શ્રી નરેન્દ્ર મોદીએ ભારત ખાતેના જાપાનના રાજદૂત શ્રી ટાકેશી યાગીને ગાંધીનગર ખાતે મળ્યા.
શ્રી મોદીએ શ્રી ટાકેશી યાગી સાથે જાપાન તથા ગુજરાત વચ્ચે આર્થિક, ઔદ્યોગિક તથા સામાજિક વિકાસના ક્ષેત્રે જોડાણોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી.
શ્રી યાગીએ જનમાર્ગ-બી.આર.ટી.એસ. તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી તથા બન્ને પહેલોથી અત્યંત પ્રભાવિત થયા.
જાપાને ગુજરાતના દહેજ તથા સાણંદ ઔદ્યોગિક વિસ્તાર ખાતે બે ‘સ્માર્ટ સિટી’ યોજનાઓનો પ્રસ્તાવ મુક્યો.
જાપાનની ભારતમાં કરવા માટે તૈયાર કરવામાં આવેલ કુલ 19 યોજનાઓમાંથી સાત યોજનાઓ ગુજરાતમાં અમલમાં મુકવામાં આવશે.
સોમવાર 26 નવેમ્બર, 2012 ના રોજ ભારત ખાતેના જાપાનના રાજદૂત શ્રી ટાકેશી યાગીએ શ્રી નરેન્દ્ર મોદીને ગાંધીનગર ખાતે મળ્યા. તેઓએ ગુજરાત તથા જાપાન વચ્ચેના આર્થિક, ઔદ્યોગિક તથા સામાજિક વિકાસના ક્ષેત્રે જોડાણોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી.
શ્રી યાગીએ જણાવ્યું કે જાપાનનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ જાન્યુઆરી 2013 માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત લેશે. શ્રી યાગીએ શહેરી પરિવહન અને જમીન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિષયો પર ફેબ્રુઆરી-માર્ચ 2013 માં યોજાનાર બે સેમિનારની વિગતો આપી. તેમણી શ્રી મોદીને જણાવ્યું કે જાપાન દ્વારા ભારતમાં શરૂ કરવા માટે તૈયાર કરવામાં આવેલ યોજનાઓ પૈકી સાત યોજનાઓ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. જાપાન દ્વારા ગુજરાતના દહેજ તથા સાણંદ ખાતેના ઔદ્યોગિક વિસ્તારોમાં બે ‘સ્માર્ટ સિટી’ યોજનાઓ શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો.
શ્રી મોદીએ દહેજમાં ડિસેલિનેશન યોજના શરૂ કરવા માટે સરકાર તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપી, જે ખારા પાણીને પીવાલાયક પાણીમાં ફેરવશે તથા ધોલેરા ખાતે હાઇ સ્પીડ રેલવે યોજનાના વિકાસમાં સહયોગ આપવાની પણ ખાતરી આપી. શ્રી ટાકેશી યાગીએ ગુજરાતની રુફટોપ સોલર પાવર પેનલની પ્રાયોગિક યોજનામાં પણ રસ દાખવ્યો.
શ્રી મોદીએ જાપાનની સરકાર દ્વારા પાઠવવામાં આવેલ આમંત્રણ પર આ વર્ષના જુલાઈમાં જાપાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અત્યંત સફળ રહેલ તથા શ્રી મોદીની મુલાકાતનાં સુફળ ગુજરાતમાં જાપાની કંપનીઓ દ્વારા રોકાણોમાં વધારાની શક્યતા તથા જાપાન અને ગુજરાત વચ્ચેના મજબૂત ઔદ્યોગિક જોડાણોના રૂપમાં જોવામાં આવી રહેલ છે. શ્રી મોદીએ દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડી.એમ.આર.સી.) યોજના માટે જાપાન સરકાર, ભારત સરકાર તથા ગુજરાત સરકાર વચ્ચેના સહયોગની વિશાળ સંભાવનાઓ વિશે પણ ચર્ચા કરી.
મેટ્રો રેલ પ્રોજેક્ટ એટલે કે દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર (ડી.એમ.આર.સી.) યોજનાનું શ્રી મોદીને ઘણું મહત્વ રહ્યું છે તથા તેમણે વ્યક્તિગત રીતે આ યોજનાના વિકાસમાં ઊંડો રસ લીધો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આ ફળ મળ્યું છે; ડી.એમ.આઈ.સી. ને જાપાન સરકારનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે.
શ્રી ટાકેશી યાગીએ જનમાર્ગ-બી.આર.ટી.એસ. તથા સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી તથા બન્ને પહેલોથી અત્યંત પ્રભાવિત થયા. અગ્ર સચિવ (ઉદ્યોગ) શ્રી મહેશ્વર સાહૂ તથા મા. મુખ્યમંત્રીના સચિવ શ્રી એ. કે. શર્મા તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા.