્વ્ઘ્માં રાજ્યોના આતંકવાદ સામે લડવાની ક્ષમતા અને અગ્રીમતા ઉપર સીધી તરાપ મારવામાં આવી છે અને રાજ્યોની પોલીસ તથા રાજ્ય સરકારોની અવગણના કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ થયેલા જેમાં તત્કાલિન કોંગ્રેસ સરકારના મંત્રી મોહમંદ સૂરતી અને તેના સાગરિત આતંકવાદી હનિફ ટાઇગર સામે આતંકવાદનો ગૂનો સાબિત થયેલો. આ હનિફ ટાઇગર લંડન ભાગી ગયેલો અને તેને ત્યાંથી પાછા લાવવા માટે પ્રત્યાર્પણની પ્રક્રિયા કરવા હાલની ગુજરાત સરકારે વર્તમાન ભારત સરકાર પાસે મદદ પણ માગી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તે અંગે ઉદાસીનતા જ દાખવી છે અને રાજ્યની પોલીસે લંડનની કોર્ટમાં જઇને પ્રત્યારોપણનો હુકમ મેળવ્યો છે. શું ભારત સરકારનું એ દાયિત્વ નથી કે રાજ્યોને આ બાબતમાં સહાયભૂત થાય? મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફ્ઘ્વ્ઘ્ બાબતમાં એવી દલીલ કરે છે કે આ અંગેની ચર્ચા સંસદમાં થયેલી છે પરંતુ હું પૂછવા માગું છું કે શું એમાં ઇન્ટેલીજન્સ બ્યુરોની એજન્સીનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ખરો? જેનો અમલ રાજ્યે કરવાનો છે તે ફ્ઘ્વ્ઘ્ અંગે રાજ્ય સરકારો સાથે કોઇપણ પ્રકારનો પરામર્શ કર્યા વગર એમ કહેવું કે સંસદમાં ચર્ચા થઇ ગઇ છે, ત્યારે રાજ્યોની ચૂંટાયેલી સરકારોની સદંતર ઉપેક્ષા કરવા પાછળ કેન્દ્રની નિયત ઉપર શંકા ઉઠે તે સ્વાભાવિક છે. તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આતંકવાદને શ્નઝિરો ટોલરન્સઌની રણનીતિથી જ પરાસ્ત કરી શકાય અને આ સંદર્ભમાં સંઘ સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સંપૂર્ણ વિશ્વાસ અને સંકલન જળવાવું જોઇએ અને તે અંગેની જવાબદારી સંઘ સરકારની છે આ વિષયને પ્રતિષ્ઠાનો વિષય ગણવાની જરૂર નથી.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્ર સરકારની આતંકવાદને પરાસ્ત કરવા માટે કડકમાં કડક કાનૂન બનાવવાની ઉદાસીનતાનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે સને ર૦૦૪માં યુપીએ સરકારે શાસનમાં આવીને સૌ પહેલાં ભ્બ્વ્ખ્નો કાનૂન રદ કરવાનું પગલું ભર્યું હતું અને તે વખતે વડાપ્રધાનશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે ભારતમાં આતંકવાદ વિરોધી જે કાયદા છે તે પર્યા છે અને નવા કાયદાની જરૂર નથી, જ્યારે આજે પણ સંઘ સરકાર તેના રાજકીય ઇરાદાને ધ્યાનમાં રાખીને છૂટા છવાયા કાયદાના અખતરા કરે છે. અગાઉ પ્ખ્ઘ્લ્પ્ખ્ઘ્ફ્ત્ખ્ અને હવે ફ્ઘ્વ્ઘ્ એમ જુદા જુદા કાયદાઓ કરવાની પાછળ કેન્દ્ર સરકારની દુવિધા અને દિશા શૂન્યતા જ દેખાય છે અને તેનાથી ભારત ઉપર બાજ નજર રાખી રહેલા આતંકવાદીઓના ફાયદામાં જ સંકેતો પહોંચે છે. શું આ રીતે આતંકવાદને નાથી શકાશે? એવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વના અનેક સમૃધ્ધ દેશોએ પણ આતંકવાદને ડામવાના કડકમાં કડક કાયદા બનાવ્યા છે જેમાં અમેરિકા, બ્રિટન, જાપાન, કેનેડા, ન્યુઝિલેન્ડ, ઇન્ડોનેશિયા જેવા વિવિધ દેશોએ અમલમાં મૂકેલા આતંકવાદ વિરોધી કડક કાનૂનોની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શા માટે ભારત સરકાર આતંકવાદ વિરોધી કડક કાયદા કરવા માટે રાજ્ય સરકારોને વિશ્વાસમાં લઇને પોતાની નેક નિયત સ્પષ્ટ દાખવતી નથી?
આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પટેલ, ગૃહના અધિક મુખ્ય સચિવશ્રી ડો. વરેશસિન્હા, પોલીસ મહાનિદેશકશ્રી ચિતરંજનસિંઘ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવશ્રી ગિરિશચન્દ્ર મૂર્મૂ અને દિલ્હી ખાતેના નિવાસી કમિશ્નરશ્રી ભરત લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મહોત્સવઃ૨૦૧૨ રાજયવ્યાપી અભિયાનનો જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે થી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવશે ૨૨૪ કૃષિરથો તાલુકા પંચાયતની બેઠક મુજબ કલસ્ટર વાઇઝ પરિભ્રમણ કરશે અને કૃષિપશુપાલન ક્ષેત્રે કૃષિકારોમાં લોકચેતના જાગૃત કરશે રાજયભરમાં ૪૩૯૭ પશુઆરોગ્ય મેળાઓનું આયોજન ૯૧૨૨૦ જેટલી પશુપાલન ઇનપુટ કિટસનું વિતરણ કરાશે દરરોજ સાંજે ૭.૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી દ્વારા ગ્ત્લ્ખ્ઞ્ના માધ્યમથી ખેડૂતોને માર્ગદર્શન ગાંધીનગરઃ શનિવારઃ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે કિસાનોમાં આધુનિક પધ્ધતિઓની જાણકારી આપવા માટે અને કિસાનોને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુસર વર્ષ ૨૦૦૫થી કૃષિમહોત્સવનું આયોજન કરવામાં આવે છે તદઅનુસાર કૃષિમહોત્સવ૨૦૧૨નો પ્રારંભ જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે થી તા. ૬ઠ્ઠીમેના રોજ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇમોદી કરાવશે. મુખ્યમંત્રીશ્રી આ મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે ૭.૩૦ કલાકે ગ્ત્લ્ખ્ઞ્ના માધ્યમથી ખેડૂતોને પ્રેરક માર્ગદર્શન આપશે. ઉપરાંત તા. ૧૦મીના રોજ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે, તા. ૧૨મીના રોજ આણંદ જિલ્લાના પેટલાદ ખાતે અને તા. ૧૭મીના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે. રાજયભરમાં કૃષિમહોત્સવ અંતર્ગત ૨૨૪ જેટલા કૃષિરથો તાલુકા પંચાયતની સદસ્યની બેઠક મુજબ કલસ્ટર વાઇઝ પરિભ્રમણ કરશે. રાજયમાં ૪૩૯૭ પશુ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૯૧૨૨૦ જેટલી કૃષિપશુપાલન ઇનપુટસ કિટસનું વિતરણ કરવામાં આવશે. આઠમો કૃષિ મહોત્સવ તા.૪૬૨૦૧૨ સુધી ૩૦ દિવસ ચાલશે આ દરમિયાન બપોર બાદ કિસાન જાગૃતિ અર્થે પરિસંવાદો, પ્રદર્શનો વિગેરે યોજાશે.
