પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથ મંદિર પરિસરમાં ધ્વજ પૂજા, અભિષેક મુખ્ય મંત્રીશ્રીનું સમુદ્રમાંથી સાગરખેડૂઓએ કર્યુ અભિવાદન
ગુજરાતના મુખ્યમ મંત્રીશ્રી નરેન્દ્રથભાઇ મોદીએ આજે શ્રાવણ માસના અંતિમ સોમવારે દ્વાદશ જયોતિર્લિંગના પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવના ભકિત ભાવપૂર્વક પૂજન – અર્ચન તથા જલાભિષેક કર્યા હતા.
નવરચિત ગીર – સોમનાથ જિલ્લા અભિવાદન માટે આજે સોમનાથ આવેલાં મુખ્યામંત્રીશ્રીએ સોમનાથ મંદિર પરિસરમાં ધ્વનજપૂજા - અભિષેક પણ શ્રધ્ધા ભાવથી કર્યા હતા. શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સાગરખેડૂ બાંધવોએ સમુદ્રમાં હોડી –બોટમાંથી ભાવસભર અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટીના શ્રી પ્રવિણભાઇ લ્હેરી, તથા ટ્રસ્ટીમઓ તથા મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયા સહિત પદાધિકારીઓ પણ ઉપસ્થિ્ત રહયા હતા.