દૂધ સાગર ડેરીના સાગરદાણ કારખાના જગુદણ અને માનસિંહભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ડેરી એન્ડ ફૂડ
ટેકનોલોજીનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી
ધાસચારા અને જળસંગ્રહના અભિયાન ઉપાડીએઃ મુખ્યમંત્રીશ્રી
શ્વેતક્રાંતિ પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગસિ કુરિયનને શ્રધ્ધાંજલિ
મુખ્યમંત્રીશ્રીનું આહ્વા્ન
ગામેગામ ગોબર બેન્ક અને એનિમલ હોસ્પિટલના નિર્માણની ક્રાંતિનું નેતૃત્વ ડેરી લે
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતની દૂધ સહકારી ઉઘોગની શાન એવી મહેસાણાની દૂધસાગર ડેરીના જગુદણ સાગરદાણ ફેકટરી અને માનસિંહભાઇ ઇન્સ્ટીટયુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજીનું ઉદ્ધાાટન કરતા ગામેગામ પર્યાવરણલક્ષી પશુપાલન માટે ગોબરબેન્ક અને એનિમલ હોસ્ટેલ બનાવવાનું નેતૃત્વ સહકારી ડેરી લે એવું આહ્વાાન આપ્યું હતું. શ્વેતક્રાંતિના પ્રણેતા સ્વ.ર્ડા.વર્ગિસ કુરિયનના આધાતજનક અવસાન અંગે સમારંભ પૂર્વે મૌન પાળી ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પશુપાલન, દૂધ ઉત્પાદન, દૂધની મૂલ્યવૃધ્ધિ અને સહકારિતા દ્વારા ભારતનું વશ્વિમાં નામ થાય તે માટે ર્ડા.કુરિયને આજીવન છ દાયકા અખંડ એક નિષ્ઠાથી મંથન કર્યું હતું. વન લાઇફ-વન મિશન જીવી જનારા ર્ડા.કુરિયનનો ભલે ગુજરાતમાં જન્મ નહોતો થયો પણ ગુજરાતીઓના દીલમાં તેમણે સ્થાન મેળવી લીધું હતું. પ્રત્યેક પશુની આંખમાં આજે આંસુ હશે. એમના અધુરા રહેલા સપના પુરા કરવાની આપણને પ્રબળ ઇચ્છાશકિત પ્રાપ્ત થાય એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર વતી ભાવપૂર્વક શ્રધ્ધાંજલિ ર્ડા.કુરિયનને અર્પણ કરી હતી.વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કિસાનશકિતનું અભિવાદન કરતાં મુખ્યમંત્રીશ્રીએ માનસિંહભાઇએ સ્થાપેલી દૂધ સાગર ડેરી આજે લાખો લાખો પશુપાલકો ખેડૂતો માટે સમૃધ્ધિનો વડલો બની ગઇ છે તેમ જણાવ્યું હતું.
ભારતમાં દૂધ ઉત્પાદન માટે પશુપાલનની ઉપેક્ષા થઇ છે. વિશ્વની તુલનામાં પશુ દીઠ દૂધ ઉત્પાદકતા ઓછી આવે છે તેના કારણે પશુપાલકની આર્થિક સ્થિતિ કમનશિબે સુધરતી નથી એમ જણાવી પશુપાલનમાં વૈજ્ઞાનિક પધ્ધતિ તરફ પશુપાલકોને પ્રેરિત કરીને દશ વર્ષમાં ગુજરાતે દૂધ ઉત્પાદનમાં ૬૮ ટકાનો વધારો કર્યો છે અને હવે ગુજરાત સરકારે સૌરાષ્ટ્રમાં પશુદાણની ફેકટરીઓ નહોતી, કિફાયત ભાવે પશુદાણ આહારનો અભાવ હતો તેની સામે પશુદાણ ફેકટરી સહકારી ક્ષેત્રમાં સ્થાપવા માટે રૂા.૩૦ કરોડનની પ્રોત્સાહક યોજના કરી છે.
દૂધ ઉત્પાદનના ક્ષેત્રે ગુજરાતની વિરાટ સફળતાનો યશ માત્ર ને માત્ર પશુપાલક-કિસાન પરિવારની માતાઓ અને બહેનોને જ યશ મળે છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ પશુઓનું જતન કરવાની વાત્સલ્ય ભાવના ખેડૂત પરિવારની માતૃશકિતએ જ બતાવી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ઉછેર માટેની માનવશકિત તૈયાર કરવા કામધેનું યુનિવર્સિટી રચી છે, તેની અને એનિમલ હોસ્ટેલ ગામેગામ બને તેની હિમાયત કરી હતી.મુખ્ય મંત્રીશ્રીએ મોડે મોડે પણ મેધરાજાએ મહેર કરી તેનાથી દુષ્કાળ ડોકીયું કરીને જતો રહ્યો, તેનાથી કેટલાયના સત્તાસુખના સપના ચકનાચૂર થઇ ગયા છે તેમ જણાવી ધાસચારા વાવેતર અને જળસંગ્રહ માટે હયાત જળસંચયના ડેમો-તળાવો, ચેકડેમોનું ડિસીલ્ટીંગ કરવાનું અભિયાન ઉપાડવા અપીલ કરી હતી.
