વડનગરમાં હિન્દુસ્તાનના સૌથી મોટા ફૂડ પ્રોસેસિંગ ઉઘોગનું ઉદ્દધાટન કરતા મુખ્યમંત્રીશ્રી
હિમાલયા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝે રૂ. ૧૭૦ કરોડના રોકાણથી મશરૂમની ખાઘપેદાશરૂપાંતરપ્રક્રિયાસાથેખેતઉઘોગનીપહેલકરી
ઉત્તરગુજરાત વિશ્વના બજારોમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રેસિક્કોજમાવશે-મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએઆજે મહેસાણા જિલ્લાના વડનગર નજીક હિન્દુસ્તાનના સૌથી મોટા એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ફૂડપ્રોસેસિંગપ્લાન્ટહિમાલયા ફ્રેશનું ઉદ્દધાટન કરતાં જણાવ્યું હતું કે આ પ્રકારના ખાઘ પેદાશોના કૃષિઉઘોગઉત્તરગુજરાતના સુકા વિસ્તારોની ખેતીની અને લાખો કિસાનોનીજિંદગીબદલીનાંખશે.વડનગરના સુલતાનપુરમાં હિમાચલ પ્રદેશની વિશ્વખ્યાત ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મે. હિમાલયા ઇન્ટરનેશનલે રૂ. ૧૭૦ કરોડના ખર્ચે મશરૂમ-યોગર્ટ-મીલ્કચીઝ અને પોટેટો ચીપ્સ, ફ્રેન્ચ ફ્રાયઝ જેવા ખાઘ પદાર્થોના રૂપાંતરનો ફૂડ પ્રોસેસિંગનો હિન્દુસ્તાનમાં સૌથી મોટોપ્લાન્ટકાર્યરત કર્યો છે. આ ખેતઉઘોગ પૂર્વ-મહેસાણામાં ઉઘોગોથી પછાત વિસ્તારમાં પહેલો ઔઘોગિક પ્રોજેકટ છે જેઉત્તરગુજરાતનીખેતીઅને ખેડૂતની જિંદગીમાં નવી રોનક લાવી દેશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
મશરૂમની ખેતીને પ્રોત્સાહિત કરવા ૧૦,૦૦૦ કિસાનોને આ ખેત-ઉઘોગદ્વારાસહભાગીબનાવાશે તેની હિમાલયા ઉઘોગનાસંચાલકશ્રી મનમોહન મલિકની જાહેરાતનેઆવકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ફૂડ પ્રોસેસિંગના વિશ્વ બજારોમાંઉત્તરગુજરાત પોતાનોસિક્કોજમાવશે.
મુખ્યમંત્રીશ્રીએઆગામીછઠ્ઠી મેથીસમગ્રગુજરાતમાં શરૂ થઇ રહેલાકૃષિમહોત્સવનુંઅભિયાનસફળબનાવવા ભરઊનાળેરાજ્યસરકારના એકલાખજેટલા કર્મયોગીઓ,વૈજ્ઞાનિકો અને સરકારના મંત્રીઓ, પદાધિકારીઓ ખેતરે-ખેતરે ખેડૂતોસાથેબેસીને કૃષિવિકાસ, કૃષિઉઘોગ અને પશુસંવર્ધનના વૈજ્ઞાનિક પ્રયોગો અનેપ્રગતિશીલકૃષિઅર્થતંત્રમાટે પુરૂષાર્થ કરશે એમાં જોડાઇ જવા તેમણે આહ્્વાન આપ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝદ્વારાઆસપાસનાગ્રામવિઘાર્થીઓ માટે ર૦૦ સ્કોલરશીપનીયોજનાઅને રમત-ગમતના ખેલાડીઓતૈયારકરવા માટે સ્પોર્ટસ કોમ્પ્લેક્ષના નિર્માણની જાહેરાતોને પણ આવકારી હતી.
હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષશ્રી મનમોહન મલિક અને તેમના પરિવારે મુખ્યમંત્રીશ્રીનાપ્રેરકપ્રોત્સાહનથી દેશનો આ સૌથી મોટો ફૂડ પ્રોસેસિંગપ્લાન્ટશરૂ થયો છે તેનીભૂમિકાઆપી જણાવ્યું કે ગુજરાત સરકારની પારદર્શી ઉઘોગ વિકાસની નીતિના કારણે જ ગુજરાત ઉઘોગોમાં હરણફાળ ભરી રહ્યું છે. ઉદ્દધાટનના અવસરે તેમણે આ પ્લાન્ટના કર્મયોગી કામદારો માટે ૧૦ટકાવેતનવૃધ્ધિનીજાહેરાતકરી હતી.
આ પ્રસંગે, જિલ્લાપ્રભારીઅનેમહેસૂલમંત્રીશ્રી આનંદીબેન પટેલ, ગુજરાત હાઉસિંગબોર્ડઅધ્યક્ષશ્રી જ્યંતીભાઇ બારોટ, વિસનગરના ધારાસભ્યશ્રી તથા અન્ય પદાધિકારીઓનું પણ હિમાલયા ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીઝના સંચાલકોએ ભાવભર્યુંસ્વાગતકર્યું હતું.