પાકિસ્તાન સરકાર દ્વારા લાહોરમાં શાદમાન ચોકને ભગતસિંહ ચોક નામ આપવામાં આવ્યું. હું તેઓને આ શહીદને શ્રદ્ધાંજલિ આપવા બદલ અભિનંદન આપું છું : શ્રી મોદી
શ્રી નરેન્દ્ર મોદીએ આજે પાકિસ્તાન સરકાર દ્વારા લાહોરમાં શાદમાન ચોકને ભગતસિંહ ચોકનું નામ આપવાનાં પગલાંની પ્રશંસા કરી.
ટ્વિટર પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં શ્રી મોદીએ લખ્યું, “પાકિસ્તાન સરકારે લાહોરમાં શાદમાન ચોકને ભગતસિંહ ચોકનું નામ આપ્યું છે. હું તેમને આ શહીદને શ્રદ્ધાંજલિ આપવા બદલ અભિનંદન આપું છું.”
હાલનું સ્થળ તત્કાલિન લાહોર જેલનું સ્થળ છે જ્યાં ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુને અંગ્રેજ શાસકો દ્વારા ૨૩ માર્ચ, ૧૯૩૧ ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
આ પગલું લેવાની માંગણી ઘણા સમયથી થઈ રહી હતી અને તેનું સરહદની બંને બાજુએ સ્વાગત કરવામાં આવેલ છે.
અનેક પ્રસંગોએ, શ્રી મોદીએ શહીદ ભગતસિંહનાં પરાક્રમી કાર્યો માટે પોતાની પ્રશંસા વ્યક્ત કરેલ છે અને કહેલ છે કે દેશમાં કોઈ યુવાન એવો નહીં હોય કે જે ભારત માતાના આ ગૌરવશાળી પુત્રનું સન્માન ન કરતો હોય.
આ અગાઉ, શ્રી મોદીએ કહ્યું હતું કે ૧૮૫૭ ની આઝાદીની પ્રથમ લડતની ૧૫૦ મી જયંતી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશે સંયુક્તપણે ઉજવવી જોઈએ.
વધુ વાંચો - લાહોરના ચોકને ભગતસિંહનું નામ આપવામાં આવ્યું