ગુજરાત સરકાર નવી ઇન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પોલીસી લાવી રહી છે
બાંગ્લા દેશના ગારમેન્ટ ઉઘોગને ભારતમાં આયાત કરવા એકસાઇઝ ડયુટી માફીની ખાસ રાહત કેમ ?
અમદાવાદમાં ૨૦મા નેશનલ ગારમેન્ટ ફેરનું ઉદ્ધાટન કરતા મુખ્યંમત્રીશ્રી
ભારતીય વસ્ત્ર પરિધાનની વિશિષ્ઠ પેટર્નનો પ્રભાવ ઉભો કરીએ
કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી આપતો વસ્ત્ર ઉઘોગ છે
વિશ્વ બજારોમાં ફેશનની બદલાતી દુનિયામાં વસ્ત્ર ઉઘોગે સ્પર્ધામાં ટકી રહેવાની વ્યુહરચના અપનાવવી પડશે
ગુજરાતમાં વસ્ત્ર ઉઘોગના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ
ગારમેન્ટ ઉઘોગના વૈશ્વિક વિકાસ માટે ફાઇવ-એફ-કલસ્ટર નીતિ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદમાં તૈયાર વસ્ત્રોના ગારમેન્ટ ફેરનું ઉદ્ધાટન કરતાં વિશ્વના બજારોમાં સતત બદલાતી જતી વસ્ત્ર પરિધાનની ફેશનની સ્પર્ધામાં સક્ષમ રીતે ટકી રહેવાની વ્યૂહ રચના ધડવા ગારમેન્ટ ઉઘોગને આહ્વાન કર્યું હતું. અમદાવાદમાં આ ગારમેન્ટ ફેર આજથી ત્રણ દિવસ સુધી યોજાઇ રહ્યો છે. ગુજરાત સરકાર નવી ઇન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પોલીસી લાવી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. પヘમિી દેશોએ સ્પર્ધાના અપપ્રચાર તરીકાથી ભારતના વસ્ત્ર ઉઘોગને બદનામ કરવા ""ચાઇલ્ડ લેબર''નો ભ્રામક પ્રચાર કરેલો છે તેનાથી સાવધ રહેવા તેમણે ચેતવણી આપી હતી.ગુજરાત ગારમેન્ટ મેન્યુફેકચરર્સ એસોસીએશન (જી.જી.એમ.એ.)ના આ નેશનલ ગારમેન્ટ ફેરમાં તૈયાર વસ્ત્રોના રેડીમેઇડ ગારમેન્ટના ૫૦૦ જેટલા ઉત્પાદકો પોતાની બ્રાન્ડ નેઇમ સાથે ભાગ લઇ રહ્યા છે.
ગારમેન્ટ ઉઘોગના પાયામાં કપાસનું રો-મટીરીયલ છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ તૈયાર વસ્ત્રોના રંગરૂપના વિકાસનો સીધો સંબંધ કપાસ ઉત્પાદક કિસાનોના પરિશ્રમની સફળતાને અભારી છે એમ જણાવ્યું હતું. વૈશ્વિક અર્થતંત્રના યુગમાં તમામ ઉઘોગ-વેપાર ઉપર અર્થનીતિનો પ્રભાવ પડેલો છે તેનો સંદર્ભ આપી ગારમેન્ટ ઉઘોગને પણ વિશ્વના બજારોની સાથે સ્પર્ધામાં રહેવુ પડે છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
સસ્તી કિંમત અને સતત બદલાતી ફેશનના આ સ્પર્ધાત્મક જમાનામાં ગારમેન્ટ વસ્ત્રોના ઉઘોગોએ વિપુલ માત્રામાં તૈયાર વસ્ત્રોના માર્કેટને પ્રભાવિત કરવા ફેશન ડિઝાઇનના બદલાવને કેન્દ્રસ્થાને રાખવા તેમણે ભાર મુકયો હતો. ફેશન ડિઝાઇનમાં લગાતાર સંશોધનથી અને હેલ્થ કેર કોન્સીયશથી ગારમેન્ટ વસ્ત્રોની ગુણવત્તામાં બદલાવ લાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકાર રોજગારલક્ષી ઉઘોગોનો વિકાસ ખુબ જ ઝડપથી થાય તે માટેની નીતિને પ્રાથમિકતા આપે છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ ક્ષેત્ર પછી સૌથી વધુ રોજગારી આપનારો વસ્ત્ર-ગારમેન્ટ ઉઘોગ છે અને તેના માનવીય સંવેદનાના પાસાને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે.