જેમાં રાજયની કૃષિ યુનિવર્સીટીના તજજ્ઞો, પશુચિકિત્સકો, દૂધ ઉત્પાદક સંઘના તજજ્ઞો અને વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહીને કૃષિકારોપશુપાલકોને વિસ્તૃત માર્ગદર્શન આપશે. દિવસ દરમિયાન કૃષિ સંશોધન અને આધુનિક ખેત પધ્ધતિ અંગે માર્ગદર્શન સહિત પશુ આરોગ્ય મેળાઓ, પશુ રસીકરણ, કૃત્રિમ બીજદાન જેવા પશુ આરોગ્યને લગતા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. રાજય સરકારના આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પશુપાલન નિયામકશ્રી ની યાદીમાં જણાવાયું છે. કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવમાં નવોદિત કલાકારોને ભાગ લેવા અંગે કલાકારોની ઉંમર ૧૭થી ઓછી અને રપ વર્ષથી વધુ ન હોવી જોઇએઃ અરજી કરવાની અંતિમ તારીખ ૩૦ મે, ર૦૧ર ગાંધીનગરઃ શનિવારઃ રાજ્યમાં શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રમાં આશાસ્પદ નવોદિત કલાકારોને પ્રોત્સાહન, પ્રેરણા, માર્ગદર્શન અને તાલીમ મળી રહે અને તેમની નૃત્ય કલા જાહેર મંચ દ્વારા રજૂ થઇ શકે તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા દર વર્ષે કલ કે કલાકાર શિર્ષક હેઠળ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે.
ચાલુ વર્ષે ર૦૧ર૧૩માં યોજાનાર મહોત્સવમાં ભાગ લેવા ૧લી મે, ર૦૧રના રોજ જે કલાકારની ઉંમર ૧૭થી ઓછી ન હોય અને રપથી વધુ ન હોય, શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે આરંગેત્રમ પૂર્ણ કરેલ હોય, તેમજ નૃત્યમાં ક્ષેત્રમાં વિશારદ થયા હોય/કથ્થક નૃત્યમાં સાત વર્ષથી ગુરૂ પાસે તાલીમ મેળવેલ હોય તેવા તથા નૃત્ય સમારોહમાં લાઇવ અથવા ટેપ પર કૃતિ રજૂ કરી શકશે. નૃત્ય મહોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ પુરૂ નામ, સરનામું, (ફોનમોબાઇલ નંબર) જન્મતારીખ, જન્મતારીખના દાખલાની પ્રમાણિત નકલ, આરંગેત્રમ/નૃત્ય ક્ષેત્રે વિશારદ કર્યા અંગેનું તેમજ કથ્થક ગુરૂ પાસે તાલીમ લીધા અંગેનું પ્રમાણપત્ર, પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોટાડી એક સાદા કોરા કાગળ પર અરજી સભ્યસચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, બ્લોક નં. ૯/૧, ર્ડા. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર૩૮ર૦૧૦ને ટપાલ દ્વારા ૩૦ મે, ર૦૧ર સુધી મોકલી આપવાની રહેશે. નૃત્ય લાઇવ અથવા તો ટેપ પર થઇ શકશે. આવેલ અરજીઓમાંથી નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ઓગસ્ટ, ર૦૧રના બીજા કે ત્રીજા સાહ દરમિયાન યોજાનાર પૂર્વ કસોટી લઇ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ માટેના કલાકારોની પસંદગી કરવામાં આવશે તેમ સચિવશ્રી, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની યાદીમાં જણાવાયું છે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award

Media Coverage

PM Modi Receives Kuwait's Highest Civilian Honour, His 20th International Award
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi remembers former PM Chaudhary Charan Singh on his birth anniversary
December 23, 2024

The Prime Minister, Shri Narendra Modi, remembered the former PM Chaudhary Charan Singh on his birthday anniversary today.

The Prime Minister posted on X:
"गरीबों और किसानों के सच्चे हितैषी पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर विनम्र श्रद्धांजलि। राष्ट्र के प्रति उनका समर्पण और सेवाभाव हर किसी को प्रेरित करता रहेगा।"