સ્વામી વિવેકાનંદ રોજગાર યુવા સપ્તાહ પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્રકચ્છના ઝોનમાં ૧૩૦૭૯ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગાર નિયુકિતપત્રો રાજકોટમાં એનાયત કરતા મુખ્યમંત્રી

ગુજરાતમાં હુન્નરકૌશલ્યની ક્ષમતા ધરાવતો કોઇ યુવાન બેરોજગાર રહેવાનો નથી

સ્કીલ ડેવલપમેન્ટની સ્પર્ધામાં ગુજરાતે ચીન સાથે બરોબરી કરવાનું બીડું ઝડપ્યુ છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્રકચ્છના ૧૩૦૦૦થી વધારે યુવાનોને ખાનગીક્ષેત્રોમાં રોજગારીના નિયુકિતના પત્રો એનાયત કરતાં અને યુવાશકિતને નવો આત્મવિશ્વાસ આપતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં હુન્નરકૌશલ્યની ક્ષમતા ધરાવતો કોઇ યુવાન બેકાર રહેવાનો નથી. ગુજરાતે સ્કીલ ડેવલપમેન્ટનું વિશાળ ફ્લક ઉભુ કરવાની સ્પર્ધામાં ચીનની બરોબરી કરવાનું બીડું ઝડપ્યું છે.તેમ તેમણ જણાવ્યુ હતું.

ગુજરાતની યુવાશકિતને હુન્નરો અને કૌશલ્યની શકિત પુરવાર કરવાના અવસરો આપવાનું રાજય સરકારનું આ અભિયાન ઉદી્પક બની રહેવાનું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. ઉદ્યોગોને તેની જરૂર પ્રમાણે કુશળ યુવાશકિત મળી રહે અને કુશળ યુવાનોને રોજગારકારકિર્દીનું સપનું સાર્થક કરવાનું આ અભિયાન છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતમાં રોજગારીના ક્ષેત્રની અભૂતપૂર્વ દ્યટનારૂપે સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહની વિશિષ્ઠ ઉજવણી સાથે ૬૫૦૦૦થી વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રો દ્વારા ૪૮૯ જેટલા ભરતીમેળા યોજીને આજે પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્રકચ્છના આઠ જિલ્લાઓના મળીને ૧૩૦૭૯ જેટલા યુવાનોને નોકરીદાતાઓના નિયુકિતપત્રો એનાયત કર્યા હતા.

આ જ પ્રકારના કાર્યક્રમો વડોદરામાં (૧૦મી એપ્રિલ), અમદાવાદમાં (૧૨મી એપ્રિલ) અને સુરતમાં (૧૩મી એપ્રિલે) મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાશે. સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતિના આ વર્ષને, ગુજરાત ‘‘યુવાશકિત’’ વર્ષ તરીકે વિશિષ્ઠ ઉદેશો સાથે ઉજવી રહ્યું છે તેની ભૂમિકા આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે આ નવતર અભિગમમાં રાજયની યુવાશકિત દ્વારા ભારતમાતાને મહાન બનાવવાનો વિવેકાનંદજીનો સંદેશ આત્મસાત કરાવવો છે. સ્વામી વિવેકાનંદે તો ત્યાં સુધી પડકાર કરેલો કે માળાજાપ છોડીને ફૂટબોલ રમીએ.

આ યુવા પ્રેરણામૂર્તિના સપનાં પૂરાં કરવા માટે આ દેશની યુવાશકિતમાં સામર્થ્ય છે તેની ડંકાની ચોટ ઉપર અનુભૂતિ કરાવવાનું આહવાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ર૧મી સદીમાં ભારત જેવો વિરાટ દેશ, ૩૫ વર્ષની વય સુધીના ૬૫ ટકા યુવા શકિત સાથે દુનિયાનો સૌથી યુવા દેશ છે. યુરોપ વૃધ્ધાવસ્થા તરફ્ છે, ચીન પણ આ જ દિશામાં છે ત્યારે એકમાત્ર હિન્દુસ્તાનની યુવાશકિત વિશ્વ સર કરી શકે એમ છે.

