ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રીની ભાવાંજલિ
વંચિતોના ઉત્કર્ષ માટે સંઘર્ષ કરનારા ડો. આંબેડકર યુગપુરુષ હતાં.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રંભાઇ મોદીએ ભારત રત્ન ડો. બાબા સાહેબ આંબેડકરને તેમના જન્મ દિવસે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી.ગાંધીનગરમાં વિધાનસભા સંકુલ સામે ડો. આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ડો. બાબા સાહેબ આંબેડકરનો જન્મ આ દેશ માટે બીજી દિવાળીનો ઉત્સવ હતો. વંચિતોના વિકાસ માટે આજીવન સંઘર્ષ કરતા રહીને વંચિતો-દલિતોને સેવા સંસ્કાર અને શિક્ષિત કરનારા ડો. આંબેડકર યુગપુરુષ બની ગયા છે.
સામાન્ય માનવીને પણ જીવનની કઠિન સમસ્યાઓથી બહાર આવી સરળ-સહજ જીવન કઇ રીતે જીવાય, વંચિતો-દલિતોનો વિકાસ કેમ થાય, તેમના હકકો અને અધિકારોઓની સદા રક્ષા થાય તે માટે પ્રતિબદ્ધ તેવા ડો. આંબેડકરનું નામ સદા અમર રહેશે તેમ જણાવી શ્રી નરેન્દ્રાભાઇ મોદીએ ડો. બાબા સાહેબ આંબેડકર વંચિતોના વિકાસ અને ઉત્થાન સાથે સમાજની એકતાને ઉની આંચ ન આવે તે ઉમદા હેતુથી સામાજિક સમરસતા માટે સમર્પિત રહ્યા હતાં તેનો ઉલ્લે્ખ કર્યો હતો.
આ પ્રસંગે સામાજિક ન્યાય અધિકારીતાના મંત્રી શ્રી રમણભાઇ વોરા, પૂર્વમંત્રી શ્રી ફકીરભાઇ વાઘેલા, ધારાસભ્યો સર્વશ્રી પૂનમભાઇ મકવાણા શંભુજી , અશોકભાઇ પટેલ તેમજ અગ્રણીઓ શ્રી ઝવેરભાઇ ચાવડા, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, અધ્યકક્ષશ્રી વાડીભાઇ પટેલ સહિત દલિત અગ્રણીઓ- નાગરિકોએ ઉપસ્થિીત રહી ડો. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.