પ્રગતિશીલ સમાજ એવા પાટીદાર પરિવારો ભૃણહત્યાના કલંકના ભાગીદાર ના બને - મુખ્યમંત્રીશ્રી .
ઉત્તર દશક્રોઇ કડવા પાટીદાર સમાજના ભવનોનું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્ત્ર દશક્રોઇ કડવા પાટીદાર સમાજ સુધાર મંડળ આયોજિત કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે સમાજને ભૃણ હત્યાના પાપમાં ભાગીદાર નહી બનવાની હ્ય્દયસ્પર્શી અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે દિકરીનો જન્મ અને તેનો ઉછેર એ હરેક પરિવાર માટે ગૌરવ બનવું જોઇએ. સમાજના હરેક પરિવારની દિકરી ભણીગણીને કૂળનું નામ ઉજાળશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ આ પાટીદાર સમાજના ઉત્તર દશક્રોઇ કડવા પાટીદાર પરિવારોના દાતાશ્રીઓની ઉમદા સખાવતનોથી બંધાયેલા સાંસ્કૃતિક હોલ અને કોમ્યુનિટી હોલનું ગાંધીનગરઅમદાવાદ રોડ કુડાસણમાં ઉદ્ઘાટન કર્યું હતુ અને વાડીલાલ ડાહ્યાભાઇ પટેલ વિદ્યાવિહારના ભવનોના નામકરણ વિધિ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ કડવા પાટીદાર સમાજના ઉત્તર દશક્રોઇ પરિવારોના વિશાળ સમૂહને સંબોધતા ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના રાજ્ય સરકારના મંત્રમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. પાટીદાર પરિવારો મૂળભૂત રીતે કૃષિ સાથે સંકળાયેલા છે તેનો ઉલ્લેખ કરી પાણીની બચત અને સૂર્યઊર્જાના વિકાસના નવા આયામોની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, ભાજપા સાંસદ શ્રી પુરૂષેાત્તમભાઇ રૂપાલા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ શ્રી રામભાઇ પટેલે અને ટ્રસ્ટીશ્રીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.