ડાર્કઝોન ઉઠાવતા પહેલા સરકારે ધરતીમાં પાણીની
તળ સપાટી ૩ થી ૧૩ મીટર ઉંચી લાવી દીધી
. ટપક સિંચાઇના અભિયાનનું નેતૃત્વ કિસાન
પરિવારની નારી શકિત લે
ગુજરાત સાથે બાજંબાજી કરવાને બદલે ગુજરાતના કૃષિ વિકાસ સાથે સ્પર્ધા કરવા કેન્દ્ર સરકારને પડકાર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર ગુજરાતમાં આજથી કૃષિ મહોત્સવનો અને પશુ આરોગ્ય મેળા અભિયાનનો શાનદાર પ્રારંભ જૂનાગઢ જિલ્લા માણાવદરથી કરતાં જણાવ્યું કે કૃષિ, પશુપાલન અને ગ્રામ વિકાસ વિશે ખેડૂતોને ગુમરાહ કરનારા અનેક ભ્રામક અપપ્રચારનો છેદ કૃષિ મહોત્સવે ઉડાડી દીધો છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કેન્દ્રની સરકારને પડકાર કર્યો હતો કે વાદ-વિવાદને બદલે ગુજરાતની સાથે કૃષિ વિકાસની સ્પર્ધા કરો. દેશનો કૃષિ વિકાસ દર આજે પણ માંડ અઢી ટકાએ પહોંચ્યો છે ત્યારે ગુજરાતે લગાતાર ૧૧ ટકાનો કૃષિ દર જાળવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતથી અડધો કૃષિ વિકાસ દર હાંસલ કરી બતાવવાનું આહવાન કેન્દ્ર સરકારને કર્યું હતું.
સમગ્ર ગુજરાત રાજયનો આઠમો કૃષિ મહોત્સવ આજથી એક મહિના સુધી યોજાઇ રહ્યો છે. આ વર્ષે કૃષિ મહોત્સવ સાથે જ પશુ આરોગ્ય મેળાનું રાજયવ્યાપી અભિયાન પણ શરૂ થયું છે. રાજયની તમામ તાલુકા પંચાયત બેઠકો ઉપર ૨૨૪ જેટલાં કિસાન રથ સાથે રાજય સરકારના કૃષિ કર્મયોગીઓ, કૃષિ વૈજ્ઞાનિકોની ૯૦૦૦૦ ની ટીમ ગુજરાતના લાખો ખેડૂતો સાથે ગુજરાતના કૃષિ વિકાસ અને ગ્રામવિકાસમાં રાજયને શિરમોર સ્થાને મુકવા માટે સહભાગી થવાનો સંવાદ કરશે. મુખ્યમંત્રીશ્રીએ આજે પશુ આરોગ્ય મેળાનું ઉદઘાટન કરી પશુ સારવાર અંગેની સેવા પ્રવૃત્તિ નિહાળી હતી. કૃષિ મેળાનું પણ તેમણે ઉદઘાટન કર્યુ હતું. રાજયમાં ૪૩૯૭ સ્થળોએ ૨૨૫ તાલુકામાં મળીને કૃષિ મહોત્સવ ૩૦ દિવસ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ કિસાનરથને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કૃષિ મહોત્સવમાં અભૂતપૂર્વ ઉત્સાહથી જોડાયેલાં કિસાન પરિવારોની વિશાળ ગ્રામજનતાની શકિતનું દર્શન અને અભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રીએ સરદાર પટેલ કૃષિ પુરસ્કાર વિજેતા ખેડૂતોનું ગૌરવ-સન્માન કર્યું હતું. તેમણે જૂનાગઢ કૃષિ યુનિર્વસિટીના વેટરનરી કોલેજ સંકુલ, ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને દૂધશીત કેન્દ્રોના લોકાર્પણ પણ કર્યા હતાં.
મુખ્યમંત્રીશ્રીએ સાત વર્ષથી ચાલી રહેલો કૃષિ મહોત્સવ કિશાનના જન-જનમાં વસી ગયો છે તેની ભૂમિકા આપતા જણાવ્યું કે, ખેડૂતની સેવા માટે સરકાર શું કરે છે, ખેડૂતોની અનેક યોજનાઓ સરકારે કઇ રીતે ઉપયોગી બનાવી, ખેડૂતોની અનેક પરંપરાગત ખેતીની સમસ્યા કઇ રીતે હલ થઇ છે, તે આ સરકારે કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતો સુધી પહોંચાડી છે. કૃષિ મહોત્સવ સાચા અર્થમાં કૃષિ વિકાસનો કર્મ મહોત્સવ બની ગયો છે.
ગુજરાતમાં દશ વર્ષમાં મેઘરાજાએ મહેર કરી છે પરંતુ આ વરસાદના ઉત્તમ કુદરતી સાધનોનો ઉપયોગ એક માત્ર ગુજરાતના ખેડૂતોએ કૃષિ મહોત્સવ અને જળસંચયના અભિયાનો સફળ બનાવીને કર્યો હતો.
