૬૬મું આઝાદી પર્વ
જૂનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાનો મહોત્સવ
આઝાદી પર્વની આન-બાન-શાન જાળવીશું:
આઝાદી પર્વની પૂર્વસંધ્યાએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જૂનાગઢની જનતા જનાર્દનના અપૂર્વ ઉમંગ-
ઉલ્લાસમાં સહભાગી બન્યા
સમગ્ર શહેર-જિલ્લામાં રાષ્ટ્રભક્તિ અને વિકાસ ઉત્સવથી આઝાદી પર્વની ઉજવણીમાં હર્ષોલ્લાસથી હિલોળા લેતું
જૂનાગઢ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે ૧૪ર જેટલા લોકાર્પણ-ભૂમિપૂજન નવી ધોષણાના રૂ. ૧પ૦૧ કરોડના કામો સંપન્ન થયા
સમગ્ર જિલ્લામાં કુલ મળીને રૂ. ર૦પ૦ કરોડના ૧૦૮૬પ કામોનો વિરાટ વિકાસ ઉત્સવ ઉજવાયો
જૂનાગઢને મેડીકલ કોલેજ મળશે
નવનિર્મિત જિલ્લા સેવા સદન-પોલીસ ભવન, જિલ્લા પંચાયત ભવનના લોકાર્પણ
૧૦ હજાર વિવિધ સંસ્થાઓની સોરઠ વિકાસ રેલી યોજાઇ
કિસાનો સાથે સંવાદ
યુવાશક્તિ-નારીશક્તિને પ્રોત્સાહન અપાશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ભારતના ૬૬મા આઝાદી પર્વની જૂનાગઢ જિલ્લામાં રાજ્યકક્ષાની ગરિમાપૂર્ણ ઉજવણીમાં દેશભક્તિ અને વિકાસ ઉત્સવના આનંદ ઉલ્લાસમાં હિલોળે ચડેલા જનતા જનાર્દનના ઉમંગમાં આજે સ્વાતંત્ર્ય પર્વની પૂર્વસંધ્યાએ આખો દિવસ સહભાગી બન્યા હતા.
આઝાદી પર્વની આન-બાન-શાનને ઉજાગર કરતા જૂનાગઢમાં આજે સવારે જ શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું હતું. સવારથી મોડી રાત સુધી જૂનાગઢમાં દેશભક્તિના અભૂતપૂર્વ માહોલમાં શહેર અને જિલ્લાનો વિકાસ-ઉત્સવ એક નજારો બની રહ્યો હતો.કૃષિ યુનિવર્સિટી
ખેડૂતોને હાઇટેક ખેતીમાં પ્રેરિત કરવા મુખ્યમંત્રીશ્રી નો વિડીયો કોન્ફરન્સ વાર્તાલાપ
સ્વાતંત્ર્ય પર્વે જનશક્તિના સાક્ષાત્કારને અભિનંદન આપતા મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના "આઇ.સી.ટી. લોન્ચીંગ ઓફ લાઇફ' પ્રોજેકટનું ઉદ્દધાટન જિલ્લાના કિસાનો સાથે વિડીયો કોન્ફરન્સ માધ્યમ મારફતે વાર્તાલાપથી કર્યું હતું. રાજ્યના બધા જ ૧૮,૦૦૦ ગામોમાં તેનું જીવંત પ્રસારણ થયું હતું.
કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથાને વિકાસમાં નવી તાકાત પુરી પાડવા માટે તેમણે વિશેષ અભિનંદન આપણાં જણાવ્યું કે, ટેકનોલોજી દ્વારા ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો વચ્ચે સીધો સંવાદનો આ નવો આયામ ગુજરાતે જ શરૂ કર્યો છે.જૂનાગઢ જિલ્લાની કૃષિ વિકાસ કાર્ય યોજનાનું વિમોચન કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, હવે ભારત સરકાર પાસેથી ૩૬ મેગાહર્ટઝનું સેટેલાઇટ ટ્રાન્સપોન્ડર લઇને દૂર-સુદૂરના ગામોમાં ખેતરોમાં કાર્યરત ખેડૂતો કૃષિ વિજ્ઞાની પાસેથી માર્ગદર્શન મેળવે તેવી સેટેલાઇટ ઇન્ફર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી લોંગ ડિસ્ટન્સ કૃષિ શિક્ષણનો સફળ પ્રયોગ પણ ગુજરાતે જ કર્યો છે.
ખેડૂતોને ખેતી વિકાસના પ્રશ્નોના સમાધાનની ઉત્તમ સેવા મળશે એવો વિશ્વાસ વ્યકત કરી મુખ્ય મંત્રીશ્રીએ દુષ્કાળગ્રસ્ત ગુજરાતે કૃષિ ક્રાંતિ કરી બતાવી છે. કૃષિ વિકાસ દર કૃષિ મહોત્સવ અને જળ સંચયના કારણે લગાતાર દશ ટકા રહ્યો છે, ઉત્પાદકતા વધી, વેલ્યુ એડિશનની કૃષિમાં અદ્દભૂત પ્રેરણા મળી છે. કૃષિ વિજ્ઞાનના આ અવસરનો લાભ લઇને ગુજરાતના પ્રયોગશીલ ખેડૂતો દેશને કૃષિ ક્રાંતિનો નવો રાહ બતાવશે. સોમનાથના સાગરખેડૂ સંમેલનમાં રાજ્યના ર૭મા જિલ્લા તરીકે ગીર-સોમનાથ નવો જિલ્લા બનશે. અછતના ઓળા છતાં આ સરકાર ખેડૂતોની પડખે રહેશે. અબોલ જીવોનું રક્ષણ કરશે અને અછતપીડિતોને કોઇ હાડમારી પડે નહીં તે માટે એડીચોટીનું જોર લગાવાશે.