"Mr. Modi distributes cheques of Rs. 12.90 crore to 715 beneficiaries"
"Claims of 61,974 tribals on total 6.41 lack acre have been granted under Forest Right Act "

વાંસદા નવસારી-સુરત તાપી-ડાંગ અને વલસાડ જિલ્લાઓના આદિવાસીઓના સશકિતકરણનો સમારોહ

દક્ષિણ ગુજરાતના વધુ ૧પ૦૦૦ આદિવાસીઓને જંગલની જમીનના અધિકારપત્રો મળ્યા

રૂા. ૧૪રપ કરોડની કિંમતની કુલ ૯પર૦૬ એકર જમીનના હકકપત્રો એનાયત કરતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાતમાં વનઅધિકાર અધિનિયમ અન્વયે વ્યકિતગત અને સામૂહિક મળી ૬૧૯૭૪ આદિવાસીઓને ૬.૪૧ લાખ એકર જમીનના વારસાઇ હકકો મંજૂર

સમગ્ર દેશમાં આદિવાસીઓ પેઢીઓથી અધિકારો માટે લડતા આવ્યા પણ ગુજરાતની વર્તમાન સરકારે આદિવાસીઓને અધિકારો આપ્યા અને વારસાઇ હકક અકબંધ રાખ્યા

આદિવાસીઓની જમીન હવે વચેટીયા પડાવી શકશે નહીં

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે વાંસદામાં દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના આદિવાસીઓને જંગલની જમીનના વારસાઇ અધિકારપત્રો એનાયત કરીને જીવવા માટે જંગલની જમીન ખેડવાના અધિકાર આપ્યા હતા. હવે કોઇ વચેટિયા તેમની આંખમાં ધૂળ નાંખીને આદિવાસી ખેડૂતને ભરમાવી શકશે નહીં, આદિવાસી ખેડૂતને જમીન, પાણી અને વીજળીની સુવિધા આ સરકારે જ આપી છે એમ વિશાળ વનવાસી સમૂદાયને વાંસદામાં સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે વનઅધિકાર ધારા-ર૦૦૬ અન્વયે રાજ્યના આદિવાસીઓને જંગલની જમીનના વારસાઇ હકકો આપવાનું ગતિશીલ અભિયાન હાથ ધરેલું છે. આજે નવસારી જિલ્લાના વાંસદામાં વનઅધિકાર અધિનિયમ હેઠળ મંજૂર થયેલા વધુ ૧પ૦૦૦ આદિવાસીઓને રૂા. ૧૪રપ કરોડની કિંમતની જંગલ વિસ્તારની કુલ મળીને ૯પર૦૬ એકર જમીનના અધિકારપત્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત થયા હતા.

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

વાંસદામાં આદિવાસી કલ્યાણ અને વનવિભાગના સંયુકત ઉપક્રમે યોજાયેલા આદિવાસી અધિકાર અને સશકિતકરણના આ સમારોહમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાંથી વિશાળ વનવાસી માનવમહેરામણ ઉમટયો હતો.

આદિવાસીઓના આર્થિક, સામાજિક સશકિતકરણ માટેની પ્રતિબધ્ધતા સાથે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના હસ્તે વનવિભાગની વિવિધ યોજનાના ૭૧પ લાભાર્થીઓને રૂા. ૧ર.૯૦ કરોડના લાભ-સહાયના ચેકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં વનઅધિકાર ધારા હેઠળ ૬૧૯૭૪ આદિવાસીઓને કુલ ૬.૪૧ લાખ એકર જમીનના વ્યકિત અને સામૂહિક વારસાઇ અધિકાર સાથેના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા. છે, જેમાં વ્યકિત પ૭૯૭૪ દાવાઓની ૧.૧૪ લાખ એકર જમીનના અધિકારો મંજૂર કરેલા છે.

