"Shri Modi pays tributes to Shyamji Krishna Varma on his birth anniversary "
"In 2003, Shri Modi had travelled to Switzerland to get back the Ashes of Shri Shyamji Krishna Varma "
"In 2010 Shri Modi dedicated Kranti Tirth, a memorial dedicated to life of Shri Shyamji Krishna Varma"

2003 માં શ્રી મોદી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓ લેવા સ્વિટ્ઝર્લૅન્ડ ગયેલ

2010 માં શ્રી મોદીએ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનને સમર્પિત એક સ્મારક, ‘ક્રાંતિ તીર્થ’ અર્પણ કર્યું

 

4 ઓક્ટોબર, 2012 ના રોજ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ જયંતી નિમિત્તે શ્રી નરેન્દ્ર મોદીએ આ ક્રાંતિકારી દેશભક્તને હાર્દિક શ્રદ્ધાંજલી આપી. શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના સપૂત હતા અને તેમનો જન્મ કચ્છના માંડવીમાં 4 ઓક્ટોબર, 1857 માં થયો હતો.

Recreation of India house and statute of Shri Shyamji Krishna Varma & his wife at Kranti Teerth

શ્રી મોદી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને પોતાના આદર્શ માનતા હતા તથા તેમની વારસાને કરોડો લોકોના દિલોદિમાગમાં જીવંત રાખવા માટે પ્રયાસ કરેલ છે.

તેમનાં અસ્થિ પાછાં લાવવામાં આવ્યાં :

શ્યામજી કૃષ્ણ વર્માનો સ્વર્ગવાસ 1930 માં એક ઇચ્છા સાથે થયેલ કે તેમનાં અસ્થિ સ્વતંત્ર ભારતમાં પોતાની માતૃભૂમિ પર પાછાં લાવવામાં આવે. હિદુસ્તાનને 1947 માં આઝાદી મળી, પરંતુ તત્કાલીન સરકારે એ વ્યક્તિનું અંતિમ સપનું પુરું કરવા માટે કંઈ જ કર્યું નહીં, કે જેમણે ભારત માતાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલ.

ઓગસ્ટ 2003 માં, એ શ્રી નરેન્દ્ર મોદી હતા કે જેઓ સ્વિટ્ઝર્લૅન્ડ ગયા અને પોતે શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિઓ તથા તેમનાં પત્નીને પાછાં લાવ્યા. આ પગલાંની લોકો દ્વારા તથા ખાસ કરીને યુવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી, કે જેઓ શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને પોતાના પ્રેરણા સ્ત્રોત તરીક જોતા હતા.

Shri Modi receiving ashes of Shri Shyamji Krishna Varma at Switzerland in 2003

  ક્રાંતિ તીર્થ : શ્યામજી કૃષ્ણ વર્માને અમરત્વ

શ્રી મોદીએ એક એવી જગ્યાની કલ્પના કરી હતી કે જ્યાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્માની સ્મૃતિઓને જીવંત કરી શકાય, જેથી આ દેશના લોકોને આ મહાન ક્રાંતિકારી વિશે જાણવામાં વધારે પ્રેરણા મળી રહે. આ કારણથી ક્રાંતિ તીર્થની કલ્પનાએ જન્મ લીધો.

મુખ્યમંત્રીશ્રીએ 4 ઓક્ટોબર, 2009 ના રોજ આ સ્મારકનું શિલારોપણ કર્યું હતું અને 13 ડિસેમ્બર, 2010 ના રોજ તેને રાષ્ટ્રને સમર્પિત કરે.શ્રી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનના જીવનચરિત્રને ઉજાગર કરતું આ ક્રાંતિ તીર્થ અનેક સ્મારક પ્રદર્શનો ધરાવે છે જે આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના વીરોને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે. ઇંડિયા હાઉસ, જે હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે, તેને ક્રાંતિ તીર્થ ખાતે પુનર્જીવિત કરવામાં આવેલ છે.

View of Kranti Teerth

ક્રાંતિ તીર્થની મુલાકાત લો તથા આ સ્થળ વિશે વધારે જાણો

દેશભક્તિના પ્રતીક તથા અનેકોની પ્રેરણા સમાન

શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા દેશભક્તિના પ્રતીક સમાન હતા તથા ભારત માતા પ્રત્યેની તેમની નિષ્ઠા અપાર હતી. તેમના આદર્શોએ તેમને એક પ્રેરણા સ્ત્રોત બનાવી દીધેલ તથા અનેક ક્રાંતિકારીઓમાં તેમણે દેશભક્તિ ની જ્યોત પ્રજ્વલિત કરી હતી. તેમનાથી અત્યંત પ્રભાવિત થયેલ લોકોમાં વીર સાવરકર, શ્રી મદનલાલ ઢીંગરા તથા લાલા હરદયાલનો સમાવેશ થાય છે.

અંગ્રેજોની સેવા ક્યારેય ન કરો

શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિશે એક કિસ્સો જણાવતાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ એવી વ્યક્તિ હતા કે જેમણે અનેક લોકોને મદદ કરેલ, પરંતુ તેમની એકમાત્ર પૂર્વશરત રહેતી કે - તમે અંગ્રેજો હેઠળ સેવા નહીં બજાવો..! હિંદુસ્તાનથી સેંકડો માઇલ દૂર હોવા છતાં, ભારત માતા માટેની તેમની ભાવના અને ભક્તિ તેમના છેલ્લા શ્વાસ સુધી અખંડિત રહ્યાં.

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો સાચો ઇતિહાસ રજૂ કરો : શ્રી મોદી

અનેક વખત, શ્રી મોદીએ હિંદુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામની સાચી તસવીર રજૂ કરવાની જરૂરિયાત પર ભાર મૂકેલ છે. આ વિકૃતિનું કારણ એ છે કે આપણામાંના કેટલાક લોકો હજુ પણ ગુલામીની માનસિકતામાં જકડાયેલા છે, જ્યારે કેટલાક લોકો માટે આ દેશ જમીનના એક ટુકડાથી વિશેષ કંઈ નથી. તેવી જ રીતે, તેમણે ઇતિહાસને માત્ર એક જ પરિવારના બલિદાન અને મહિમાની નજરથી આગળ જોવાની આવશ્યકતા પર પણ ભાર મૂક્યો છે.

આજે જ્યારે આપણે આઝાદી અને સ્વતંત્રતાની હવામાં શ્વાસ લઈએ છીએ ત્યારે, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા લોકોને આપણે ન ભૂલવા જોઈએ, જેમણે પોતાનું સમગ્ર જીવન એવા ભારતના નિર્માણ માટે સમર્પિત કરી દીધું કે જ્યાં લોકો પોતાનું માથું ગર્વથી ઊંચું કરીને જીવી શકે તથા કોઈ પણ પ્રકારના અન્યાય અથવા વિદેશી પરાધીનતાને સ્થાન ન હોય..!

Inside Kranti Teerth

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India