મુખ્યમંત્રીશ્રીએ
દુર્ગુણો
અને
વ્યસનમુકિત
માટેનો
સામૂહિક
સંકલ્પ
લેવડાવ્યો
સમાજની
સામૂહિક
શકિત
વિકાસ
માટે
ઉજાગર
કરીએ
ગિરીશબાપુ
આયોજિત
વનવાસીક્ષેત્રમાં
સમાજઉત્કર્ષની
પ્રવૃત્તિઓને
બિરદાવતા
મુખ્યમંત્રીશ્રી
તાપી
તટે
વ્યારા
નજીક
૨૭
દિવસીય
નામ
મહોત્સવમાં
ઉપસ્થિત
રહી
સત્સંગમાં
સહભાગી
બનતા
નરેન્દ્રભાઇ
મોદી
મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
વનવાસીક્ષેત્રમાં
વ્યારા
નજીક
નામ
મહોત્સવ
સંકીર્તન
ધર્મપ્રેમી
સમાજને
સામૂહિક
સંકલ્પ
લેવડાવતા
દુર્ગુણો
અને
કુરીતિઓ
છોડીને
વ્યસનમુકત
બનવાનો
પ્રેરક
અનુરોધ
કર્યો
હતો.
તાપી
જિલ્લાના
વ્યારા
તાલુકામાં
આવેલા
અંતરિયાળ
બહેડા-રાયપુરા
ગામે
શ્રી
ગિરીશબાપુ
આયોજિત
આ
નામ
મહોત્સવ
૨૩મી
માર્ચથી
યોજાઇ
રહ્યો
છે.
આજે
મુખ્યમંત્રીશ્રી
એમાં
અતિથિવિશેષ
બન્યા
હતા.
વિશાળ
ધર્મપ્રેમી
નાગરિકોની
સભાને
સંબોધતા
શ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
ગિરીશબાપુની
વ્યસનમુકિતની
ચળવળને
અત્યંત
મહત્ત્વની
સેવા
ગણાવતાં
જણાવ્યું
કે
, આદિવાસી
સમાજ
સોના
જેવો
પ્રમાણિક
, નિર્મળ
જળ
જેવો
પરિશ્રમી
છે
અને
વ્યસનોના
દૂષણથી
મુક્ત
થાય
તો
એક
એવી
સામૂહિક
સમાજશકિત
બની
શકે
છે
જે
ગુજરાતના
વિકાસમાં
મહત્ત્વનો
ભાગ
ભજવી
શકે
છે.
સંતશકિત
દ્વારા
યોજાતા
સામૂહિક
શકિતના
ઉત્સવો
સંસ્કારના
કુંભમેળા
સમાન
છે
, એમ
જણાવી
સમાજસેવામાં
ઉત્તમ
યોગદાન
આપનારા
પાંચ
આગેવાનોનું
સંસ્થા
વતી
અભિવાદન
મુખ્યમંત્રીશ્રીના
હસ્તે
થયું
હતું.
યશોદામાતા
સમસ્ત
વિશ્વનું
દર્શન
કરાવનારા
શ્રીકૃષ્ણે
ગોવર્ધન
પર્વત
ઉપાડવાનું
સામર્થ્ય
હોવા
છતાં
સમાજશકિતની
સામૂહિકતાને
ગૌરવ
અપાવવા
ગોવાળિયાઓનો
સામૂહિક
સહયોગ
લીધો
હતો
તેનું
આ
સંદર્ભમાં
પ્રેરક
દૃષ્ટાંત
મુખ્યમંત્રીશ્રીએ
આપ્યું
હતું.
શ્રી
ગિરીશબાપુએ
વનવાસીક્ષેત્રમાં
સામાજિક
ઉત્થાનની
પ્રવૃત્તિ-સેવાઓની
રૂપરેખા
આપી
ઉષ્માભર્યું
સ્વાગત
કર્યું
હતું.
આ
પ્રસંગે
પંચાયત
મંત્રીશ્રી
નરોત્તમભાઇ
પટેલ
, આદિજાતિ
વિકાસ
મંત્રીશ્રી
મંગુભાઇ
પટેલ
ઉપરાંત
સર્વશ્રી
કાનજીભાઇ
પટેલ
, મોહનભાઇ
ઢોડિયા
, કાંતિભાઇ
ગામીત
સહિત
સાધુસંતો
અને
વિશાળ
સંખ્યામાં
વનવાસીક્ષેત્રમાંથી
સત્સંગી
પરિવારો
ઉપસ્થિત
રહ્યા
હતા.