ગુજરાતમાં આદિવાસીઓ અને દલિતોની સંખ્યા રર ટકા છે અને તેમાં પણ દરિયાકાંઠાના માછીમારો-સાગરખેડુ સમાજોની વિકાસમાં પાછળ રહી ગયેલી વસતિ ઉમેરીએ તો કેવડી મોટી માનવશકિત છે આ સરકારે અનુસૂચિતજાતિ અને જનજાતિની રર ટકા વસતિને વિકાસ માટે સશકત કરવાનું અભિયાન ઉપાડયું અને સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટેના કાર્યક્રમોના અમલમાં ગુજરાત દીવાદાંડી બની ગયું છે એમ મુખ્ય‍મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

જંગલની જમીન ખેડવાના અધિકારો માટે આદિવાસીઓ પેઢીઓથી ખેતી કરીને જમીનના માલિકી હકકો માટે લડતા હતા પરંતુ આ સરકારે સામે ચાલીને આદિવાસી ખેડૂતોની વ્યાંપક લાગણીમાં સહભાગી બનીને તેના હકક દાવાના પુરાવા શોધવા સેટેલાઇટ-બાઇસેગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આદિવાસીઓને પુરાવા શોધી આપ્યા તે પછી પણ આ જ સરકારે, દેશમાં પહેલી સરકાર તરીકે હિંમત કરીને તમામ અમાન્ય દાવાઓની પૂનઃવિચારણા કરવાના આદેશો આપ્યા હતા તેની વિગતવાર ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

કોઇપણ આદિવાસી ખેડૂતને તેના હકકદાવા માટે સરકારના તંત્ર કે રાજકીય નેતા પાસે જી-હજુરી કર્યા વગર આ સરકારે દાવાઓની પૂનઃવિચારણા હાથ ધરીને રર,૦૦૦ નવા દાવાઓ મંજૂર કર્યા છે.

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

આ સરકારે વનઅધિકાર ધારા-ર૦૦૬ અન્વયે પહેલ કરીને જંગલની જમીનના અધિકારોને વારસાઇ હકકની જોગવાઇ આપીને કોઇ વચેટીયા કે સ્થાત હિતો આદિવાસીની જમીન પડાવી શકે નહીં તેવી જોગવાઇનો અમલ કર્યો છે. એટલું જ નહીં, વનઅધિકાર ધારા હેઠળ પહેલીવાર ગુજરાત સરકારે સામૂહિક સુવિધા માટેના દાવાઓ મંજૂર કર્યા છે અને જંગલની જમીનમાં પાયાના વિકાસના કામો કરવા માટેની જોગવાઇ કરી દીધી છે. ભવિષ્યમાં ગુજરાતની આ પહેલને દેશમાં અન્ય રાજ્યોના આદિવાસીઓ માટે અનુસરવી પડે તેવું દિવાદાંડીરૂપ કાર્ય કર્યું છે. ગુજરાતમાં વનઅધિકાર ધારા હેઠળ ૩પ૭૦ જેટલા જંગલની જમીનના સામૂહિક અધિકારના દાવાઓ આ જ સરકારે મંજૂર કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સમગ્ર આદિવાસીઓના કલ્યાણ માટે વનબન્ધુ કલ્યાણ યોજના હેઠળ હવે રૂા. ૪૦,૦૦૦ કરોડનું પેકેજ પાંચ વર્ષ માટે મંજૂર કર્યું છે તેની વિગતો આપતાં જણાવ્યું કે જંગલની જમીન ખેડવાના અધિકારો આપ્યા , ખેતીવાડીમાં આધુનિક કૃષિવિકાસ માટેના પ્રોત્સાંહનો આપ્યા અને હવે રૂા. ૩૪પ૦ કરોડના ખર્ચે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી ક્ષેત્રમાં સિંચાઇની સુવિધા વધારવાનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ ઉપાડયો છે અને ડુંગરાળ આદિવાસી વિસ્તાનરોમાં થઇને ૭૦૦ જેટલા તળાવો ભરવાનું અભિયાન ઉપાડયું છે.