ભારત કોઇ મદારીસાપસીડીઓ દેશ નથી પરંતુ આપણી યુવા શકિતએ આઇટીના ક્ષેત્રે દુનિયામાં પોતાનો પ્રભાવ પાથરી દીધેલો છે. આ યુવા સામર્થ્યને ભારતના શકિતશાળી નિર્માણમાં જોડવાની પ્રેરક હિમાયત તેમણે કરી હતી. યુવાનોને રાષ્ટ્રનિર્માણના ભવ્ય સપના આંજીને પોતાના હુન્નર અને કૌશલ્યની શકિત પૂરવાર કરવાના અવસર આપવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં યુવાનોને હુન્નર કૌશલ્યની આધુનિક તાલીમ અને ટેકનિકલ કોર્સ માટે આઇટીઆઇને વ્યવસાયીક કારકીર્દીમાં પ્રવીણતા પ્રાપ્ત કરવવાનું પાયાનું માધ્યમ ગણીને આઇટીઆઇના પ્રશિક્ષણને નવી (ઝ઼જ્ઞ્ઁજ્ઞ્દ્દક્ક) ગરિમા આપવાને પ્રાથમિકતા આપી છે તેની રૂપરેખા આપી હતી. આઇટીઆઇનો મહિમા અને મહત્વને નવી શકિત આપવાના રાજય સરકારના નિર્ણયની સમજ આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે આઇટીઆઇના તાલીમાર્થીઓ માટે ડીગ્રીડિપ્લોમાં ઇજનેરી અભ્યાસના દરવાજા ખોલી નાંખ્યા છે. આઇટીઆઇનો કોર્સ સફ્ળતાપુર્વક પુરો કરનારા તાલિમાર્થીઓ પણ ઉત્તમ ઇજનેર બની શકે તેવૂં વાતાવરણ સર્જયું છે. અૌદ્યોગિક તાલીમ અને તેની ઉપેક્ષિત સ્થિતિનો અંત આ સરકારે દશ વર્ષના અથાક પરિપાક પછી લાવી દીધો છે અને આઇટીઆઇની તાલીમના બધા અભ્યાસક્રમો જે તે ક્ષેત્રની કુશળ ટેકનિકલ માવશકિતની જરૂરીયાત અનુસારના આધુનિક તાલીમ અને માળખાકીય ટેકનિકલ સુવિધાઓનું આખુ નેટવર્ક ઉભુ કર્યુ છે. તેની માહિતી મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

ભુતકાળમાં ૪૦ વર્ષમાં ૨૭૫ આઇટીઆઇ હતી તે દશ વર્ષમાં ૧૦૫૪ થઇ ગઇ છે. પહેલાં માત્ર ૩૦૦૦ ટ્રેઇનર્સ હતા તે એક જ દશકામાં બમણા એટલે કે ૬૦૦૦ આઇટીઆઇ ટ્રેઇનર્સ કાર્યરત છે. સ્કીલ ડેવલપમેન્ટ માટેનું બજેટ રૂ. ૧૦૭ કરોડ હતું તે આજે રૂ. પરપ કરોડ થઇ ગયું છે એમ તેમણે જણાવ્યું હતું. રાજય સરકારે ટેકનિકલ પ્રશિક્ષણ લઇ રહેલા તાલીમાર્થીઓને વેકશન દરમિયાન નગરપાલિકાઓમાં ક્ષેત્રીય અનુભવ મળે તે માટે ‘‘ટેકનોસેવા’’નો પ્રોજેકટ હાથ ધર્યો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

ગુજરાત સરકારે ઇજનેરી ડિગ્રીડિપ્લોમાંની દશ વર્ષમાં ૧૩૦૦૦ બેઠકોમાંથી ૯૦,૦૦૦ બેઠકો કરી દીધી છે. હવે ઇજનેરી ક્ષેત્રોમાં દ્યર આંગણે એટલી બધી બેઠકોની સુવિધા છે તેનાથી ગરીબ પરિવારનો યુવાન પણ ઇજનેર બની શકે છે. ભૂતકાળમાં આઇટીઆઇમાં બેઠક ક્ષમતા હતી ૭૭,૦૦૦, જે દશ વર્ષમાં સાડાચાર લાખ ઉપર પહોંચી ગઇ છે. તેની વિગતો શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી. ભારત અને ચીન વચ્ચે સ્કીલ ડેવલપેમેન્ટની સ્પર્ધા છે. પરંતુ ભારત સરકાર આ દિશામાં આગળ વધે કે ના વધે, ગુજરાત ચીન સાથે સ્કીલ ડેવલપમેન્ટના કોર્સ માટેની સ્પર્ધામાં આગળ વધી રહ્યું છે. એમ જણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે ગુજરાતમાં વ્યકિતના જન્મગર્ભમાંથી લઇને મૃત્યુ સુધી જે જે પ્રકારની સેવાઓની જરૂર છે એવા ૯૭૬ હુન્નરોની સેવાની તાલીમોની અભ્યાસ યાદી તૈયાર કરી છે. નોકરીરોજગાર પ્રાપ્ત કરનારા સહુ યુવાનોને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા.