મેધરાજા મન મૂકીને વરસ્યા છે અને ગુજરાતે પરિસ્થિતિને પડકારવા જે વિકાસનો સંકલ્પ કર્યો છે તેમાં ઇશ્વર પણ આપણને સાથ આપી રહ્યો છે એમ જણાવી આપત્ત્િાને અવસરમાં પલટાવવાની શકિત બતાવવા પણ તેમણે અપીલ કરી હતી.
ગુજરાતે પશુઆરોગ્ય મેળા કરીને ૧૧૨ જેટલા પશુરોગો સદંતર નાબૂદ કર્યા અને લાખો પશુઓના આરોગ્યની સંભાળ લીધી છે તેની ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. માનસિંહભાઇ ડેરી ટેકનોલોજી સંસ્થા દૂધસાગર ડેરીએ શરૂ કરી તે માટે મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું કે ડેરી ટેકનોલોજી ક્ષેત્રે ખેડૂત પરિવારની કન્યાઓ પણ જોડાઇ રહી છે. જે ગુજરાતની નારીશકિતનું સામર્થ્ય પૂરવાર કરે છે.
દૂધ ઉત્પાદન અને પશુપાલન માટે વૈજ્ઞાનિક પ્રયોગો કરવા માટે ખેડૂતોને マદયસ્પર્શી અપીલ કરતા મુખ્ય મંત્રીશ્રીએ નર્મદાના પાણી અને દૂધ ઉત્પાદનનો સુભગ સંયોગનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.આ પ્રસગે શહેરી વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ દાણ ફેકટરીનું લોકાર્પણ થવાથી લાખો પશુપાલકને ફાયદો થવાનો છે.આ દાણ ફેક્ટરીથી દાણ ઉત્પાદનમાં વધારો થવાથી રાજયભરના પશુપાલનો ઓછા ભાવે દાણ મળી રહેશે.તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજયએ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સર્વાંગી વિકાસ કર્યો છે.પશુમેળા, કૃષિ મહોત્સવથી ગુજરાતે શ્વેત ક્રાંતિનું નેતૃત્વ લીધું છે.ભુતકાળમાં ઉત્તર ગુજરાત દુષ્કાળ પ્રદેશ ગણાતો હતો પરંતું આજે ઉત્તર ગુજરાતે ખેતીક્ષેત્રે નામના મેળવી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વ માનસિંહભાઇ અને મોતીભાઇ આજે ડેરીની સ્થાપનાથી ખેડુતોના હામી બન્યા છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદાની ઉચાઇ વધારવા માટે મુખ્મંત્રીશ્રીએ આંદોલન ઉપવાસ કરી ૧૨૧.૯૨ મીટર ઉંચાઇ વધારવામાં સફળતા મેળવી છે.
આ પ્રસંગે કૃષિ અને સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે માનસિંહભાઇએ સ્થાપેલ દુધસાગર ડેરી ઉત્તર ગુજરાતના ખેડુતો માટે એક આસ્થાનું કેન્દ્ર બની છે. દાણદાણની ફેક્ટરી ધર આંગણે સ્થપાતાં પશુપાલનને સારું અને વ્યાજબીભાવે દાણ મળી શકશે.
દુધસાગર ડેરીના ચેરમેનશ્રી વિપુલભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે આ વ્યવસાય મહિલાઓનો છે.દુધ મંડળીઓ અને ફેડરશનો દ્વારા ઠરાવ કરી બહેનોના હાથમાં રૂપિયા આપવામાં આવશે તો તેનો સદ્ઉઅપયોગ થઇ શકશે તો જ આપણે શ્રેતક્રાંતિના પ્રણેતા ડો.કુરીયનને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પી કહેવાય.આ દાણ ફેક્ટરી દેશની સૌથી મોટી દાણ ફેક્ટરી છે.જયાં રોજનું ૧૦ લાખ કિલો ખાણું ઉત્પાદન થવાનું છે.
આ પ્રસંગે મહેસૂલ મંત્રીશ્રી આનંદીબેન પટેલ, સાંસદશ્રી જયશ્રીબેન પટેલ,ધારાસભ્ય સર્વેશ્રી ઙ્ગષિકેશભાઇ પટેલ,કાન્તીભાઇ પટેલ, અનિલભાઇ પટેલ, ભરતસિંહ ડાભી, નારાયણભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જયંતિભાઇ પટેલ, રાજયની વિવિધ ડેરીઓના ચેરમેન સર્વશ્રીઓ મોંધાભાઇ, સાબર ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઇ પટેલ,ગુજરાત રાજય જમીન વિકાસ શંકરસિંહ રાણા, બાબાભાઇ ભરવાડ, ભાવનગરના મહેન્દ્રભાઇ, કચ્છના વાલમભાઇ, વિસનગર માર્કટયાર્ડના પ્રમુખ પ્રહલાદભાઇ, ચેરમેનશ્રીઓ, સહકારી સંસ્થાના અગ્રણીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.