"Gujarat completes survey of converting 25-lakh kuchha houses into pucca houses, to make the state slum-free: Narendra Modi"

મહાપાલિકા દ્વારા ર૬૨૪ આવાસો રૂ. ૮ર.૭૫ કરોડના ખર્ચે બંધાશે

ગુજરાત હાઉસિંગ બોર્ડના ૪૧૬ બહુમાળી આવાસોનું ભૂમિપૂજન

રૂ. પ૭.૫૦ કરોડના ખર્ચે ૧૩ માળના બહુમાળી આવાસો ગરીબોને મળશે મુખ્યમંત્રીશ્રી :

ગુજરાતને ઝૂપંડપટ્ટી મૂકત રાજય બનાવીશું

‘‘શહેરોમાં જયાં ઝુંપડું ત્યાં મકાન’’

રાજકોટ તા.૨૫ સપ્ટે મ્બરર – મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે રાજકોટના શહેરી ગરીબો માટે બે આવાસ યોજનાના શિલાન્યાસ કરતા ગુજરાતને સ્લર ફ્રી સ્ટેટ (ઝૂંપડપટ્ટી મૂકત ગુજરાત) બનાવવાનો નિર્ધાર વ્યાકત કર્યો હતો. શહેરી ગરીબો માટે ‘ઘરના ઘર’ના લોભામણા વચનો આપીને પ્રજાને મુરખ બનાવવાના વિપક્ષના કારસાને તેમણે છેતરપીંડી ગણાવી હતી. પંડિત દીનદયાલ ઉપાધ્યામયની જન્મીજયંતિના દિવસે આજે રાજકોટમાં શહેરી દરિદ્રનારાયણોના જીવનમાં લગભગ ૩૧૦૦ મકાનો રૂ. ૧૨૫ કરોડના ખર્ચે બનાવીને સામાજિક આર્થિક પરિવર્તનનો ઉદય થશે એમ તેમણે જણાવ્યુ હતું. રાજકોટના આ બે શહેરી આવાસ પ્રોજેકટમાં મહાનગર સેવા સદન દ્વારા ૮૨૬૫૦ ચો.મી. જમીન ઉપર ૯૪ ચો.મી.ના એક એવા ૨૬૨૪ આવાસો, રૂખડીયા પરા, રૈયા અને કુબલીયા પરામાં બંધાશે. આ માટે રૂ. ૮૨.૭૫ કરોડના પ્રોજેકટ મંજુર કરવામાં આવ્યોક છે. શહેરી ગરીબોના આવાસના આ પ્રત્‍યેક યુનિટમાં ૧ લીવીંગ, ૧ બેડરૂમ, રસોડુ અને સેનિટેશન સાથેની આધુનિક માળખાકીય સાર્વજનિક સુવિધા ઉપલબ્ધન કરાશે. બે વર્ષમાં આવાસ પ્રોજેકટ સંપન્ન થશે અને દરેક આવાસની અંદાજિત કિમત રૂ. ૩.૩૭ લાખ થશે જે સરળ હપ્તે થી પારદર્શી ધોરણે શહેરી ગરીબ લાભાર્થીને મળશે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત હાઉસીંગ બોર્ડના ચાર મહાનગરોમાં શહેરી ગરીબો અને જરૂરતમંદ, આર્થિક નબળા તથા મધ્યમવર્ગના જૂથો માટે તૈયાર થનારા આવાસોના પ્રોજેકટ હેઠળ રાજકોટમાં ૪૧૬ આવાસોના ૧૩ માળના બહુમાળી આવાસ સંકુલનો મુંજકામાં શિલાન્‍યાસ કર્યો હતો. અંદાજે રૂ. પ૭.પ૦ કરોડના ખર્ચે ૪૭ ચો.મી.ના પ્રત્યેશક આવાસ યુનિટમાં ડ્રોઇગરૂમ-બેડરૂમ-રસોડુ, સેનિટેશન, બે બાલ્ક્ની, સ્ટોનરરૂમની સુવિધા અપાશે

 