નાણાં, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી વજુભાઇ વાળાએ જણાવ્યુ હતુ કે રાજય સરકારે બે વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં ૩૦૦૦ જેટલા કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરેલ છે. રાજયની ૭૫૬ આઇ.ટી.આઇ. સંસ્થાઓમાં ૧.૩૧ લાખ લાભાર્થીઓ વિવિધ અભ્યાસક્રમોની તાલીમ મેળવી રહ્યા છે. કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં ર.૧૬ લાખ શિક્ષાર્થીઓ તાલીમ મેળવી રહ્યા છે. તેમાં ૫૦ ટકા મહિલાઓએ શિક્ષણ લીધુ છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મનોમન નક્કી કરેલ છે કે ગુજરાતનો એક પણ યુવાન બેરોજગાર ન રહેવો જોઇએ. સ્વામી વિવકોનંદના વિચારને મૂર્તિમંત કરવા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ આજે રાજકોટ આવ્યા છે. તેમણે આ તકે યુવાનોને હિંમતવાન, નિષ્ઠાવાન, અને રાષ્ટ્રપ્રેમી બનીને જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો.

રાજયમંત્રીશ્રી લીલાધરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રાજયમાં અબજો રૂપીયાના મૂડી રોકાણના સમજુતી કરારો થયા છે. અને મોટા ઉદ્યોગગૃહો ગુજરાતના વિકાસના મુખ્યપ્રવાહમાં ભળ્યા છે. તેને કુશળ માનવબળ પુરુ પાડવા માટે શ્રમ અને રોજગાર વિભાગે બિડું ઝડપ્યુ છે. આઇટીઆઇ અને કૌશલ્યવર્ધન કેન્દ્રોના માધ્યમથી યુવાનો પગભર થઇ રોજગારી મેળવતા થયા છે. રાષ્ટ્રમાં સર્વ પ્રથમ વખત આ રીતે રોજગાર મેળા યોજવામાં આવ્યા છે. જેથી યુવાનોને આટલી મોટી સંખ્યામાં નોકરીદાતાઓ નોકરી પર લઇ રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું. શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવશ્રી પી.પનિરવેલે કાર્યક્રમની રૂપરેખા આપી રાજયમાં આ વર્ષમાં મહીલાઓ માટે પાંચ મળી કુલ ૧૦ નવી સરકારી આટીઆઇ શરૂ કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું.

આ કાર્યક્રમમાં મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી દિલીપભાઇ સંધાણી, શ્રી કનુભાઇ ભાલાળા, શ્રી વાસણભાઇ આહિર, શ્રી વસુબેન ત્રિવેદી, શ્રી કિરીટસીંહ રાણા, શ્રી કનુભાઇ ભાલાળા, મેયરશ્રી જનકભાઇ કોટક, જિલ્લા પંચાયતના પ્રમુખ હૈસાબેન પારેધી, ધારાસભ્યો સર્વશ્રી ગોવીંદભાઇ પટેલ, ભરતભાઇ બોધરા, ભાનુબેન બાબરીયા, કાંતિભાઇ અમૃતીયા, પ્રવીણભાઇ માંકડીયા, જસુમતીબેન કરાટ, વિભાવબીબેન દવે, વંદનાબેન મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયા, કેશુભાઇ નાકરાણી, ગૌ સેવા આયોગના ચેરમેનશ્રી વલ્લભભાઇ કથીરિયા, પ્રવાસન નિગમના ડિરેકટરશ્રી માધાંતાસિંહ જાડેજા, પુર્વ મેયરશ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણીશ્રી લાલજીભાઇ સાવલીયા, રોજગાર તાલીમ નિયામકશ્રી સોનલ મિશ્રા, કલેકટરશ્રી રાજેન્દ્રકુમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલીન ઉપાધ્યાય, પૂર્વ સાંસદશ્રી હરિભાઇ પટેલ, અગ્રણી માધાભાઇ બોરીચા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી મહેન્દ્રભાઇ પાડલિયા ઉપરાંત યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
'A Champion Among Leaders': How The World Applauded India Under PM Modi In 2024

Media Coverage

'A Champion Among Leaders': How The World Applauded India Under PM Modi In 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the demise of Dr. Pierre-Sylvain Filliozat
December 31, 2024

The Prime Minister, Shri Narendra Modi today condoled the demise of Dr. Pierre-Sylvain Filliozat and remarked that he will be remembered for his exemplary efforts to popularise Sanskrit studies, especially in the field of literature and grammar.

He wrote in a post on X:

“Dr. Pierre-Sylvain Filliozat will be remembered for his exemplary efforts to popularise Sanskrit studies, especially in the field of literature and grammar. He was deeply connected with India and Indian culture. Pained by his passing away. My thoughts are with his family and friends in this hour of grief.”