મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ની બેઠકમાં મહત્વાકાંક્ષી પ્રોજેકટના નિર્માણમાં મહત્વના નિર્ણયો
છ મહત્વના અભ્યાસ સ્ટેર્ન પૂર્ણ ઃ સાતમો પર્યાવરણલક્ષી અભ્યાસ પ્રગતિમાં
સરદાર સરોવર બંધના સાનિધ્યમાં આકાર લેશે ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટી
સરદાર સરોવર બંધથી ભરૂચ સમૂદ્રકાંઠા સુધી નર્મદાના બંને કાંઠાનો આંતરરાષ્ટ્રીય પ્રવાસન તરીકે વિકાસ થશે ગરૂડેશ્વર વિયરના બાંધકામનો વર્કઓર્ડર અપાયો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષસ્થાને મળેલી "સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ'ની બેઠકમાં નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધના સાંનિધ્યમાં સરદાર પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮ર મીટર ઉંચાઇની વિશાળતમ પ્રતિમા-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રાષ્ટ્રીય સ્મારકના પ્રોજેકટનું નિર્માણ કાર્ય, આગળ વધારવાનો મહત્વાકાંક્ષી નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ હેતુસર પ્રોજેકટ મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટ માટે વિશ્વકક્ષાના કન્સ્લટન્ટને કામગીરી સોંપવામાં આવશે.ભારતની એકતાના શિલ્પી સરદાર પટેલની સ્મૃતિ યુગો સુધી જીવંત રાખવા અને ગુજરાતની અસ્મિતાની શાન વિશ્વમાં પ્રસ્થાપિત કરે એ હેતુથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેકટ હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ભવ્ય રાષ્ટ્રીય સ્મારકના નિર્માણની સાથોસાથ સરદાર સરોવર બંધની ભરૂચના દરિયાકાંઠા સુધીના બંને બાજુના નર્મદા નદીના કાંઠાને કેનાલ ટુરિઝમ તરીકે આંતરરાષ્ટ્રીય પ્રવાસન આકર્ષણ રૂપે વિકસાવવાનું પ્રેરક સૂચન કરેલું તેના અનુસંધાને ગરૂડેશ્વર વિઅરના નિર્માણ બાંધકામનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલો છે. આ ઉપરાંત ભાડભૂત કેનાલ સહિત ભરૂચના સમૂદ્રકાંઠા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા બંધથી શરૂ કરીને બંને કાંઠે પ્રવાસન પ્રવૃત્ત્િાનો આંતરરાષ્ટ્રીય ધોરણે વિકાસ કરવામાં આવશે.
સૂચિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ નિર્માણ માટેના મહત્વના છ સ્ટડી સર્વે પૂર્ણ કરવામાં આવ્યા છે જેમાં (૧) ટોટલ સ્ટેશન સર્વે, (ર) વેરીએશન ઇન વોટર લેવલ એન્ડ હાઇ ફલડ લેવલ, સર્વે (૩) વિન્ડ એન્ડ વોટર વેલોસીટી-સર્વે (૪) સેસ્મીક સ્ટડી સર્વે (પ) જીઓલોજીકલ સર્વે અને (૬) મોડેલ સ્ટડી-મેથેમેટીકલ એનાલિસીસ-પૂણેનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યા છે જ્યારે પર્યાવરણલક્ષી અસરોનો એન્વાયર્નમેન્ટ ઇમ્પેકટ એસેસમેન્ટ સ્ટડી-અભ્યાસ સર્વે હાલ પ્રગતિમાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સરદાર પટેલ પ્રતિમા અને રાષ્ટ્રીય સ્મારકના આ મહત્વાકાંક્ષી પ્રોજેકટનો અંદાજિત ખર્ચ રૂા. રપ૦૦ કરોડનો આકારવામાં આવેલો છે અને તેમાં જનભાગીદારીનું યોગદાન મેળવવામાં આવશે. પ્રોજેકટ કન્સ્ટ્રકશન મેનેજમેન્ટમાં સ્ટેચ્યુ અને સ્મારક ઉપરાંત બ્રીજ, રાષ્ટ્રીય સ્મારકથી કેવડીયા સુધીનો પાકો માર્ગ, મેમોરિયલ અને કન્વેન્શન સેન્ટર, મેમોરિયલ ગાર્ડન, એમ્યુઝમેન્ટ પાર્ક, હોટેલ સહિતના પ્રવાસન વિકાસનું પણ મહત્વનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં, દરરોજના એક લાખ પ્રવાસીઓની મૂલાકાત સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરાથી કેવડીયા મેટ્રો રેઇલ તથા છ માર્ગીય ધોરીરસ્તાનું ભવિષ્યનું આયોજન પણ વિચારણામાં લીધું છે.
લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલે સરદાર સરોવર નર્મદા યોજનાને સાકાર કરવાનો સંકલ્પ કરેલો અને અનેક આંટીધૂંટીઓના વિવાદમાંથી રાજકીય ઇચ્છાશકિત તથા ન્યાયિક સંધર્ષ કરીને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા દશ વર્ષમાં સરદાર સરોવર ડેમની ઊંચાઇ ૧ર૧.૯ર મીટરના નિર્ણાયક તબક્કે પહોંચાડી છે, ૧૯પ૦ મેગાવોટના જળવિઘુત પ્રકલ્પ રાષ્ટ્રને ચરણે કાર્યાન્વિત કરેલા છે અને ૪પ૮ કી.મી.ની વિશ્વની સૌથી લાંબી મુખ્ય નહેરનું નિર્માણ સંપન્ન કરેલું છે.
ગુજરાતમાં નર્મદે સર્વદેનો મંત્ર આપનારા મુખ્યમંત્રીશ્રીએ રર૦૦ કી.મી.ની પીવાના પાણીની પાઇપલાઇનથી નર્મદા આધારિત કેનાલ દ્વારા હરણફાળ ગતિથી આગળ ધપાવેલું છે અને હાલ નર્મદા કેનાલ નેટવર્કના બ્રાન્ચ, માઇનોર અને સબ માઇનોર ડિસ્ટ્રીબ્યુટરીના કામો નિર્ધારિત સુધારેલા સમયપત્રક પ્રમાણે આગળ ચાલી રહ્યા છે. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીએ દુનિયાના અજોડ એવા કેનાલ સોલાર પાવર પેનલનો પાઇલોટ પ્રોજેકટ સાકાર કરીને દેશ અને દુનિયાને નવો રાહ બતાવ્યો છે.
આ ટ્રસ્ટની બેઠકમાં મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શહેરી વિકાસ જળસંપત્ત્િા મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના સલાહકારશ્રી બી. એન. નવલાવાલા, મુખ્યસચિવશ્રી એ. કે. જોતી, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદીશન અને વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.