ભૂતકાળની સરકારોમાં હાઉસીંગ બોર્ડની વહીવટી આબરૂ જ રહી નહતી અને લોકોમાં કોઇ ભરોસો જ નહોતો તે સ્થિ તિમાં બદલાવ લાવવા આ સરકાર હાઉસીંગ બોર્ડના માળખાને પૂનઃસુદ્રઢ બનાવીને ચાર મહાનગરોમાં ૭૦૦૦ હાઉસીંગ બોર્ડના આવાસો ગરીબો માટે બનાવશે. ભૂતકાળમાં તો ગરીબ હળપતિઓના આવાસો એવા જર્જરિત હતા કે બકરીનું શીંગડું પણ તેની દિવાલ પાડી દેતું. આ બધા આવાસોને ફરી બનાવવાનું બીડું આ સરકારે ઝડપ્યું છે તેમ તેમણે જણાવ્યુંદ હતું. આ સરકારે છેલ્લા્ ૧૧ વર્ષમાં મળીને રર લાખ આવાસો બીપીએલ કુટુંબો માટે ફાળવી દીધા છે. જયારે ભૂતકાળના પ૦ વર્ષમાં માંડ ૧૦ લાખ મકાનો બનેલા જે રહેવા લાયક જ નહોતા. આ સરકારે ૧૦ વર્ષમાં ૧૬ લાખ મકાનો બાંધ્યામ અને આ વર્ષે ગરીબ કલ્યાવણ મેળામાં બીપીએલને બીજા ૬ લાખ આવાસોના પ્લો૧ટ અને પ્રથમ હપ્તાંના બાંધકામના ચેકો આપી દીધા છે. આમ આ સરકારે રર લાખ આવાસો બીપીએલ કુટુંબોને આપી દીધા છે તેની વિગતો શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ રાજયના બધા જ ગામડામાં કાચા ધરોમાં રહેતા ગરીબોને પચીસ લાખ જેટલા પાકા આવાસો આપવા માટેની યોજનાનો સર્વે પુરો કરી દીધો છે એમ પણ જણાવ્યું હતું. ગુજરાતમાં હાઉસીંગ બોર્ડના આવાસ યોજનાના બહુમાળી આવાસ સંકુલો પીપીપી મોડેલ ઉપર બનશે એમ તેમણે જણાવ્યુ્ હતું. નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગુજરાતમાંથી ગરીબીને દેશવટો આપવા કટીબધ્ધો છે તે માટે નકકર આયોજન કરલું છે. જેના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ૧૩૦૦૦ આવાસોનું નિર્માણ કર્યું છે. તેમજ ૨ હજાર નવા આવાસો બનાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પ્રજા ઉપર કોઇપણ વધારાનો ટેકસ નાખ્યાર વગર અનેકવિધ વિકાસકામો વણથંભી રીતે કરવામાં આવી રહયા છે. નાણામંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત ભ્રષ્ટા ચાર મુકત હોવાથી વિકાસકામો વધારે થઇ રહયા છે. આજે દેશનો સર્વાંગી વિકાસ કરવો હશે તો દેશને ભ્રષ્ટાચાર મુકત કરવો પડશે.

ગુજરાત હાઉસીંગ બોર્ડના અધ્યનક્ષશ્રી જયંતિભાઇ બારોટે તેમના પ્રાસંગીક ઉદબોધનમાં મુખ્યતમંત્રીશ્રીએ છ કરોડ ગુજરાતીઓ માટે કોઇ પણ જાતના ભેદભાવ વગર વિકાસની યોજનાઓ અમલી બનાવવા બદલ મુખ્ય્મંત્રીશ્રીની સરાહના કરતાં જણાવ્યુંભ હતું કે મુખ્યનમંત્રીશ્રીએ રાજ્યને સુખી, સલામત, શાંત અને સમૃધ્ધય બનાવ્યું છે. ગુજરાત હાઉસીંગ બોર્ડની કામગીરીની આંકડાકીય રૂપરેખા રજૂ કરતાં શ્રી બારોટે ઉમેર્યું હતું કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આધુનિક સમયની જરૂરિયાત મુજબ ગ્રાઉન્ડી પ્લસ તેર માળના ટકાઉ અને કિફાયતી દરના ૪૧૬ આવાસોનું બાંધકામ આરંભ્યુંજ છે.

વડોદરામાં આવા ૧૦૯૨ આવાસો, સુરતમાં ૬૩૦ અને અમદાવાદમાં ૪૧૬ આવાસો ઉપરાંત રાજકોટના નાનામવા ખાતે પણ આવા હાઇ રાઇઝ આવાસોના બાંધકામનું આયોજન થઇ રહયું છે એમ પણ શ્રી બારોટે વધુમાં જણાવ્યું હતું. આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિ મંત્રીશ્રી દીલીપભાઇ સંઘાણી, પ્રદેશ પ્રમુખશ્રી આર.સી. ફળદુ, રાજ્ય સભાના પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી વગેરે ઉપસ્થિરત રહયા હતા. ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, સુશ્રી ભાનુબેન બાબરિયા, નાયબ મેયરશ્રી દીપાબેન ચીકાણી, અગ્રણીઓ સર્વશ્રી ધનસુખભાઇ ભંડેરી, શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી રાજભા ઝાલા, શ્રી અનિલભાઇ રાઠોડ, શ્રી કશ્યીપભાઇ શુકલ, શ્રી કમલેશભાઇ મીરાણી, શ્રી રાજુભાઇ બોરીચા, શ્રી નયનાબેન વસાણી, શ્રી હસુભાઇ સોરઠીયા તથા શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી બાબુભાઇ આહિર, ગુજરાત હાઉસીંગ બોર્ડના કમિશ્નબરશ્રી એ. કે. રાકેશ, જિલ્લાય કલેકટર ડો. રાજેન્દ્રરકુમાર વગેરે મહાનુભાવો ઉપસ્થિરત રહયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી તથા ઉપસ્થિત મહાનુભાવોનું કમિશ્નકરશ્રી અજય ભાદુએ પુષ્પગુચ્છન તથા પુસ્તકોથી સ્વાગત કરી આવકાર્યા હતા. સ્વાનગત પ્રવચન મેયરશ્રી જનકભાઇ કોટકે તથા આભારવિધિ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાયે કરી હતી. આ કાર્યક્રમમાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉત્સાપહભેર ઉપસ્થિકત રહયા હતા

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Employment increases 36 pc to 64.33 cr in last ten years: Mansukh Mandaviya

Media Coverage

Employment increases 36 pc to 64.33 cr in last ten years: Mansukh Mandaviya
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.