હિન્દુસ્તાનમાં આ પ્રકારનો ઐતિહાસિક અવસર માત્ર ગુજરાતની ધરતીનો ચમત્કાર સરકાર અને વેપાર ઉદ્યોગે સજર્યો છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ગુજરાતની જુદી જુદી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓ સ્નેહ સંમેલનમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની વૈશ્વિક સફળતાનો મહત્તમ લાભ લેવા અને રાજયના સૌથી મોટા વિકાસની સહભાગીતાના અવસર તરીકે સક્રિય ભાગીદાર બનવા રાજ્યના તમામ વેપારઉદ્યોગ જગતને નિમંત્રણ આપ્યું હતું. આજે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની પૂર્વ તૈયારીઓ અને ઐતિહાસિક ફલશ્રૃતિની સમજ આપવા મુખ્ય મંત્રીશ્રીએ વેપારઉદ્યોગના પદાધિકારીઓને આવકાર્યા હતા.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સને ર૦૧૩ના નવા વર્ષની શુભેચ્છા પાઠવતા વેપારઉદ્યોગના લક્ષિત સમુદાયોએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ર૦૦૩થી આપેલા યોગદાન અને સહભાગીતાને આવકારતાં જણાવ્યું કે, હિન્દુસ્તાનનો આ મોટામાં મોટો આર્થિકઔદ્યોગિક વિકાસનો ઇવેન્ટ છે.જેમાં દુનિયાના ૧૦૦થી વધારે દેશો ગુજરાતની ભૂમિ ઉપર એક છત નીચે એકત્ર થઇને પરસ્પર લાભદાયી ભાગીદાર બન્યા હોય ! સને ર૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટીનેશનથી શરૂ થઇ જે પાઇલોટ પ્રોજેકટ હતો તે પછી ગુજરાત સરકાર તો ઉદ્દીપક બની ગઇ અને પાંચ ગ્લોબલ સમિટમાં સરકાર અને વેપારઉદ્યોગના જગતે ભેગા મળીને ચમત્કાર કરી બતાવ્યો જે હિન્દુસ્તાનમાં સૌથી મોટો ઇવેન્ટ બની ગયો છે.
આ આખો અવસર આપના લાભાર્થે છે અને ગુજરાતની વૈશ્વિક શાખાશોભા વધારવા માટે છે એમ જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ દેશના સૌથી વિરાટ એવા એક લાખ ચો.મી.ના ગ્લોબલ ટ્રેડ શોના છ દિવસના મેગા એકઝીબીશનમાં ભાગ લેવા રાજ્યના તમામ જી.આઇ.ડી.સી. ઔદ્યોગિક વસાહત મંડળો અને નગરોના વેપારી મંડળો અવશ્ય આવે તેનું નેતૃત્વ નિભાવવા તેમણે ઇજન આપ્યું હતું.
પ્રત્યેક ગુજરાતની વેપારઉદ્યોગની કચેરી, ફેકટરી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની એકસ્ટેનશન ઓફિસ બને એવું ઈંજન તેમણે આપ્યું હતું.વિધાનસભા ચૂંટણી પછીના માત્ર એક જ સાહમાં ગ્લોબલ સમિટર૦૧૩ની તૈયારીઓ જોતાં આ આખો અવસર જ ઇન્સ્ટીટયુશન લાઇઝ થઇ ગયો તેનું આ ઉત્તમ દ્રષ્ટાંત છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ સ્નેહમિલનમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ તથા વિવિધ વેપારી મહામંડળો, વેપારઉદ્યોગ જગતના અગ્રણી પદાધિકારીઓ, ઉદ્યોગ સંચાલકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં ઉદ્યોગ અગ્ર સચિવ શ્રી મહેશ્વર શાહુએ સૌને આવકારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટર૦૧૩ના વિશિષ્ટ પાસાંઓની તલસ્પર્શી ભૂમિકા સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.