પાણીના અભાવે દેશને બરબાદ કરવામાં ૬૦ વર્ષો વીતી ગયા ત્યારે ગુજરાત સરકારના જળસંચયના જન અભિયાને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે દેશને નવો રાહ બતાવ્યો છે, એની રૂપરેખા આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ટપક સિંચાઇથી પર ડ્રોપ-મોર ડ્રોપ (ટીપે ટીપે અધિક પાક) નું અભિયાન જ ખેડૂતોને સમૃધ્ધ બનાવશે.
મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની સરકાર સરદાર સરોવર ડેમના નર્મદાની યોજનાના દરવાજા નાંખવા પણ પાંચ વર્ષથી મંજુરી નથી આપતી, તે અંગે વિરોધનો સુર વ્યકત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં ડાર્ક ઝોનની સમસ્યા, ભુગર્ભ જળ સપાટી નીચે જતી રહેતા અને ધરતીના પેટાળ શોષાઇ જતા ઉભી થઇ હતી. પરંતુ આ સરકારે જ જળઅભિયાન પ્રેરિત કરીને જમીનમાં વરસાદના પાણીનો સંચય કરીને ભુગર્ભ જળ સપાટીમાં ૩ થી ૧૩ મીટર પાણીના લેવલ ઉંચા લાવી દીધા પછી ૫૭ તાલુકામાંથી ડાર્ક ઝોનનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે. આ સરકાર ખેડૂતોના ભલા માટે છે. વિપક્ષ તો બરબાદીના પંથે દોરી રહયો છે.
મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર ખેડૂતોને આ વર્ષે જેટલા વિજ કનેકશન આપે તેના કરતા અને ભુતકાળમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકારે ૧ વર્ષમાં જેટલા વધુમાં વધુ કનેકશનો આપ્યા હોય તેના કરતા પાંચ ગણા વિજ કનેકશન આ સરકાર આપવા તૈયાર છે. ગુજરાતના ખેડૂતોને મુરખ કરવાના રાજકારણ અને નકારાત્મકતાની
પશુ આરોગ્ય મેળામાં ૧૦૦ જેટલા પશુ રોગો કાયમ માટે નાબુદ કરી દીધા અને પશુપાલકોને દુધ ડેરીના વિકાસમાં સમૃધ્ધ બનાવવાની દિશા અપનાવી તેની વિગતો આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આ સરકાર રાજયના એકેએક પશુપાલકના પશુજીવની કાળજી લેવા માંગે છે અને એજ રીતે સોઇલ હેલ્થ કાર્ડથી જમીનોના આરોગ્યની કાળજી લઇ રહી છે.
ગુજરાતમાં કૃષિ મહોત્સવમાં યુવાન કિશાનો, પશુપાલકોને ભાગ લેવા અને કૃષિ મેળા, પશુ આરોગ્ય મેળાનો સંપુર્ણ લાભ લેવા અપીલ કરી હતી.
આ પસંગે કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યુ હતુ કે, વર્લ્ડ બેંકે પણ ગુજરાતના વિકાસને મહત્વનો ગણાવી અનાજની જરૂરીયાતને પહોંચી વળવા ગુજરાતના રાહે ચાલવાનું પણ સૂચન કર્યુ છે. ગુજરાતમાં છેલ્લા દશકમાં મગફળી, કપાસ, ઘઉં, ચોખા અને કઠોળનું ગુજરાતમાં વધેલું વાવેતર અને ઉત્પાદનની આંકડાકીય માહિતી આપી ગુજરાતમાં કૃષિની સાથે પશુપાલનનો વ્યવસાય વિકસે અને દૂધ ઉત્પાદન વધે તે માટે રાજય સરકારે કરેલા પ્રયાસો અને મેળવેલી સિધ્ધિઓની રૂપરેખા આપી હતી.
મંત્રીશ્રી સંઘાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, પશુઓમાં ૧૬૦ જેટલા રોગ હતા. આજે રાજય સરકારના પશુઓને રોગ મુક્ત કરવાના પશુમેળાના અભિયાનને લીધે માત્ર ૩૯ રોગ રહ્યા છે. આ રોગો પણ નાબૂદ કરવા કૃષિ મહોત્સવમાં તાલુકાઓ અને ગામડાના જુથમાં પશુ મેળા અને પશુ સારવાર કેમ્પો રાખી ગુજરાત અને દેશની જનતાને શુધ્ધ અને સાત્વિક દૂધ મળે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
રાજયસભાના સભ્ય શ્રી પરષોતમભાઇ રૂપાલાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતની ખેતી સંમૃધ્ધ થાય તે માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી એ મોટી મથામણ કરી મોટી સિધ્ધિ મેળવી છે. કપાસના પ્રશ્ન ગુજરાતના ખેડુતોને ન્યાય આપવા લડત કરી છે. સરકારના પ્રયાસોથી તાલાળાની કેસર કેરીની સાથે કચ્છની કેસર કેરીએ પણ દુનિયાના બજારમાં ડંકો વગાડેલ છે.
ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર.સી.ફળદુએ ગુજરાતના ખેડુતો તેના હિત માટે જાગૃત થાય અને અન્ન ઉત્પન કરીને રાષ્ટ્રની સેવા કરવાની સાથે આર્થિક પગભર થાય તેવી શુભ ભાવનાથી રાજયમાં તાજેતરમાં યોજવામાં આવેલ કિશાન યાત્રાની સફળતાની વિગતો આપી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, રાજયના ખેડુતોની આર્થિક ઉન્નતિ માટે વર્ષ ૨૦૦૫ થી કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સરકાર પ્રયાસો કરી રહી છે. તેમણે ખેડુતોને નવા સંશોધિત બિયારણોનો ઉપયોગ કરીને ખેતરમાં નવુ સર્જન કરીને મૂલ્યવર્ધીત ખેતી કરીને સમૃધ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સામાજીક આર્થિક પછાત કલ્યાણ વર્ગ રાજય મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દિર્ધદ્રષ્ટિને લીધે આર્થિકની સાથે સામાજીક વિકાસ પણ થયો છે. તેઓએ બક્ષીપંચની બહેનોને એર હોસ્ટેસના અભ્યાસક્રમો અને વિદેશમાં ભણવા માટેની લોન સહાયની વિગતો આપી રાજય સરકારે ખેડુતોની સમૃધ્ધિ તેમજ બક્ષીપંચના વિકાસ માટે બજેટ પણ વધારો કર્યો છે, તેમ જણાવ્યુ હતું.
આ પ્રસંગે જળ સંપતિ અને કૃષિ રાજય મંત્રીશ્રી કનુભાઇ ભાલાળાએ જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૦૫ થી કૃષિ મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરીને ઘર આંગણે ખેડુતોને કૃષિ તથા પશુપાલકોને પશુપાલન અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે, જેના પરિણામે ગ્રામિણ તથા કૃષિ વિકાસ ક્ષેત્રે ઘણી સફળતા પ્રાપ્ત કરેલ છે. દશ વર્ષમાં રાજયમાં છમાનસિકતામાંથી બહાર આવીને ખેડૂતોના ભલા માટે વિકાસની દિશા સહાનુભૂતિથી અપનાવવા પણ તેમણે વિપક્ષને આહ્વાન કર્યુ હતું.
લાખ જેટલા જળ સંચયના સ્ટ્રકચરો કરવામાં આવેલ છે. તાજેતરમાં જળ સંચયનો એવોર્ડ રાજયને કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવેલ છે. તેમણે રાજય સરકારના વિકાસના કાર્યોમાં લોકોને સહયોગ આપવામાં અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી કૂલપતિ ડો.એન.સી.પટેલે સૌનું સ્વાગત કરીને કૃષિ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાતા કૃષિ સંશોધનોનો ખેડુતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ શ્રી પરષોતમભાઇ રૂપાલા, મનુસુખભાઇ માંડવીયા, કૃષિમંત્રી શ્રી દિલિપભાઇ સંઘાણી, કૃષિ રાજય મંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ મંત્રીશ્રી વાસણભાઇ આહીર, રાજય આયોજન પંચના અધ્યક્ષ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી આર.સી.ફળદુ, સંસદીય સચિવ શ્રી એલ.કે.રાજાણી, પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ રૂપાલા, પર્વ મંત્રીશ્રી મોહનભાઇ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી માધાભાઇ બોરીચા, માણાવદર નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રવિણાબેન દેલવાડીયા, જુનાગઢના પૂર્વ મેયર શ્રી જયોતિબેન વાસાણી, અગ્રણી શ્રી જેઠાભાઇ પાનારા, જિ.પ.પ્રમુખ દીવીબેન બારૈયા, પૂર્વ સાંસદશ્રી હરીભાઇ પટેલ, ધારાસભ્યશ્રી કરસનભાઇ ઓડેદરા, શ્રી પ્રવિણભાઇ માકડીયા, શ્રી વંદનાબેન મકવાણા, શ્રી ભગવાનજીભાઇ કરગથીયા, શ્રી મહેન્દ્રભાઇ મસરૂ, શ્રી રાજસીભાઇ જોટવા રાજય ગૌ સેવા આયોગના ચેરમેન શ્રી વલ્લભભાઇ કરગઠીયા, કલેકટશ્રી મનીષ ભારદ્વાજ, જીલ્લા વિકાસ અધિકારી શ્રી રાણા, જીલ્લા પોલીસ વડા શ્રી દિપાંકર ત્રીવેદી તેમજ જીલ્લાભરમાંથી આવેલ ખેડુતો, પશુપાલકો અને સૌરાષ્ટ્રના પ્રગતિશીલ કિશાનો હજારોની સંખ્યા ઉપસ્થિત રહયા હતા.