
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે નડિયાદની નોલેજ હાઇસ્કુલના યુવાન ચિત્ર શિક્ષક શ્રી સતિષ પાટીલે સ્ટ્રીપલીંગ આર્ટના માધ્યમથી ૧૦ કરોડ ટપકાં દ્વારા તૈયાર કરેલું શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ચિત્ર અર્પણ કર્યું હતું.
આ ચિત્ર સ્ટ્રીપલીંગ આર્ટની આગવી કલાસૂઝથી ૧૦ કરોડ ટપકાં દ્વારા પંદર માસના સમયમાં અવિરત પરિશ્રમ કરીને તેમજ સુર્વણ અને હિરાનો ઉપયોગ કરીને શ્રી સતિષ પાટીલે તૈયાર કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ આ યુવા ચિત્રકારની કલા સાધનાને બિરદાવી પ્રોત્સાહન પુરૂં પાડયું હતું અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સરકારના દંડક શ્રી પંકજભાઇ દેસાઇ તથા અગ્રણી શ્રી નરહરિ અમીન પણ ઉપસ્થિત રહયા હતા.