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

તેમણે ગુજરાતમાં ડાંગ જિલ્લો જે આદિવાસીક્ષેત્ર છે તે ર૪ કલાક વીજળી આપનારો ડાંગ જિલ્લો પહેલો જ્યોતિગ્રામ જિલ્લો બનેલો તેની યાદ અપાવી જણાવ્યું કે આ સરકારે બાર વર્ષમાં આદિવાસી ક્ષેત્રના બાર જિલ્લામાં મળીને વીજળી આપવા ૮૦ નવા વીજ-સબસ્ટેશનો બનાવી દીધા અને બીજા ૧૮ વીજ સબસ્ટેશનો આ વર્ષે મંજૂર કરી દીધા છે. આદિવાસીને ખેતીની જમીન મળે, સિંચાઇનું પાણી મળે અને વીજળી ર૪ કલાક મળે તે માટે આ સરકારે આખા દેશને નવો રાહ બતાવ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વનબંધુ કલ્યાણ એ આ સરકારની આદિવાસીઓને વિકાસની મુખ્ય‍ધારામાં જોડવાની પ્રાથમિકતા છે અને તેમાં શિક્ષણ અને ઉચ્ચિ શિક્ષણ-ટેકનીકલ શિક્ષણની સુવિધા સાથે કન્ય શિક્ષણનું અભિયાન ઉપાડયું છે. સમગ્ર આદિવાસી ક્ષેત્રમાં મળીને આ સરકારે ૯પ વિજ્ઞાનપ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળા, તાલુકે-તાલુકે આઇ.ટી.આઇ., એન્જીનિયરીંગ, નર્સિંગ અને એગ્રીકલ્ચર કોલેજોની સુવિધા આપી દીધી છે. ભૂતકાળમાં કોઇ સરકારનું આદિવાસીઓ માટેનું બજેટ નહોતું તેના કરતાં આ સરકારે વનબંધુ કલ્યાણ પેકેજના પ્રથમ પાંચ વર્ષમાં રૂા. ૧પ૦૦૦ કરોડની હતી તે પૂરી થઇ ત્યારે રૂા. ૧૭૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે જે આગામી પાંચ વર્ષ માટે રૂા. ૪૦,૦૦૦ કરોડની વિસ્તૃત કરી દીધી છે. જેનાથી આદિવાસી ક્ષેત્રમાં વિકાસની માળખાકીય સુવિધાઓ ઝડપથી ઉભી કરવી છે. ૧૦૮ની ઇમરજન્સી એમ્યુલન્સે સેવાએ આદિવાસી સગર્ભા માતા અને બાળકોની જીંદગી બચાવી છે. ગરીબ આદિવાસીને સાપ કરડે તો પણ ઝડપથી ૧૦૮ સેવાનો લાભ લઇને તેની જીંદગી બચાવી છે.

આદિવાસી પણ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બને, સશકત બને તે માટે આ સરકારે કલ્યાણનો માર્ગ બતાવ્યો છે તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આઝાદી પછી પહેલીવાર બિનકોંગ્રેસી એવી એન.ડી.એ. સરકારના વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય શરૂ કરાવ્યું હતું. આદિવાસીઓ માટે કોંગ્રેસે તો વોટબેન્કી માટે આદિવાસીઓને ગરીબ રાખવા વિકાસના નામે ધૂળ ઝોકવાના જ કરતૂતો કર્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ અને વન પર્યાવરણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ, આદિવાસી પ્રજાના વિકાસ માટેના બજેટની છણાવટ કરતાં, વર્તમાન રાજય સરકારના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિના વિકાસ માટે ફાળવેલા બજેટની રૂપરેખા આપી હતી.

દક્ષિણ ગુજરાતની પૂર્વપટૃીના આદિવાસી વિસ્તા રોમાં વસતા ખેડૂતો હવે રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે સુધારેલી ખેતી તરફ વળ્યા છે તેમ જણાવી શ્રી ગણપતસિંહ વસાવાએ આદિવાસીઓના શિક્ષણ માટે અગ્રેસર રાજ્ય સરકારની ભાવિ યોજનાઓનો પણ ખ્યાલ આપ્યો્ હતો.

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

CM hands over land allotment letters to 15,000 tribals in south Gujarat

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment

Media Coverage

Government announces major projects to boost capacity at Kandla Port with Rs 57,000-crore investment
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
President of the European Council, Antonio Costa calls PM Narendra Modi
January 07, 2025
PM congratulates President Costa on assuming charge as the President of the European Council
The two leaders agree to work together to further strengthen the India-EU Strategic Partnership
Underline the need for early conclusion of a mutually beneficial India- EU FTA

Prime Minister Shri. Narendra Modi received a telephone call today from H.E. Mr. Antonio Costa, President of the European Council.

PM congratulated President Costa on his assumption of charge as the President of the European Council.

Noting the substantive progress made in India-EU Strategic Partnership over the past decade, the two leaders agreed to working closely together towards further bolstering the ties, including in the areas of trade, technology, investment, green energy and digital space.

They underlined the need for early conclusion of a mutually beneficial India- EU FTA.

The leaders looked forward to the next India-EU Summit to be held in India at a mutually convenient time.

They exchanged views on regional and global developments of mutual interest. The leaders agreed to remain in touch.