આ સંદર્ભમાં, ગુજરાતમાં ગારમેન્ટ ઉઘોગને વિશ્વના બજારમાં ટકી રહેવાની નવી તાકાત ઉભી કરવા તૈયાર વસ્ત્રો માટે કપાસ ઉત્પાદનથી લઇને બજાર વ્યવસ્થા સુધીના ફાઇવ-એફ કલસ્ટરનો વિકાસ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. ફાર્મ-ટુ ફેબિ્રક-ટુ ફાઇબર ટુ-ફેશન ટુ-ફોરેનના આ ક્લસ્ટર્સ માટે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝે નવતર પહેલ અને ભારતીય વસ્ત્ર પરિધાનની વિશેષતાઓના પ્રભાવ વિસ્તારવા પણ પણ તેમણે અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્તાનના ૧૨૦ કરોડના વિરાટ જનસમાજની વસ્ત્ર પરિધાનની વધતી જતી જરૂરિયાતોનું આંતરિક બજાર અને ખાદી જેવા પરંપરાગત વસ્ત્ર પ્રત્યેનો નકારાત્મક દ્રષ્ટિકોણ બદલાવીને ખાદી માત્ર ગાંધીવાદી જ નહીં પણ ખાદીફોરફેશનથી દુનિયાને પ્રભાવિત કરી શકે તેવા હોલિસ્ટીક હેલ્થકેર અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી ખાદી વસ્ત્રોને વિશ્વમાં પ્રચલિત કરવાના પ્રયાસો હાથ ધરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ટેક્ષ્ટાઇલ ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝના વિકાસમાં અવરોધક એવી કેન્દ્ર સરકારની નકારાત્મક નીતિની આલોચના કરતાં જણાવ્યું કે, એવું શું કારણ છે કે બાંગ્લા દેશના રેડીમેઇડ ગારમેન્ટ ભારતમાં આવે છે અને ભારતના ગરીબોની રોજી રોટી છિનવાઇ રહી છે ? શા માટે બાંગ્લા દેશના ગારમેન્ટ વસ્ત્રો ઉપરની એકસાઇઝ કસ્ટમ ડયુટી માફ કરી છે ? આવી વિશેષ રાહત બાંગ્લા દેશના ગારમેન્ટ ઉઘોગને શા માટે ? એવો વેધક પ્રશ્ન મુખ્યમંત્રીશ્રીએ ઉઠાવ્યો હતો.
ગુજરાતમાં ગારમેન્ટ વસ્ત્ર ઉઘોગના વિકાસ માટેની તમામ સાનૂકુળતા ઉપલબ્ધ છે ત્યારે ""મેઇડ ઇન ઇન્ડિયા'' ની વિશ્વસનીય બ્રાન્ડ ઉભી કરવા ગારમેન્ટ ઉઘોગને ""ઝીરો પ્રોડકટ ડિફેકટ''ના મંત્ર સાથે કવોલિટી પ્રોડકટ ગારમેન્ટ માટે કોઇ સમાધાન નહીં કરવા અને ""ભારતના ગારમેન્ટ બ્રાન્ડ''ની વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરવાનું પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીએ આપ્યુ હતું.
ઉઘોગ રાજ્ય મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતની વર્તમાન સરકારના ઉઘોગ મૈત્રીપૂર્ણ અભિગમ તથા ૨૪ કલાક ર્નિવિરોધ વીજળી, ઔઘોગિક વસાહતોમાં આધુનિક માળખાકીય સવલતો તથા શ્રેષ્ઠતમ એસ.આઇ.આર. અને પોર્ટ કનેકટીવીટીની ફલશ્રુતિએ ગુજરાતે ઉઘોગ વિકાસની હરણફાળ ભરી છે તેની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ગુજરાતના આ વિકાસમાં કેન્દ્રની અવળ નીતિઓ છતાં ગુજરાતે સ્વબળે વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જેવી વૈશ્વિક ઉઘોગ સમીટ દ્વારા હવે વિશ્વ કક્ષાએ પણ ઉઘોગ વેપાર ક્ષેત્રે આગવું સ્થાન ઉભુ કર્યું છે તેનો ખ્યાલ આપ્યો હતો અને ગુજરાતમાં ઉઘોગ સ્થાપવા માટે અન્ય રાજ્યોના રેડીમેઇડ ગારમેન્ટ ઉઘોગ સંચાલકોને ઇંજન પાઠવ્યું હતું.
પ્રારંભમાં એસોશીએશનના પ્રમુખ શ્રી વિજય પુરોહિતે સૌને આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગારમેન્ટ ઉઘોગના વિકાસલક્ષી પાસાઓની સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, વીસ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતી અધ્યક્ષ શ્રી કૌશિકભાઇ પટેલ, અમદાવાદના મેયર શ્રી આસિત વોરા તથા એસોશીએશનના પદાધિકારીઓ અને ગારમેન્ટ ઉઘોગ સાથે સંકળાયેલા ઉઘોગકારો, વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.